👉 ઘણી મહિલાઓ અમુક સમયે રસોઈ વધારે બની ગઈ હોય તો ફેંકી દેતી હોય છે. ખરેખર કોઈએ પણ અન્નનો બગાડ કરવો જોઈએ નહીં. પરંતુ તેનો સદ્દઉપયોગ કરવો જોઈએ. કેટલીક વાનગી એવી પણ હોય છે જેનાથી તમે સ્કીન અને વાળને નવું રૂપ આપી શકો છો.
👉 ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિ રોજ કરતાં એકાદ રોટલી ઓછી ખાતા હોય, તો તે પડી રહેતી અથવા મહેમાન આવે ત્યારે કોઈ વાનગી વધું બની ગઈ હોય તો… ગૃહિણીઓ ફેંકવાની ભૂલ કરતી હોય છે. તે સિવાય વાસી રોટલીમાંથી તમે સ્ક્રબ બનાવી શકો છો. કેટલીક વસ્તુ છે જેનાથી તમે ચહેરો, પગ, હાથ પર નિખાર લાવી શકો છો. જાણીએ વધેલી વાનગીમાંથી કેવી રીતે સ્કીન-વાળ તેમજ હાથ કે પગને સુંદર બનાવી શકાય છે.
👉 ઓટ્સનો ઉપયોગ- અમુક વ્યક્તિ ડાયેટ કરતાં હોવાથી રાત્રે ઓટ્સ પલાળી સવારે નાસ્તામાં તેનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ કેટલીક વખત રાંધેલા ઓટ્સ પણ પડી રહેતા હોય છે. તો તેને ફેંકવાની ભૂલ કર્યા કરતાં તેનો સદ્દઉપયોગ કરો. કેમ કે 2 દિવસ પલાળેલા ઓટ્સ ધીમેધીમે બગડવા લાગે છે. તેથી તેનો ખાવામાં ઉપયોગ ન કરી શકાય, પરંતુ તેનાથી સ્કીન કેર કરી શકાય છે. ફેસ પર પેક કે સ્ક્રબની જેમ લગાવી શકાય અથવા તો બોડી સ્ક્રબ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
👉 વધેલી રોટલી- કેટલીક વખત આપણે રોટલી વધે એટલે છાશ કે કોરી વઘારીને ખાતાં હોઈએ છીએ પણ તેનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરી શકો છો. તે સ્ક્બ તમે બોડી કે ફેસ પર લગાવી શકો છો. તેના માટે વધેલી રોટલીના ઝીણાં ઝીણાં ટુકડા કરવા પછી તેમાં મધ કે દહીં ઉમેરી પેસ્ટ તૈયાર કરવી. આ સ્ક્રબમાં તમે એલોવેરા જેલ ઉમેરીને પાર્લર જેવું સ્ક્રબ ઘરે તૈયાર કરી સ્કીનને ચમકાવી શકો છો.
👉 વધેલા ફળ- આપણે ઘરે ફ્રૂટ્સ લાવીએ અને અમુક સમય સુધી પડયાં રહેતા બગડવા લાગતાં હોય છે. ઘણી વખત તો એટલા પાકી જાય છે કે તેમાંથી ખરાબ સ્મેલ આવવા લાગે છે સાથે સ્વાદ પણ બદલાય જાય છે. તે સમયે સીધા ડસ્ટબિનમાં ફેંકી દેતા હોઇએ છીએ. તો એવું કર્યા કરતાં તેનાથી પગ, ફેસ, બોડીને ચમકાવી શકો છો.
👉 – જો કેળાં વધારે પાકી જાય એટલે ઢીલાં થઈ જતાં હોય છે. તેને છાલ સાથે સ્મેશ કરી મધ મિક્સ કરી ફેસપેક બનાવવું જોઈએ. સફરજનનો જ્યૂસ બનાવી તમે પગમાં લગાવી શકો છો તે એન્ટી બેક્ટેરિયલનું કામ કરે છે.
👉 – એવી જ રીતે નારંગીને પણ તમે સ્મેશ કરી ફેસ કે બોડી સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. જો કિવી અથવા એવાકાડો વધારે પાકી જાય તો તેને ફેંકશો નહીં તેનાથી બોડી સ્ક્રબ તૈયાર કરી સ્કીન કેર કરી શકો છો.
👉 બગડેલું દૂધ- આપણે દૂધ બગડી જાય એટલે તરત પનીર બનાવી લઈએ છીએ, પરંતુ તે સિવાય બીજો ઉપયોગ કરી શકીએ છીએ. જો દૂધ બગડી જાય તો તેમાંથી પનીર અલગ કરી તેનું પાણી બીજા વાસણમાં લઈ સામાન્ય તાપમાન પર ગરમ કરવું અને તે ઠંડું થાય એટલે તેમાં લીંબુનો રસ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું. તે મિશ્રણને વાળ પર લગાવવું. તેનાથી દૂધમાં રહેલું પ્રોટીન વાળને મળશે જેથી તમારા વાળ જાડા થશે અને પણ ગ્રોથ થતો દેખાશે. આ પાણી ન્યુટ્રીશનનું કામ કરે છે.
👉 દહીં વડે- દહીં લાંબો સમય રહે તો ખાટું થઈ જતું હોય છે તો તેને વાળમાં લગાવી શકો છો. તેનાથી શિયાળામાં ખોડાની સમસ્યા દૂર થશે અને ખોપરીની સફાઈ પણ થશે. વધારે ખાટું દહીં તમે ચહેરા પર લગાવશો તો ફેસપેકનું કામ કરશે.
👉 વધેલો ભાત- કેટલીક વખત ભાત જ્યારે વધે તો આપણે રાત્રે ખીચડી, ઢેબરા અથવા મૂઠિયા કરતાં હોઇએ છીએ. પરંતુ તમને ખબર નહીં હોય કે તેનાથી વાળને ચમકાવી શકો છો. તો અમુક સમયે ભાત વધારે રંધાય જતાં ફેંકવાનો જીવ ન ચાલતો હોય તો વાળ માટે ઉપયોગમાં લઈ શકો છો.
👉 સૌ પ્રથમ ભાતને થોડું પાણી નાખી ઉકાળો તે ભાત ઉકળશે એટલે સફેદ પાણી દેખાવા લાગશે પછી ગેસ બંધ કરી દો. ત્યાર બાદ આ પાણી ઠંડું થાય એટલે વાળમાં લગાવો. તેનાથી તમે માથું પણ ધોઈ શકો છો.
👉 તમારા વાળ મજબૂત અને ભરાવદાર બનશે કારણ કે ચોખાના પાણીમાં કાર્બોહાઈડ્રેટ અને ઇનોસીટોલ રહેલું હોય છે. જે વાળ માટે ન્યુટ્રિશન્સનું કામ કરે છે. આ રીતે વધેલી રસોઈથી તમે ઘરે સ્કીન, હેર, ફેસને સુંદર બનાવી શકો છો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.