મોટા ભાગના લોકોની પ્રોબ્લેમ હોય છે કે જૂની કાર યોગ્ય માઇલેજ નથી આપતી, તો આજે અમે તમને જણાવીશું અમુક એવી ટ્રિક્સ કે, જેનાથી તમારી જૂની કારનું માઇલેજ પણ વધી જશે અને કાર પહેલા કરતાં વધુ સ્મૂથ પણ ચાલશે. તો ચાલો જાણીએ ફટાફટ તે 8 ટિપ્સ..
આ 3 કારણોના લીધે માઇલેજ ઓછું થઈ જાય છે. – 1️⃣ સૌથી મોટું કારણ છે કે, તમારી કાર ચલાવવાની ટેકનિક કેવી છે તે. કેમ કે, ઘણા લોકોને એવી ખરાબ ટેવ હોય છે કે, ગાડી નું પૂરે પૂરું એકસીલેટર આપી દે, અથવા ગાડી ગાજવા લાગે ત્યારે છેક, ગિયર ચેન્જ કરે, આના કારણે ઈંધણ નો વધુ વપરાશ થાય છે અને કારનું માઇલેજ પણ નીચે પડે છે.
2️⃣ બીજું કારણ – કારનું વજન – ઘણી ગાડીઓ ભારે હોય છે, જેના લીધે તેની માઇલેજ ઓછી હોય છે, ઉદા. ટાટા ની ગાડીઓ મારુતિ સુઝુકી કરતાં થોડી ઓછી એવરેજ આપે છે. કારણ કે, ટાટાની ગાડીઓ વજનમાં ભારે હોય છે. વજન સાથે સાથે સેફ્ટીમાં પણ ટાટા આગળ છે.. જ્યારે મારુતિ સુઝુકી વજનમાં હળવી છે એટલે માઇલેજ થોડું વધુ આપે છે.
3️⃣ ત્રીજું કારણ – કારની કાળજી યોગ્ય સમયે ના લેતા હોય, સમય અનુસાર સર્વિસ ના કરાવતા હોય એટલે કોઈ પણ ગાડી હોય તેની માઇલેજ ઘટતી જાય છે. તેથી આ ખૂબ મહત્વનું કારણ છે, જે મોટા ભાગના લોકો ઇગ્નોર કરતાં હોય છે. ચાલો, હવે જાણીએ 8 એવી ટિપ્સ જેનાથી તમે કારની માઇલેજ પહેલા કરતાં ઘણી વધારી શકશો.
🚗 કારની માઇલેજ વધારવા માટે આ નીચેના 8 નિયમોનું પાલન કરો॥
1. સર્વિસ – સૌ પ્રથમ વાત સર્વિસથી શરૂ કરીએ, દરેક કારનું માઇલેજ એન્જિન પર તેમજ ગાડીના બીજા ઉપકરણો પર વધુ આધાર રાખે છે, જો તમે ગાડીની સર્વિસ યોગ્ય સમયે કરવો તો માઇલેજ 20% જેટલું વધુ શકે છે. ગાડીની સર્વિસમાં કુલેન્ટ, એન્જિન ઓઇલ, એર ફિલ્ટર, ફ્યુલ ફિલ્ટર, એલાઇમેન્ટ, સ્પાર્ક પ્લગ, ઑક્સીજન સેન્સર, ટાયર વગરે વસ્તુઑ જો પરફેકટ હશે તો તમને ક્યારેય માઇલેજ બહુ ઓછું થવાની સમસ્યા નહીં આવે.
વર્ષમાં 1-2 વાર જરૂર સર્વિસ કરવો, તેમજ આપની ગાડીના મોડલ અનુસાર અમુક km ચાલે એટલે જરૂર સર્વીસ કરાવો. અમે એક બીજો પણ લેખ લખીશું, જેમાં ગાડીની સર્વિસ કરાવતી વખતે માલિકે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તે તમને જણાવીશું.
2. હાઇ ગિયરમાં ગાડી ચલાવો – મોટા ભાગના લોકોને આજે પણ ગિયરમાં બહુ પ્રોબ્લેમ રહે છે, ઘણી ગાડીમાં 5-6 ગિયર આપ્યા હોવા છતાં લોકો 4 (ચોથા) ગિયરમાં ગાડી ચલાવતા હોય છે. એવી ભૂલ ના કરતાં હંમેશા ગાડીને હાઇ ગિયરમાં ચલાવવી જોઈએ. કેમ કે,
જ્યારે તમે ગિયર્સ બદલો છો, ત્યારે તમારું એન્જિન RPM (તમારા એન્જિનની ઝડપ) પર ચાલે છે, જેનો અર્થ છે કે જો તમે ઓછા ગિયરમાં વાહન ચલાવો છો, તો તે એન્જિન પર દબાણ લાવે છે અને વધુ ઇંધણ વાપરે છે, જેમ કે જો તમે ઊંચા ગિયરમાં વાહન ચલાવો છો. તેથી યોગ્ય RPM સ્પીડને કારણે ઇંધણનો વપરાશ ઓછો થાય છે અને તમને સારી કાર માઇલેજ મળે છે.
3. કારની બેટરી – જો તમારી બેટરી બરોબર નથી ચાલતી, અથવા પ્રોબ્લેમ વાળી હોય તો, તેણે ઠીક કરવો. કારણ કે યોગ્ય રીતે ચાર્જ કરેલી બેટરી નહીં હોય તો, ફ્યુઅલ ઇન્જેક્ટર સિલિન્ડરોમાં યોગ્ય માત્રામાં ઇંધણ નથી પહોંચાડતું જેટલું તે સારી ચાર્જ્ડ બેટરીથી પહોંચાડી શકે છે. અને આ બેટરીનો પ્રોબ્લેમ કાર માઇલેજ ઘટાડે છે.
4. ટાયરની હવા અને અલાઇમેન્ટ- ટાયરમાં રહેલી હવા સમયે સમયે ચેક કરતાં રહો, અમુક કારમાં ટાયરની વોર્નિંગ લાઇટ આવતી હોય છે, પણ જેમાં વોર્નિંગ લાઇટ નથી તેવી જૂની ગાડીઓમાં હવા ચેક કરતા રહેવું, અને ટાયરમાં બને તો નાઇટ્રોજન હવા પુરાવવી જે થોડી ઠંડી હોય છે. જો હવા ઓછી હશે તો એન્જિન પર થોડો વધુ દબાવ પડશે, માઇલેજ તૂટશે અને સાથે સાથે ટાયર પણ ખરાબ થશે.. તેમજ ટાયરનું અલાઇમેન્ટ પણ સમયે સમયે ચેક કરાવતા રહેવું.
5. વધુ ગતિ ઓછી માઇલેજ- ગાડીને જો તમે યોગ્ય રીતે ગિયર ચેન્જ કરીને યોગ્ય સ્પીડમાં ચલાવો તો માઇલેજ વધી શકે છે, પણ જો તમે ગાડીને 100 ની સ્પીડથી વધુ ચલાવવામાં માનો છો તો, તમારું માઇલેજ ઓછું થઈ શકે છે. દરેક કારની યોગ્ય સ્પીડ હોય છે. તમારી કારની યોગ્ય સ્પીડ જાણી અને તે મુજબ ચલાવો. જેનાથી તમારું માઇલેજ 5-20% જેવુ વધી શકે છે. તેમજ ગાડીને વારંવાર સાવ ધીમી અને તુરત એકસીલેટર દઈને ફાસ્ટ ના ભગાડો. ધીમી નિરાંતે કરો અને સ્પીડ પણ નિરાંતે પકડાવો.
6. ક્રુઝ કંટ્રોલ નો ઉપયોગ – ક્રુઝ કંટ્રોલ એ એક સુવિધા છે જે લાંબા અંતરની ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરોને અનુભવતા થાકને ઘટાડવામાં મદદ કરે છે, અને ક્રુઝ કંટ્રોલ તેવી રીતે કાર ચલાવે છે કે, કારના એન્જિન અને કાર પર સૌથી ઓછો લોડ આવે. માટે જો તમારી કારમાં આ ફીચર્સ છે તો તેનો પૂરો ફાયદો ઉઠાવો અને તમારી કારનું ઈંધણ બચાવો.
7 . એન્જિન ઓઇલ – આ બહુ મહત્વની વાત છે કે, તમારી કાર માટે પહેલા તો, કારણે અનુરૂપ કયું અને કયા ગ્રેડનું એન્જિન ઓઇલ સારું છે તેની તપાસ કરો, અને તે ઓઇલ જ નાખો કેમ કે, જો બીજું એન્જિન ઓઇલ નાખશો તો માઇલેજ તો ઓછું મળશે જ સાથે સાથે એન્જિનના અમુક પાર્ટ પણ ખરાબ થવાની શક્યતા વધી જશે.
8 . AC નો ઉપયોગ – કારમાં AC નો ઉપયોગ જરૂર હોય તે પ્રમાણે જ કરો, અને AC ના લેટેસ્ટ ફિચરનો ઉપયોગ કરો, જેવા કે, રી-સર્ક્યુલેશન. તેનાથી ગાડીના AC પર ભાર હળવો થશે અને તેની સીધી સારી અસર માઇલેજ પર પડશે, કેમ કે AC સીધુ એંજિનથી પ્રભાવિત હોય છે. AC ના રી-સર્ક્યુલેશન બટનનો ઉપયોગ શું હોય તે વિસ્તારથી જાણવું હોય તો અહી નીચે મોટા અક્ષરમાં લખેલ “AC રી સર્ક્યુલેશન બટન” પર ક્લિક કરો.
👉 AC રી-સર્ક્યુલેશન બટન 👈
એક મહત્વની વાત- જો તમે 70 કિમી પ્રતિ કલાકથી ઉપરની સ્પીડે ગાડી ચલાવો છો, અને જો તમે AC વગર વાહન ચલાવો છો અને તમારી બારીઓ ખુલ્લી હોય, તો હવાના પ્રતિકારને કારણે એન્જિન પર વધુ લોડ થાય છે તેથી 70 કિમી પ્રતિ કલાકથી ઉપરની કારની વિન્ડો ક્યારેય ખોલશો નહીં. આ તમારી માઈલેજ ઘટાડે છે. (બીજી કોઈ જરૂરી બાબત હોય અને અમે તે લખતા ભૂલી ગયા હોઈએ તો કોમેન્ટમાં જણાવો.)
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.