અત્યારના સમયમાં કેન્સરની બીમારી એક ભયંકર બીમારી બની ગઈ છે. તેને શરીરની બહાર કાઢવી ખુબજ મુશ્કેલી વાળી વસ્તુ છે. લગભગ ભારતમાં 15% લોકો કેન્સરના શિકાર બને છે અને તેનું મોત પણ થઈ જાય છે. 100 કેન્સરના દર્દી માથી લગભગ 10 દર્દી કેન્સરથી બચે છે. બાકીના 90 લોકો ધીરે ધીરે મોત તરફ જતાં રહે છે. કેન્સર એક એવી બીમારી છે જે લોકો તેમાં ધ્યાન નથી રાખતા તે જલ્દીથી મોત તરફ જાય છે. આજે આપણે જે વિષય ઉપર વાત કરીશું તે ખાવાના ખોરાક ઉપર છે અને તેવા ઘણા ખોરાક આપણે રોજિંદા જીવનમાં સેવન કરીએ છીએ.
આ વસ્તુનું સેવન કરવાથી લોકોમાં વધારે કેન્સર જેવી બીમારી થઈ રહી છે. આપણે વર્લ્ડ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીના દિવસે માનવીએ છીએ. તો ચાલો આજે જાણીએ કે કેન્સર ક્યાં કારણે શરીરમાં વધારે થાય છે તેવી કઈ વસ્તુ ખાવાથી કેન્સર જેવી બીમારી શરીરમાં જલ્દી ઊભી થાય છે. અત્યારે લોકો દારૂ, પાન, માવા જેવા વ્યસનો વધારે કરી રહ્યા છે લોકોને તેના કારણે પણ કેન્સર થાય છે પણ અમુક લોકો તેનું સેવન નથી કરતાં છતાં તેમને કેન્સર થાય છે તેના વિષે તમે વિચાર્યું છે ક્યારે ? તે શું કામ થાય છે.
તો ચાલો આજે આવી થોડી ખાવા પીવાની વસ્તુ વિષે વાત કરીએ જેનાથી કોઈ વ્યસન વગર કેન્સર થાય છે. તમે પણ આ આર્ટીકલ વાંચી કોઈ તમારા પરિવારમાં કે સગા કે સબંધીમાં આટલી વસ્તુનું વધારે સેવન કરતાં હોય તો તેમને આ આર્ટીકલ મોકલો અથવા તેના વિષે તેમને પણ જાણ કરી તે વસ્તુનું સેવન કરતાં અટકાવો જેથી તે કેન્સર જેવી બીમારીથી દૂર રહે.
સૌથી પહેલી વસ્તુ છે, કોલડ્રિંક. હા દોસ્તો ઘણા લોકો છે જેમને નિયમિત કોલડ્રિંકનું સેવન કરવું ગમતું હોય છે. પણ તે આદત તમને અને તેમના પરિવારને કેટલી નુકસાન પહોચાડે છે તે નહીં જાણતા હોય. એવી ઘણી શોધમાં જાણવા મળ્યું છે કે, કોલડ્રિંક બનાવવા માટે વપરાતું કેમિકલ કેન્સરના તત્વો પેદા કરવામાં વધારે કામ કરે છે. કોલડ્રિંકમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે જેનાથી ડાયાબિટીસ જેવી સમસ્યા થવાની શક્યતા રહે છે. તે માટે કોલડ્રિંકને બને તેટલું ઓછું ઉપયોગમાં લેવું જોઈએ નિયમિત તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તમારા સ્વાસ્થ માટે હાનિકારક સાબિત થાય છે.
બીજી વસ્તુ છે નોનસ્ટિક વાસણનો ઉપયોગ. અત્યારે લોકોને તેના વજન વધવાથી ખુબજ ડર લાગે છે. તેની માટે તે હળવો ખોરાક લેવાનું પસંદ કરે છે અને તેની માટે ઓછું તેલ ઓછું ઘી ખાવાનું પસંદ કરે છે. તે ભોજન બનાવવા માટે નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરે છે પણ તે લોકો નથી જાણતા કે, જે વાસણનો તે ઉપયોગ કરે છે તે વાસણ ઉપર એક કેમિકલ લગાડવામાં આવ્યું હોય છે અને તે કેમિકલ વાસણ ગરમ થવાના કારણે થોડું થોડું નીકળીને બનાવેલી વસ્તુ સાથે મિક્સ થાય છે.
તે ભોજનનું આપણે સેવન કરીએ છીએ. તેના કારણે શરીરમાં કેન્સરના તત્વો જમા થાય છે. બને તો લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી કોઈ નુકસાન નથી અને શરીર માટે ખૂબજ ઉપયોગી પણ છે. લોખંડની અંદર બનાવેલા ભોજનને અંદરથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી બધાજ ભોજનના તત્વો અંદર રહે છે.
ત્રીજી વસ્તુ છે મશીનમાં ગરમ કરીને બનાવેલી વસ્તુ. અત્યારે લોકો પાસે ભોજન બનાવવાનો સમય નથી અને તેને જલ્દીથી ભોજન ગરમ કરવા માટે મશીનો ઉપયોગ કરે છે એટલે કે, માઇક્રોવેવે ઓવન નો ઉપયોગ કરે છે, પણ તમે જાણો છો કે, તે મશીનનો ઉપયોગ કરીને બનાવેલો ખોરક કેન્સર જેવી બીમારી આપી શકે છે. મશીનમાં બનતો ખોરાક દેખાવમાં સારો અને પાકેલો દેખાય છે પણ તેની અંદર રહેલા ગરમ કિરણો ખાવાની વસ્તુ પર ખરાબ અસર કરે છે અને તે ખાવાની વસ્તુ કેન્સરનું કારણ બની જાય છે.
ચોથી વસ્તુ છે, રેડ મીટ એટ્લે કે, લાલ મટન. અત્યારે તમે સાંભળી રહ્યા છો કે, હિન્દી ફીલ્મોના ઘણા મોટા મોટા સ્ટારોને કેન્સરની બીમારી હોય છે. તેનું મુખ્ય કારણ છે કે, તે લોકો વધારે રેડ મીટનું સેવન કરતાં હોય છે. આ વસ્તુના સેવનથી ત્વચા સુંદર રહે છે પણ સાથે સાથે મોટી બીમારી પણ લાવી શકે છે. અત્યારે ચહેરાને વધારે ચમકાવવા તે લોકો રેડ મીટનું સેવન કરે છે અને તેના કારણે તેમને કેન્સરની બીમારી સમાન્ય રીતે થવા લાગે છે. તે માટે રેડ મીટનું સેવન સૌથી ઓછું કરવું જોઈએ.
પાંચમી વસ્તુ છે, ચા અને કોફીનું સેવન. અત્યારે ભારતમાં 70% જેટલું ચા અને કોફીનું સેવન થઈ રહ્યું છે. ચા અને કોફીના સેવનથી ઘણા લોકો મોત તરફ આગળ વધી રહ્યા છે. તેનું કારણ છે તેને બનાવવાની પ્રોસેસ. ચા અને કોફીને કલર આપવા માટે અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ચા લાલ કરવા માટે તેની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ ઉપયોગ કરવા પડે છે. તે કેમિકલ શરીર માટે ખુબજ હાનિકારક છે.
ચા ના સેવનથી શરીરમાં આવતા રોગો વધે છે તેનું કારણ છે કે ચાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. ચાનું વધારે સેવન કરવાથી તે કેમિકલથી એક દિવસ આપણાં શરીરમાં કેન્સરની સમસ્યા ઊભી કરે છે. તે માટે ચા અને કોફીનું સેવન ના કરવું જોઈએ અને કરો તો પણ સાવ ઓછા પ્રમાણમા કરવું જોઈએ. આટલી વસ્તુનું ખાસ કરીને ઓછા પ્રમાણમા સાવન કરવું જેથી શરીરમાં કેન્સર જેવી બીમારી ક્યારે પણ થાય નહીં.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.