Facewash મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક લોકો ફેસવોશ નો ઉપયોગ કરે છે. ફેસવોશનો ઉપયોગ લોકો પોતાના ચહેરાને મુલાયમ તેમજ સુંદર બનાવવા માટે કરતાં હોય છે. તેમજ ચહેરાને હંમેશા ખીલેલો રાખવા માટે લોકો ફેસવોશનો ઉપયોગ કરે છે. અત્યારે ખાસ કરીને હાલ ઉનાળાના દિવસો શરુ થઈ ગયા છે એટલે સ્વાભાવિક છે કે, ચહેરા પર વધુ પડતો પરસેવો રહે છે અને તેના કારણે ચહેરાની સ્કીન ઓઈલી રહે છે.
આમ જો ત્વચા ઓઈલી રહે તો સ્વાભાવિક છે કે ચહેરા પર ખીલ થશે અને જો ખીલ થશે તો તેના ડાઘ પણ ચહેરા પર રહેશે. આથી ખીલથી બચવા તેમજ પરસેવાથી રાહત મેળવવા માટે લોકો ફેસવોશનો ઉપયોગ કરે છે. આ ફેસવોશ ને લઈને લોકોના મનમાં ઘણા સવાલો રહેતા હોય છે. જેમ કે કયું ફેસવોશ સારું છે? અને ક્યાં ફેસવોશનો ઉપયોગ કરવાથી ચહેરો હંમેશા સુંદર બની રહેશે? આવા અનેક પ્રશ્નો થાય છે.
તમે બજારમાં મળતા અનેક કંપનીના ફેસવોશનો ઉપયોગ કરતા હશો જેમ કે, હિમાલયા, નીમ ફેસવોશ, એવરયુથ, ગ્લાનીયર, વગેરે જેવા બજારમાં મળતા ફેસવોશ. પણ ઘણી વખત આ બધા પ્રોડક્ટ નો ઉપયોગથી સ્કીનને નેગેટીવ રીઝલ્ટ મળી શકે છે અને તેનું કારણ તેમાં વપરાતા કેમિકલ્સ હોઈ શકે છે.
તમે વિશ્વાસ નહિ આવે પણ આ બધા પ્રોડક્ટમાં એવા ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ થાય છે જેના કારણે તમને લાંબા સમયે સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે. આથી તમારા માટે એ જાણવું ખુબ જરૂરી છે કે ભારતમાં બનતું કયું ફેસવોશ સૌથી વધુ અસરકારક તેમજ સેફ છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.
આપણા ચહેરાની સ્કીન શરીરના અન્ય ભાગ કરતા ખુબ પાતળી હોય છે. આથી કોઈપણ વસ્તુનો પ્રયોગ કરતા પહેલા ખુબ ધ્યાન રાખવું પડે છે. જો કે એક ટોક્સીસ ફેસવોશ નો ઉપયોગ લાંબા સમયે નુકસાન કરે છે. અહી આજે અમે તમને કેટલાક ફેસવોશ વિશે માહિતી આપીશું, જેમાંથી તમે જાણી શકશો કે કયું ફેસવોશ તમારા માટે સૌથી બેસ્ટ રહેશે.
- કેટેગરી 1
આ કેટેગરી ની અંદર તમે બજારમાં મળતા ફેસવોશ જેવા કે લેક્મી, પીઅર્સ, નિવિઆ, એવરયુથ, પ્યોર નીમ, ફેર એન્ડ હેન્ડસમ ફેસવોશમાં 10 થી વધુ ટોક્સીસ કેમિકલ્સ મળે છે. આ બધા ફેસવોશમાં કોઈને કોઈ કેમિકલ્સ મળે છે જે સ્કીન ને નુકસાન પહોચાડે છે. જેમ કે, પેરાબીન, સલ્ફેટ, આલ્કોહોલ, જેવા કેમિકલ્સ તેમાં જોવા મળે છે જે તમારી સ્કીનને ડેમેજ કરી શકે છે. આથી જો તમે આમાંથી કોઈ ફેસવોશનો ઉપયોગ કરતા હોય તો તે આજે જ બંધ કરી દો. આ વસ્તુ તમારી સ્કીનને નુકસાન પહોચાડે છે કેમ કે, તેમાં લગભગ 17 જેટલા ટોકસીસ કેમિકલ મળે છે.
- કેટેગરી 2
કેટેગરી 2 ની અંદર ગાર્નીયર મેન, ફેર એન્ડ લવલી, પોન્ડ્સ, ક્લીન એન્ડ ક્લીયર, એક્સ મેન વગેરે ફેશવોશ આવે છે. આ બધા ફેસવોશ કેટેગરી 1 થી સારા છે. તેમાં સલ્ફેટ નથી પણ તેમાં ટોકસીસ કેમિકલ્સ, કોસ્મેટીક કલર, જેવા તત્વો મળે છે. જે સ્કીનને નુકસાન પહોચાડે છે. તેનો ઉપયોગ વધારે કરવો નહીં અને બની શકે તો, તેનો ઉપયોગ પણ બંધ કરી દેવો જોઈએ.
- કેટેગરી 3
કેટેગરી 3 ના ફેશવોશ પોતાનામાં જ એક અલગ અંદાજ ધરાવે છે. આ ફેસવોશ જેવા કે, આયુષ, બાયોટીક, નોમાંર્ક્સ, હિમાલયા, VLCC, સૌદર્ય બાય પતંજલિ જેવા કંપનીના આ પ્રોડક્ટ પણ કેમિકલ્સ નો ઉપયોગ કરે છે. પણ તેની એટલી પબ્લીસીટી કરવામાં આવી છે જે લોકો તેના તરફ આકર્ષિત થાય છે. આ ફેશવોશમાં પણ ઘણા કેમિકલ્સ, કોસ્મેટીક કલર, જોવા મળે છે. જે સ્કીનને નુકસાન કરે છે.
આમ આપણે લગભગ 15 થી 20 પ્રોડક્ટ જોઈ લીધી જેમાં મોટેભાગે કેમિકલ્સ વપરાય છે ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે શું માર્કેટમાં એવી કોઈ ચકાસણી નથી કે, જેમાં આ બધી પ્રોડકટનો તપાસ કરવામાં આવે. તેનો જવાબ એવો છે કે, મોટેભાગે કોસ્મેટીક વસ્તુઓની એટલી કડક ચકાસણી નથી થતી. જેને કારણે મોટી કંપનીઓ સહેલાઈથી નીકળી જાય છે. આવા ફેશવોશ બનાવવાના બે કારણો રહેલા છે.
પેલું છે કે, બજારમાં પ્રોડક્ટ બને છે તેના માટે કેમિકલ્સ ખુબ સસ્તા પડે છે આથી નેચરલ વસ્ત્તું કરતાં સસ્તું બને છે. જયારે બીજું કારણ એ છે કે, આ કુદરતી રીતે પ્રોડક્ટ બનાવવામાં સમય પણ લાગે છે અને મહેનત પણ કરવી પડે છે. આમ હવે એ વિચાર આવે કે શું તો પછી બજારમાં થી કયું ફેસવોશ નો પ્રયોગ કરવો હિતાવહ છે.
- કેટેગરી 4
કેટેગરી 4 માં આવે છે હર્બલ ફેસ વોશ પાઉડર. જેમ કે પવિત્રાચાર ફેસવોશ, ઈશા પ્યોરલી નેચરલ ફેસ સ્કીનઝર, સીરોના એક્સફોલીએટિંગ, રસ્ટિક નેચરલ એંડ ઓર્ગેનિક નિમ બેસિલ ફેશવોશ, પ્લાન્ટેલોર મસૂરદાળ ફેશવોશ પાવડર, જો કે ફેસવોશ પાઉડર સૌથી વધુ અસરકારક છે. એવું એટલા માટે કારણ કે, આ પ્રોડક્ટ માં ખુબ જ સારા પ્રમાણમાં હર્બલ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આથી આ પ્રોડક્ટ અસરકારક તો છે જ પણ સાથે તે તમને સસ્તા પણ પડે છે.
જેમ કે BSD ઓર્ગેન્સનો 100 ગ્રામ હર્બલ પાઉડર ખુબ જ અસરકારક છે. જે તમને 175 રૂપિયા માં મળી રહે છે. આમાં તમને કુદરતી તત્વોનો ઉપયોગ જોવા મળશે જે તમને કોઈપણ રીતે નુકસાન નહિ કરે. રસ્ટિક નેચરલ એંડ ઓર્ગેનિક નિમ બેસિલ ફેશવોશ ભારતીય માર્કેટમાં ખુબ જ સારું છે. જે સ્કીનને ખુબ જ નેચરલ રીતે સુંદરતા આપે છે. જોકે તેનો ઉપયોગ ખુબ ઓછી માત્રામાં કરવો. બસ એક આંગળીમાં લઈને ચહેરા પર લગાવો અને તેને ઘસો. પછી પાણીથી ચહેરો સાફ કરી લો.
સીરોના એક્સફોલીએટિંગ ફેશવોશ પણ કુદરતી તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ત્વચા માટે પણ તે કુદરતી રીતે કામ કરે છે. બજારમાં મળતા અન્ય ફેસવોશના મુકાબલે સ્કીન માટે ખુબ જ સારું છે.
ઈશા પ્યોરલી નેચરલ ફેસ સ્કીનઝર આ ફેસવોશ પણ તમે યુઝ કરી શકો છો. તેમાં ટોકસીસ કેમિકલ નથી તેમજ સ્કીન માટે પણ ખુબ સારું છે. આમ તમે ઉપર જણાવેલ કોઈપણ હર્બલ ફેસવોશનો ઉપયોગ કરી શકો છો. તેમજ પોતાની સ્કીનને કેમિકલ સામે રક્ષણ આપી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.