જો તમે પણ કાયમ માટે પોતાનું વજન ઓછુ કરવા માંગો છો તો આજે અમે તમને જાપાનના લોકોની એક ખુબ સરળ રીત વિશે જણાવીશું. તમે જોયું હશે ટીવીમાં કે મોબાઈલમાં કે જાપાનીઝ લોકો ખાસ કરીને જાપાનીઝ સ્ત્રીઓ ના શરીર એકદમ સ્લીમ હોય છે. એટલે સુધી કે જાપાનીઝ સ્ત્રી એક બે બાળકોની માતા હોય તોપણ એકદમ સ્લીમ દેખાય છે. આખરે શું કારણ છે કે જાપાનીઝ સ્ત્રીઓ આટલી પાતળી હોય છે?
મિત્રો આપણે વજન તો ઓછુ કરવા માંગીએ છીએ પણ આપણે આપણી ડાયેર માં જે વસ્તુઓ સામેલ કરવી જોઈએ એ તો આપણે સામેલ નથી કરતા. જેને કારણે વજન ઓછુ થવાની જગ્યાએ વજન વધતું જાય છે. કારણ કે આપણે વજન ઓછુ કરવા માટે જે કસરત થવા તો યોગ કરીએ છીએ તેની સામે આપણે ખોરાકમાં કાપ નથી મુકતા. હવે તમે જાપાનીઝ લોકોની આ એકદમ સરળ રીત અપનાવીને વજન વધારાથી મુક્તિ મેળવી શકો છો.
ઘણા જાપાનીઝ લોકો પોતાનું વજન ઓછુ કરવા માટે સવારના નાસ્તામાં સાથે એક ગ્લાસ ગરમ પાણીની સાથે બે કેળા ખાઈ છે, આ એકદમ સરળ રીત છે. હવે તમે વિચારશો કે આ કેળા અને ગરમ પાણી કઈ રીતે કામ કરે છે ? ચાલો તો તમને આ વિશે વધુ જણાવી દઈએ. (પહેલા પાણી પીયને પછી કેળા ખાય છે.)
- કેળા તમારું વજન ઓછુ કરી રીતે કરે છે.
કેળામાં પાચનતંત્ર સારુ કરે છે તેમજ તેનાથી તમારી પાચનક્રિયામાં સુધારો આવે છે. તેમજ કેળા મેટાબોલીજ્મ સીસ્ટમ ને સરળ કરવાના ગુણ રહેલા છે. કેળામાં ફાઈબર નું પ્રમાણ હોવાથી તે પેટમાં કબજિયાત નથી થવા દેતું. જેના કારણે શરીરનો કચરો બહાર નીકળી જાય છે. આથી કાર્બોહાઈડ્રેટ ના વધારાના અવશોષણને રોકવામાં મદદ કરે છે.
તેમજ જો તમે સવારમાં કેળાનું સેવન કરો છો તેનાથી તમારું પેટ ભરેલું રહે છે અને તમને ભૂખ ઓછી લાગે છે આથી તમે ભૂખ કંટ્રોલ કરી શકો છો. હવે આ કેળાનું સેવન કેવી રીતે કરશો. તમારે સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવાનું છે. પછી લગભગ અડધી કલાક પછી 1 થી 2 કેળા ખાવાના છે. જો કે તમે કેળાનું પ્રમાણ પોતાની રીતે વધારી કે ઘટાડી શકો છો.
સેન્પિન ટી (જેસ્મીનના ફૂલની ચા) – જેસ્મીન ટી એ એક પ્રકારની ગ્રીન ટી જ છે. પણ આ ટી નો ઉપયોગ જાપાનના ઓકીનાવા વિસ્તારમાં રહેતા લોકો ખુબ કરે છે. તે એવો વિસ્તાર છે જ્યાં 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની સંખ્યા સૌથી વધુ છે. આ જેસ્મીન ટી નો ઉલ્લેખ “ઇકીગાઈ” બુક માં કરવામાં આવેલો છે. આ ટી મેટાબોલીઝમ અને હદય માટે ખુબ સારી છે. તેમજ વૃદ્ધત્વ ને નોતરતા કોષોને દુર કરે છે.
વિવિધ પ્રકારના બોર – એટલે કે જો તમે પોતાની ડાયેટ માં બોરને સામેલ કરો છો તેનાથી તમને ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવામાં મદદ મળે છે. તેમજ તેના સેવનથી તમને આખા દિવસની ઉર્જા પણ મળી રહે છે. આથી પોતાની ડાયેટ માં બોરને સામલે કરો.
સ્ટ્રોબેરી – સ્ટ્રોબેરી એટલે કે ખુબ ખાટું મીઠું ફ્રૂટ છે. જે ખાવામાં ખુબ સરળ અને પોષક તત્વોથી ભરપુર છે. જો તમે દરરોજ 6 થી 7 સ્ટ્રોબેરી ખાવ છો તેનાથી તમને ઘણો ફાયદો થશે. તેનાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મા વધારો થાય છે. તેમજ તેનાથી તમારી ત્વચા સુંદર, ચમકદાર, અને લાંબા સમય સુધી જવાન રહે છે.
દાડમ – દાડમ પણ તમારો વજન ઓછો કરવામાં મદદરૂપ થાય છે. આથી તમે દરરોજ એક લાલ દાડમ ખાઈને વજન ઓછો કરી શકો છો. આમ દાડમ એ તમને એન્ર્જો પ્રદાન કરે છે સાથે સાથે તે ડાયાબીટીસ ના દર્દી માટે પણ ખુબ ફાયદાકારક છે.
ચેરી – જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો તમે પોતાની ડાયેટ માં ચેરીને પણ સામેલ કરી શકો છો. કારણ કે ચેરીમાં ઘણા એવા તત્વો રહેલા છે જે તમારું વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આથી તમારી દરરોજ ખાલી પેટ ચેરી ખાવી જોઈએ.
સફરજન – જો કે તમે પોતાની ડાયેટ માં સફરજન પણ સામેલ કરી શકો છો. સફરજન લાલ અને લીલા બંને આવે છે. પણ લાલ સફરજન વધુ ફાયદાકારક છે. સફરજન એ વિટામીન સી થી ભરપુર છે. તેમજ તેમાં ફાઈબરનું પ્રમાણ પણ જોવા મળે છે. જે પાચન ક્રિયા સારી કરે છે. તેમજ તે ભૂખને પણ કંટ્રોલમાં રાખે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.