👉 મોટાભાગના ઘરોમાં આપણે જોઈએ છીએ કે તેમના પિતૃઓના ફોટા લગાવેલા હોય છે. તેનાથી આપણને તેમના આશીર્વાદ અને હૂંફ મળતી હોય તેવું લાગતું હોય છે. કેટલાક લોકો પૂર્વજાના ફોટા તેમના ડ્રોઈંગરૂમ કે પૂજાના રૂમ અથવા બેડરૂમમાં રાખતાં હોય છે.
👉 અમુક લોકો એવું માને છે કે પૂર્વજોના ફોટા ઘરમાં લગાવવાથી તેમની યાદ તાજા રહેતી હોય છે. સાથે તમને એ પણ જણાવીએ કે પૂર્વજોના ફોટા ઘરમાં રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિ લાવતા હોય છે. તેમના સારા આશીર્વાદ આપણને મળતાં રહેતા હોવાથી ઘરમાં આપણને સુખની પ્રાપ્તિ પણ થતી હોય છે.
👉 પરંતુ આ ફોટા લગાવવાની સાચી દિશા કઈ તેના વિશે ક્યારેય વિચાર્યું છે? જો આ ફોટા યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો તમારા ઘરમાં લડાઈ-ઝઘડા કે મનભેદ ચાલ્યા કરશે. પરંતુ તેને યોગ્ય દિશામાં લગાવવામાં અથવા મૂકવામાં આવે તો આજીવન તમને સુખ-શાંતિ મળી રહેશે. તો ચાલો જાણીએ પૂર્વજોના ફોટા કઈ દિશામાં અને કેવી રીતે લગાવવા યોગ્ય રહેશે….
👉 એકથી વધારે ફોટા- ધ્યાન રાખવું જોઈએ કે તમારા જે પૂર્વજ છે. તેમનો એકથી વધારે ફોટો ઘરમાં ન લગાવવો જોઈએ. અમુક સમયે આપણે જોતા હોઈએ છીએ કે એક જ પૂર્વજના અલગ-અલગ ફોટા ઘરના અલગ-અલગ સ્થાન પર લગાવેલા હોય છે. તેનાથી પૂર્વજ નારાજ થઈ જાય છે. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ઝઘડા થવા લાગે છે. તો પૂર્વજનો એક જ ફોટો ઘરમાં લગાવવો.
👉 આ સ્થાન પર ન લગાવવા- વાસ્તુ અનુસાર મોટાભાગના લોકો લિવિંગ રૂમમાં પિતૃઓના ફોટા રાખતા હોય છે. જેના લીધે બહારથી આવનાર વ્યક્તિની પહેલી નજર તેમના ફોટા પર પડતી હોય છે. પરંતુ આ વસ્તુ એકદમ ખોટી છે. બહારના કોઈપણ વ્યક્તિની નજર તેમની પર પડે તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. એટલું જ નહીં દિવસેને દિવસે નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. એટલે બને તો લિવિંગ રૂમ કે બેડરૂમમાં પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ.
👉 ફ્રેમમાં આ રીતે રાખો- દરેક વ્યક્તિ પિતૃઓના ફોટા ફ્રેમમાં લગાવી દિવાલ પર લટકાવી દેતાં હોય છે. તો આ સૌથી મોટી તમારી ભૂલ ગણાય છે. તેનાથી પિતૃઓનું અપમાન થાય છે. અને તેમની કૃપા દ્રષ્ટિ તમારા પર રહેતી હોતી નથી. તો તમારે ઉપાય તરીકે ફોટા ફ્રેમમાં રાખી કોઈ સેલ્ફ કે નાનું લાકડાનું પાટીયું લગાવી મૂકવા જોઈએ. જેથી તમારા ઘરમાં સુખ-શાંતિ બની રહે.
👉 આ દિશામાં લગાવવા જોઈએ ફોટા- પિતૃઓના ફોટા આપણે દક્ષિણ તેમજ ઉત્તર દિશામાં રાખવા યોગ્ય છે. દક્ષિણ દિશાને પિતૃઓની દિશા ગણવામાં આવે છે. એટલા માટે ઉત્તર દિશામાં ફોટા લગાવી તેમનું મુખ દક્ષિણ દિશા તરફ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
👉 તમારા ઘરમાં પૂર્વજોના ફોટા દક્ષિણ કે પશ્ચિમ દિશાની દિવાલ પર લગાવવા ન જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેતી નથી. કોઈને કોઈ રીતે ઘરમાં નુકસાન થયા કરતું હોય છે. એટલે દક્ષિણ દિશામાં મોં રહે તે રીતે ફોટા લગાવવા કે મૂકવા.
👉 પૂજાના સ્થાન પર ન રાખો- કેટલાક લોકો ઘરમાં પૂજા અર્ચના કરતાં હોય તેની પાસે પિતૃઓના ફોટા લગાવી દેતા હોય છે. તેવી ભૂલ ન કરવી. કેમ કે ભગવાનની સાથે તેમની પૂજા ન કરવી અને પૂર્વજો અને ભગવાન બંનેનું સ્થાન અલગ-અલગ હોય છે. માટે બંનેના ફોટા એક જ જગ્યા પર ન મૂકવા જોઈએ.
👉 જે લોકો આ રીતે કરતાં હશે તેમના ઘરમાં અશાંતિ ફેલાશે. ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તે સિવાય પિતૃઓના ફોટાની સાથે જીવિત વ્યક્તિના ફોટા ક્યારેય ન લગાવવા. તેનાથી જીવિત વ્યક્તિની ઉંમર ઘટતી જાય અને તેમનો જીવ પણ જોખમમાં મૂકાય શકે છે.
જો આ પૂર્વજો ના ફોટા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.