કૂલેન્ટ ગાડીના એન્જીન માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પણ મોટા ભાગના લોકોને આ વાતની ખબર નથી હોતી. આજે કૂલેન્ટ વિષેની તમામ માહિતી તમને આપીશું જેથી તમને 👉 કૂલેન્ટ શું કામ કરે છે, 👉 કૂલેન્ટ કેમ જરૂરી છે, 👉 તેને ક્યારે બદલવું, 👉તેમાં પાણી મિક્સ કરવું કે નહીં, 👉 કૂલેન્ટ રસ્તામાં ખૂટે તો રેડીએટરમાં પાણી નંખાય કે નહીં, 👉ગાડીમાં ફક્ત કુલેન્ટ જ નાખીએ તો શું થાય, તે વિષે ના તમામ જવાબ આજે તમારી સમક્ષ લાવીશું, ધ્યાનથી પૂરો લેખ વાંચી લેજો. અમે તમને ગાડીના એક્સપર્ટ બનાવી દઇશું તે પાક્કું.
- ⚙️ કૂલેન્ટ શા માટે જરૂરી છે.- તેનું કામ શું હોય છે.⚙️
એન્જિનમાં ઉત્પન્ન હિટને (ગરમીને) ક્યાંક તો ટ્રાન્સફર કરવી પડે જેથી એન્જીન ઠંડુ રહી શકે અને સરળતાથી કામ કરી શકે. તે માટે કંપનીએ બે પ્રકારના એન્જિન બનાવ્યા છે (1) એર કૂલ્ડ એન્જિન (2) લિક્વિડ કૂલ્ડ એન્જિન. (3) ઓઇલ કૂલ્ડ એન્જીન પણ આવે છે. એર કુલ્ડ અને ઓઇલ કૂલ્ડ એન્જિન મોટાભાગે બાઈકમાં જોવા મળે છે પરંતુ હવે કેટલીક બાઈકમાં પણ તમને લિક્વિડ કોલ્ડ એન્જિન જોવા મળતા હોય છે.
પરંતુ કારમાં તો મોટા મોટા એન્જિન હોય છે તેથી કારમાં વધુ ગરમી પેદા થાય છે. એટલા માટે લિક્વિડ કોલ્ડ એન્જિન જ કામ આવે છે. કમ્બ્રેશન ચેમ્બરમાં જે હીટ પેદા થાય છે તેને કુલંટ રેડિયેટર સુધી લાવે છે ત્યારબાદ રેડીએશનમાં લાગેલો ફેન તેને બહાર ફેંકે છે જેથી એન્જિનનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થી વધતું નથી. જો 100 સે. થી ઉપર તાપમાન જાય તો એન્જિન માટે ખતરો ઉભો થાય છે
- ⚙️ કુલન્ટના મુખ્ય 3 કાર્ય હોય છે. જે નીચે મુજબ છે.⚙️
(1) (રસ્ટીંગ) – સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે આપણા એન્જિનનો કોઈ પણ ખરાબ ન થવો જોઈએ. કેમકે મોટાભાગના પાર્ટ એલ્યુમિનિયમ લોખંડ તેમજ હાર્ડ પ્લાસ્ટિકના બનેલા હોય છે તેમાં કુલન્ટ સૌથી પહેલા એન્જિનના કોઈપણ પાર્ટને કાટ નથી લાગવા દેતું. કેમ કે તેમાં જે લિક્વિડ હોય છે તે રસ્ટ ફ્રી એટલે કે કાટ ન લાગે તેવું હોય છે. પણ કુલેન્ટ ના બદલે પાણી નાખવાથી રસ્ટિંગની પણ સમસ્યા વધી શકે છે કેમકે પાણી બીજા સ્પેરપાર્ટ ને કાટ લગાવી શકે છે જો વધુ સમય પાણી રેડિયેટરમાં ભરેલું રહે તો અમુક પાર્ટને કાટ લાગવાની સંભાવના વધી જાય છે
(2) બોઇલિંગ – નો બોઇલિંગ પોઇન્ટ ઊંચો હોય છે મતલબ ખૂબ વધુ ગરમ તાપમાન હોવા છતાં કુલન્ટ આસાનીથી કામ કરે છે, તે વરાળ નથી બનવા લાગતું. આ કુલંટની સૌથી મોટી ખાસિયત છે. કુલન્ટની જગ્યાએ પાણી હોય તો શું થાય તે સમજો, પાણી એન્જિનમાં નાખો તો સૌ પ્રથમ તો ખૂબ હિટિંગ થાય છે. પાણી કુલન્ટ જેટલું હીટિંગ સહન નથી કરી શકતું માટે તેનાથી વધુ હિટ ઉત્પન્ન થવાથી એન્જિનના અમુક પાર્ટ ઓગળી પણ શકે છે અને એન્જિન તેનાથી ઓવર હીટિંગથી સીઝ પણ થઈ શકે છે.
(3) ફ્રિજ – કૂલેન્ટ માઇનસ 20-30 ડિગ્રી સુધી જામતું પણ નથી આ તેની સૌથી મોટી ખાસિયત છે. મતલબ અમુક બરફીલા એરિયામાં ગાડી લઈને ગયા હોય કે જ્યાં માઇનસમાં તાપમાન હોય દાખલા તરીકે શિમલા, કુલુ મનાલી વગેરે તો ત્યાં પણ કુલન્ટ આસાનીથી કામ કરે છે, પણ પાણી વધુ ઠંડીમાં ફટાફટ જામવા લાગે છે જેથી રેડિયેટરમાં પાણી જામવાની સમસ્યા ઊભી થાય છે અને જો એક વખત રેડિયેટરમાં અને હીટર કોઇલમાં પાણી જામી ગયું તો ગાડીને શરૂ કરવી ખૂબ જ મુશ્કેલ છે અને તેનાથી હિટિંગ નો પ્રોબ્લેમ પણ આવી શકે છે
⚙️ જો રસ્તામાં કુલન્ટ લીક થાય અથવા ખૂટી જાય તો પાણી નાખીને ચલાવી શકાય – હા ચોક્કસ, ચલાવી શકાય કોઈ વાંધો નથી. જો ગાડી લઈને તમે જતા હો અને રસ્તામાં કુલન્ટ લીક થાય અથવા તો કોઈ બીજી સમસ્યાના લીધે તમારે પાણી નાખવું પડે તો કશો વાંધો નથી. પાણી નાખીને તમે 200 – 500 કિલોમીટર આરામથી ગાડી ચલાવી શકો છો અને ગેરેજમાં જઈને રેડીએટર ફ્લશ કરીને પાણીની જગ્યાએ ફરીવાર કૂલેન્ટ નાખી શકો છો પણ જો કૂલેન્ટ તમને મળતું હોય તો પાણી નાખવાનું બને ત્યાં ટાળવું.
⚙️ કૂલેન્ટ ક્યારે ચેન્જ કરવું – જો તમારી ગાડી 20 હજાર કિલોમીટર ચાલી જાય એટલે ફરજિયાત પણે કૂલેન્ટ ચેન્જ કરી લેવું અથવા જો તમારી ગાડી 20,000 કિલોમીટર નથી ચાલતી અને ત્રણ વર્ષ થઈ ગયા છે તો પણ કૂલેન્ટ ચેન્જ કરી લેવું. ઘણી કંપની એમ કહે છે કે અમારી ગાડીમાં 50,000 કિલોમીટર ચાલે ત્યારબાદ કૂલેન્ટ ચેન્જ કરવું. પણ સલામતી માટે 20,000 ચાલે તો પણ કૂલેન્ટ ચેન્જ કરી લેવું. કેમ કે કૂલેન્ટ ની કિંમત ઓછી હોય છે પણ તેનાથી જો ખરાબી થાય તો તેનો ખર્ચો બહુ મોટો આવે છે.
⚙️ કેટલું કુલન્ટ અને કેટલું પાણી બંને સાથે મિક્સ કરવું.- આ સમસ્યા મોટાભાગના લોકોને થતી હોય છે આ મામલે સૌથી ઉત્તમ એ છે કે તમે એક લીટર કુલન્ટ અને 1 લિટર પાણી સાથે મિક્સ કરીને નાખો. જો તમારી ગાડીની કેપેસિટી 4 લીટર ની હોય તો 2 લિટર કુલન્ટ અને 2 લિટર પાણી નાખો. જો તમારી ગાડીની કેપેસિટી 6 લીટરની હોય તો 3 લિટર કુલન્ટ અને 3 લિટર પાણી નાખો. પણ પણ પણ..
ખાસ વાત એ કે આ રીતે જો પાણી તમે મિક્સ કરો છો તો કૂલેન્ટ હેવી ડ્યુટી વાળું લેવું. કેમકે એક બીજું પણ કૂલેન્ટ આવે છે જેને (R.T.U) કહે છે RTU મતલબ “રેડી ટુ યુઝ” જો તમે આર ટી યુ કૂલેન્ટ વાપરો છો તો ફક્ત આરટીયુ કુલન્ટ જ વાપરવું. તેમાં પાણી મિક્સ ભૂલથી પણ ના કરવો. કેમ કે કંપની તેમા પહેલેથી જ પાણી મિક્સ કરીને જ આપે છે.
ઘણા કૂલેન્ટમાં એવું પણ લખ્યું હોય છે કે 1 લીટર કૂલેન્ટમાં 4 લીટર પાણી નાખવું. પણ તે ભૂલ ક્યારેય ન કરવી. કંપની ગમે એવો દાવો કરે પણ આ ભૂલ ક્યારેય ના કરવી હંમેશા તમને જણાવ્યું તેમ તમને જણાવ્યું તેમ 1 લી. પાણી અને 1 લી. કુલન્ટ જ લેવું અને તેમાં પણ કુલન્ટ હેવી ડ્યુટી વાળું હોય તો જ પાણી મિક્સ કરવું.
⚙️ જો કૂલેન્ટ ની સાથે પાણી ના નાખીએ તો શું થાય એટલે કે ફક્ત કૂલેન્ટ જ નાખીએ તો શું થાય – જો ફક્ત તમે હેવી ડયુટી કુલન્ટ જ નાખો છો તો તેનાથી કશું નુકશાન નથી, ઉલટાનું તેનાથી તો એન્જિનને ફાયદો થાય છે. કેમ કે,
જો ફક્ત તમે કૂલેન્ટ જ નાખો છો તો તે હેવી ડ્યુટી પણ હોઈ શકે છે અને તમે R.T.U એટલે કે રેડી ટુ યુઝ પણ નાખી શકો છો. હેવી ડ્યુટી થોડું મોંઘું પડે છે જ્યારે R.T.U કેમ કે, તેમાં ઓલરેડી પાણી મિક્સ હોય છે એટલે તે થોડું સસ્તું પડે છે.
જો તમે ખરેખર ગાડીને સાચવવા માંગતા હો તો અમે તમને એવી સલાહ આપીએ છીએ કે તમે ફક્ત કુલન્ટ જ વાપરો તેમાં પાણી મિક્સ ના કરો, અને જો તમે હેવી ડયુટી કુલેન્ટ વાપરો તો ગાડી માટે સારી વાત કહેવાય, અને જે લોકો નિયમિત લોંગ રુટ પર ગાડીઓ ચલાવતા હોય તેમણે તો હેવી ડયુટી કુલેન્ટ જ વાપરવું જોઈએ.
⚙️ કૂલેન્ટ ખરાબ છે તેવી ખબર કઈ રીતે પડે – તો સૌ પ્રથમ તમે કોઈપણ કલરનું કોલ નાખ્યું હોય તો તેનો કલર સૌથી પહેલા થોડો ઝાંખો અથવા તો થોડો ઘાટો થઈ જાય છે અને તેમાં ત્યાં તમને થોડું રસ્ટિંગ જોવા મળશે થોડુંક ઉલન્ટ ઘણી વખત ઘાટું પણ થઈ જાય એટલે જોવા મળે છે. એટલે સમજવું કે કુલેન્ટ બદલવું પડશે. બાકી એક મશીન પણ આવે છે જેને ફુલેન્ટ ટેસ્ટર મશીન કહેવાય છે તે મશીનથી પણ તમે જોઈ શકો છો કે કુલન્ડ કેટલુ ઠીક છે અથવા તો કેટલું ખરાબ થયું છે. અને જો તમને ના ખબર પડે સર્વિસ વખતે સારા મિકેનિક ને પૂછી લેવું.
⚙️ ખાસ નોંધ 1 – ગમે ત્યારે તમે કુલંટ નાખતી વખતે જો તમને રેડિયેટરમાં કચરા જેવું કંઈ દેખાય તો સૌથી પહેલા રેડિયેટર સારી રીતે ફ્લશ કરાવો અને ત્યારબાદ જ તેમાં કુલન્ટ ભરાવો કેમ કે નહિતર તેમાં રહેલો કચરો તમારા એન્જિનને અથવા તો ફુલેન્ટની પ્રોસેસને ખરાબ કરી શકે છે.
⚙️ ખાસ નોંધ 2 – અત્યારે માર્કેટમાં બીજા પણ અમુક વધુ ફેસીલીટી ધરાવતા અથવા અલગ અલગ નામ વાળા કુલેન્ટ આવી ગયા હશે, તો જ્યારે તમે કુલેન્ટ ચેન્જ કરાવો ત્યારે તમારા ગાડીના ઉપયોગ મુજબ કરાવજો, તેમજ કુલેન્ટ વિષેના મૂળ નિયમો ઉપર મુજબ જ છે તેને ફોલો કરજો.
🚗 આ કુલન્ટ વિષેની માહિતી ગમી હોય તો કોમેન્ટમાં ફક્ત “COOL” જરૂર લખજો. જેથી અમને લાગે કે આ માહિતી આપણે ખરેખર ગમી છે. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.