જાપાનની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો વિશ્વમાં પ્રખ્યાત છે. એવી જ રીતે જાપાનીઝ છોકરીઓની સુંદરતા પણ ચાર ચાંદ લગાવતી હોય છે. તેમની ચમકતી ત્વચા અને કાળા વાળ દરેકનું મન મોહી લેતા હોય છે. જેટલી ભારતની સ્ત્રીઓ સૌંદર્યને લઈ સજાગ છે તેટલી જ જાપાનની મહિલાઓ પણ વર્ષોથી સજાગ છે.
દરેક જાપાનીઝ મહિલા મોટી ઉંમરે પણ યુવાન દેખાતી હોય છે. તેમને જોઈને ખ્યાલ નથી આવતો કે તેમની ઉંમર 40-50 વર્ષ હોય. તેની પાછળનું રહસ્ય છે. કેટલીક બ્યુટી ટિપ્સ. તેમના ચહેરા પર ક્યારેય દાગ, ધબ્બા કે કરચલી જોવા મળતી નથી. તેમની સ્કીન લાંબા સમય સુધી યુવાન દેખાય છે. તેની પાછળનું કારણ છે ફેસમાસ્ક. જેના કારણે જ તે યુવાન દેખાતી હોય છે. તો ચાલો જાણીએ તેમના બ્યુટી સિક્રેટ વિશે. જે આપણા ચહેરાને પણ સુંદર બનાવશે. તમે આ ફેસમાસ્ક ઘરે બનાવી શકો છો.
તેના માટે આટલી સામગ્રી જોઈશે- ફેસમાસ્કમાં વપરાતી દરેક વસ્તુ તમને સહેલાઈથી રસોડામાં મળી રહેશે,👉સામગ્રી – એક મુઠી ચોખા લેવા, તેમાં અડધો ગ્લાસ દૂધ, 4 ચમચી મધ.
👇 હવે આ પધ્ધતિથી ઘરે બેઠા બનાવો ફેસમાસ્ક- સ્ટેપ બાય સ્ટેપ. 👇
માપ પ્રમાણે લીધેલ ચોખાને અડધો કલાક સુધી પાણીમાં પલાળી રાખવી, પછી તેને ગેસ પર ચડવવા મૂકો. -દસથી પંદર મિનિટ સુધી આ ચોખાને પાણીમાં ઉકાળો. -પછી તેને ગાળી લેવા, જેથી પાણી અને ચોખા અલગ થઈ જશે. ત્યાર બાદ એક કડાઈમાં એક ગ્લાસ જેટલું દૂધ ગરમ કરો.
-તે દૂધ ઉભરો આવે એવું થાય ત્યાં સુધી ઉકાળો પછી ગેસ બંધ કરી દેવો. દૂધને પણ ચોખાની જેમ ગાળી લેવું અને ઠંડુ થવા મૂકવું. સાવ ઠંડુ ન કરતા નવશેકું રાખવું. -હવે તેમાં મધ, ઉકાળેલા ચોખા, ઉકાળેલું દૂધ, ચોખાનું પાણી પણ નાખવું. આ બધી વસ્તુને બરાબર મિક્સને પેસ્ટ તૈયાર કરવી.
-આ પેસ્ટને ચહેરા પર લગાવવી અને પેસ્ટ સૂકાય ત્યાં સુધી ચહેરા પર લગાવી રાખવી. – ચહેરાને સાફ કરવા માટે મોટાભાગે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અહીં આપણે ચોખા ઉકાળેલું જે પાણી બચ્યું હોય તેનાથી સાફ કરવાનો રહેશે.
-આ પ્રયોગથી ડાઘ ધબ્બા દૂર થઈ જશે. કેમ કે ચોખાના પાણીમાં એન્ટી ઓક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જે ડેડ થયેલી સ્કીનને રિમૂવ કરવાનું કામ કરે છે. જેનાથી રોમછિદ્રો સાફ થાય છે. અને ચહેરા પર કરચલીઓ પડતા અટકાવે છે. આ રીતે ફેસમાસ્ક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરશે.
– તે સિવાય પણ જાપાની મહિલાઓ આહારમાં ખૂબ ધ્યાન રાખે છે. ફળ, માછલી, લીલી શાકભાજીનો વધારે ઉપયોગ કરે છે. તે શરીરને બાહ્ય સુંદરતા અને આંતરિક સુંદરતા પણ અપાવે છે. -તે બહાર નિકળે ત્યારે હંમેશાં છત્રી રાખે છે. જેથી સૂર્યના યુવી કિરણોથી બચાવે છે. માટે બને તો તમારે પણ છત્રીનો અતવા વ્હિકલ પર જાવ ત્યારે દુપટાનો ઉપયોગ કરવો.
આ રીતે જે એન્ટી-એજિંગનો ગુણ ચોખામાં રહેલો હોય છે. તે કરચલી, ખીલ, દાગ દૂર કરવાનું કામ કરે છે. અને આ બધી વસ્તુ ચહેરાથી દૂર રહેશે તો ચહેરો કુદરતી રીતે સુંદર બનશે અને ચમકવા લાગશે. તો કેવો લાગ્યો આ બ્યુટી આર્ટીકલ. જો ગમ્યો હોય તો અન્ય સ્ત્રીઓ સાથે શેર પણ કરજો.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.