ઘણા લોકોનું સપનું હોય છે કે તેમના બેંક ખાતામાં કરોડો રૂપિયા હોય, પરંતુ મર્યાદિત આવક અને મોંઘવારીના કારણે બચત કરી શકતા નથી. આપણે બધા જાણીએ છીએ તેમ મોંઘવારીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જે સામાન્ય વ્યક્તિ માટે આજે જીવન મુશ્કેલ બની ગયું છે. દરેક વ્યક્તિની પહેલી જરૂરિયાત છે પૈસા. પૈસા વગર અત્યારે જીવન આગળ વધી શકે તેમ નથી.
પરંતુ જો વ્યક્તિ આગવું આયોજન કરી પૈસા માટે કરેલું હોય તો તે ભવિષ્યમાં કામ આવે છે. આજે અમે તમને એવી જ એક વાત જણાવીશું જેને જાણીને તમે પણ ભવિષ્યમાં પૈસાદાર વ્યક્તિ બની શકશો. આજે તમને એક એવા પ્લાન વિશે જણાવશું જેમાં રોજ માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને અમુક વર્ષ પછી તમને 1 કરોડ જેટલા રૂપિયા મળી શકે છે. આ સ્કીમના માધ્યમથી તમારે માત્ર રોજ 20 રૂપિયાનું જ રોકાણ કરવાનું છે. તો ચાલોને જાણી નાખીએ..
કઈ ઉંમરથી કરી શકો રોકાણ- જો તમારી ઉંમર 20 વર્ષ છે, (મોટી ઉંમર છે તો પણ વાંધો નહિ તમને પણ બચાવી શકો છો, અથવા તમારા પુત્ર અથવા પુત્રીને આ વાત કહી શકો છો) અને તમે હવે રોજના 20 રૂપિયા બચાવવાના શરૂ કર્યા તો તમારે એક મહિનાના લગભગ 600 રૂપિયા થઈ જશે. અને તે પૈસા તમે 35 કે 40 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.
આટલા મહિના સુધી કરી કરવું પડશે રોકાણ- તમે દરરોજ 20 રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો. 480 મહિનાઓ સુધી રોકાણ કરવું પડશે. SIP વિશે તો દરેક જણ જાણતું જ હશે. આ મ્યુચલ ફંડમાં મહિને આ 600 રૂપિયાનું રોકાણ કરી શકો છો. કેટલાક ફંડ તો એવા પણ છે જેણે 15 થી 20 ટકા સુધીનું રિટર્ન આપે છે.
આ રીતે બની શકશો કરોડપતિ- આજના સમયમાં કોઈપણ વ્યક્તિ રોજના 20 રૂપિયા બચાવીને મહિનાના 600 રૂપિયા સુધી બચત કરી શકે છે. જેમાં તમારે આ રકમ ભેગી કરી મ્યુચુઅલ ફંડમાં SIPમાં રોકાણ કરવાની રહેશે. તમને 40 વર્ષે 2 કરોડથી લઈને 10 કરોડ રૂપિયા મળી શકશે. આ પૈસા કેટલા થશે તે SIP ની રેટ ઓફ રીટર્ન (ટકાવારી) પર આધાર રાખે છે. જેની સમજ નીચે મુજબ છે..
આ રોકાણ 40 વર્ષ સુધી દર મહિને 600 રૂ, ના રોકાણ લેખે તમે કુલ (600*480 મહિના= 2,88,000) નું રોકાણ થશે. અને જો આ રોકાણ પર તમને 15% જેટલો વાર્ષિક રેટ ઓફ રીટર્ન હશે તો, તેના આશરે 40 વર્ષ પછી તમને અંદાજે 2 કરોડ રૂપિયા થશે, 16 % જેટલો રેટ ઓફ રીટર્ન હશે તો, અંદાજે 2.6 કરોડ રૂપિયા થશે, 17% જેટલો રેટ ઓફ રીટર્ન હશે તો, અંદાજે 3.6 કરોડ રૂપિયા થશે, 18% જેટલો રેટ ઓફ રીટર્ન હશે તો, અંદાજે 5 કરોડ રૂપિયા થશે, 19% જેટલો રેટ ઓફ રીટર્ન હશે તો, અંદાજે 7.1 કરોડ રૂપિયા થશે, અને 20% જેટલો રેટ ઓફ રીટર્ન હશે તો, 40 વર્ષ પછી તમને અંદાજે 10.1 કરોડ રૂપિયા મળી શકે છે. એટલે કે તમે કરોડપતિ બની જશો.
- રોકાણ કરતા પહેલા ખાસ ધ્મયાનમાં રાખવા જેવી બાબતો
SIP નક્કી કરેલા દિવસ પસંદગી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પહેલાથી જ નક્કી કરેલી રકમ બેંક ખાતામાંથી લઈને રોકાણ કરી દે છે (આને ઓટો ઇન્વેસ્ટ કહેવાય). ત્યાર બાદ ભલે બજારમાં તેજી હોય કે મંદી SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત ચાલુ રાખે છે. માટે પૈસા ડૂબવાનું જોખમ રહેતું નથી. અને જો લાંબા સમયગાળા માટે SIPમાં રોકાણ કરો તો તમને રિટર્ન પર રિટર્ન મળતું રહે છે. અને તમે અંત સુધી ચાલુ રાખો તો મોટું ફંડ ઊભું થઈ શકે છે.
આ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ પર આધાર રાખે છે, ઘણી વખત માર્કેટ નીચું હોવાને લીધે તમે ઇન્વેસ્ટ કરેલી રકમ ઓછી પણ થઇ જાય છે. પણ આ સમયે મોટા મોટા અનુભવી ઇન્વેસ્ટરો તેવું કહે છે કે આ સમયે પૈસા મ્યુચ્યુઅલ ફંડમાંથી ઉપાડી લેવા નથી, માર્કેટ ઊંચું આવવાની રાહ જોવી અને SIP શરુ રાખવી. (પછી આખરી પસંદગી આપ કરી શકો છો)
મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળે તે વ્યક્તિ જ જીતે છે કે જે શાંતિ રાખીને બેસી રહે, રોજ રોજ માર્કેટ ઊંચું નીચું થયા કરે પણ તમારે પેનિક બનીને સતત ઇન્વેસ્ટ કરેલી રકમ પર ધ્યાન વારંવાર ના કરવું. તેનાથી તમારું મન ડામાડોળ થાય છે અને નક્કી કરેલા લક્ષાંક સુધી તમે નથી પહોચી શકતા.
અને રોકાણ માટે એક સારો મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવો, અને તેની બધી શરતો સમજવી, ના સમજાય તો અનુભવી અને વિશ્વાસુ માણસ પાસે જઈને તેના વિષે માહિતી મેળવવી, જો તમને મ્યુચ્યુઅલ ફંડ કેવા કેવા હોય છે અને તેની સારી અને ખરાબ શરતો કઈ કઈ હોય છે તે વિષે માહિતી મેળવવી હોય તો, “કોમેન્ટમાં “PART-2” લખો. અમે મ્યુચ્યુઅલ ફંડ વિશેની બીજી જરૂરી શરતો અને મ્યુચ્યુઅલ ફંડના કેટલા પ્રકારો હોય અને ક્યાં મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરવું જોઈએ તે વિષે સમજ આપતો લેખ લખીશું.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે અનુભવીની મદદ જરૂર લેવી. – ધન્યવાદ.