🚘 દરેક કાર્યના અમુક નિયમો હોય છે. ડ્રાઇવિંગ માટેના નિયમો દેશ- વિદેશમાં અલગ અલગ હોય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં ગાડીઓ ડાબી બાજુ ચલાવવામાં આવે છે. ત્યારે અમેરિકા, કેનેડા સહિત અન્ય દેશોમાં ગાડી જમણી બાજુ ચલાવવામાં આવે છે. એટલુ જ નહીં પણ તેમની ગાડીનું સ્ટેયરિંગ પણ ઉલ્ટુ આપવામાં આવે છે.
🚘 દેશની પોતાની ભૌગોલિક સ્થિતિ અનુસાર નિયમ બનાવવામાં આવે છે. તેવો જ એક નિયમ વાહનોના ડ્રાઇવિંગ બાબતે પણ છે. તો આવો જાણીએ તે નિયમ વિશે ભારતમાં ડાબી બાજુ ડ્રાઇવિંગ કેમ કરવામાં આવે છે અને સાથે કેટલાક નિયમો…
🚘 રસ્તા પર વાહન ચલાવવાના નિયમોની શરુઆતઃ
🚘 વિશ્વના દેશોમાં માર્ગનો નિયમ અલગ અલગ સમયે શરુ થયો હતો. હકીકતમાં તો પહેલાના સમયમાં રસ્તાની ડાબી બાજુએ જ વાહન ચલાવવાનો નિયમ હતો. જી, હાં પુરાતત્વોના એક અભ્યાસ મુજબ જાણવા મળ્યુ છે કે 18મી સદીમાં રોમન સામ્રાજ્યમાં પહેલા નાગરિકો રસ્તાની ડાબી બાજુ જ ચાલતા હતા.
🚘 જો કે તેઓ ડાબી બાજુ વાહન કેમ ચલાવતા હતા તે યોગ્ય રીતે સાબિત કરી શક્યા નથી. મધ્યકાળના સમય દરમિયાન મુસાફરોનું રસ્તા પર ચાલવું અસલામત હતું. તેઓને ડાકુ લુટારાઓનો ભય સતત રહેતો હતો. મોટાભાગના લોકો જમણા હાથે કામ કરતાં તે બાજુ તલવાર પકડી રાખતા અને રસ્તાની ડાબી બાજુ ચાલતા જેથી દુશ્મનો પર સરળતાથી હુમલો કરી શકતા.
🚘 શા માટે ભારતમાં વાહન ડાબી બાજુએ ચલાવાય છે?
🚘 ઇંગ્લેન્ડે વર્ષો સુધી ભારત પર રાજ કર્યુ, તે સાથે ભારતમાં પોતાના કેટલાક કાયદા નિયમો પણ લાગુ કર્યા હતા. ઇંગ્લેન્ડમાં પહેલાથી ગાડીઓ ડાબી બાજુ ચલાવવામાં આવતી હતી. 1756માં ઇંગ્લેન્ડમાં આ નિયમને કાયદો બનાવવામાં આવ્યો હતો. ધીરે ધીરે આ નિયમનું પાલન વિશ્વના અન્ય દેશોમાં પણ થવા લાગ્યુ હતુ. ભૂતકાળમાં ભારત પર ઇંગ્લેન્ડનો ગુલામ રહી ચૂક્યો હતો. જેથી ભારતમાં તે જ નિયમ લાગુ થયો અને આજે પણ ભારતમાં ડાબી બાજુએ જ વાહન ચલાવવામાં આવે છે.
🚘 અમેરિકામાં શા માટે વાહન જમણી બાજુએ ચલાવાય છે?
🚘 18મી સદીમાં અમેરિકામાં એક ટીમ સ્ટર્સની શરુઆત થઇ હતી, તેમાં ઘોડાની મદદથી ગાડી ખેંચવામાં આવતી હતી. આ વેગનમાં ડ્રાઇવરને બેસવા માટે જગ્યાં આપવામાં આવતી ન હતી. તેથી ડ્રાઇવરને સૌથી છેલ્લો ઘોડો હોય તેની પર તે બેસતો અને હાથથી ચાબુક ચલાવી ઘોડાને નિયંત્રિત કરતો હતો. આ વેગનના નિયમોમાં બદલાવ લાવી અને ચાલીને જતા લોકો માટે ડાબી બાજુ ચાલવાનો નિયમ બનાવ્યો કારણ કે વેગનની સામેથી લોકો આવે તો તે વેગનનો અંદાજો લગાવી શકે. તે માટે આ નિયમની શરુઆત કરવામાં આવી.
🚘 જમણી બાજુનો નિયમ : આ રીતે અમેરિકા તથા દુનિયાના અન્ય દેશોમાં ડાબી બાજુ ચાલવુ અને જમણી બાજુ વાહનો ચલાવવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ યથાવત છે. પહેલીવાર જમણી બાજુ વાહનો ચલાવવાનો નિયમ નેપોલિયનોએ બનાવ્યો હતો, તેથી તેણે પોતે જીતેલા દરેક દેશોમાં નિયમ લાગુ પડયો.
🚘 ડાબી બાજુનો નિયમ : નેપોલિયનનું ઇંગ્લેન્ડમાં રાજ ન હતું. ત્યાના રસ્તા એટલા સાકડા હતા કે વેગન ચાલી શકે તેમ ન હતું. તેથી ત્યાંના લોકો જમણી બાજુ જ ચાલતા હતા. બ્રિટીશરોએ આ પ્રમાણે ચાલીને જતા હોય તેમના માટે ડાબી બાજુ ચાલવાનો નિયમ બનાવ્યો હતો.
🚘 નોંધનીય છે કે વિશ્વના મોટાભાગના દેશો રસ્તા પર જમણી બાજુએ ચલાવાની સિસ્ટમ યથાવત્ રાખી તેમાં જર્મની મહત્વપૂર્ણ છે. 18મી સદીના અંત સુધી સાત કાયદા અમેરિકામાં લાગુ કરવામાં આવ્યાં હતા. તે નિયમ અનુસાર ગાડી ચાલવા લાગી હતી. હાલ સમયમાં વિશ્વભરમાં 163 દેશોમાં જમણી બાજુ ગાડી ચલાવવાનો નિયમ છે અને 76 દેશો એવા છે જ્યાં ડાબી બાજુએ ગાડી ચલાવવામાં આવે છે.
જો આ ગાડી ચલાવવાના નિયમો વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.