👉 ભારતીય લોકોનું જીવન છે તે સર્વ ઉત્તમ જ છે પરંતુ વિદેશી લોકોનું જે શ્રેષ્ઠ છે તેને આપણે નકારી તો ન જ શકાય જેમ કે જાપાની લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ સારી છે. આ લોકો પોતાની આ લાઈફ સ્ટાઇલને લઈને જ હેલ્ધી રહે છે. આ જાપાની લોકોની ભોજનની જે આદત છે તે ખૂબ જ બેસ્ટ છે તે લોકો ખોરાકને ઓછી ઓછી કોન્ટિટીમાં ખાય છે અને ખૂબ જ ચાવીને ખાવાનું રાખે છે. સાથે લીલશાકભાજી ને પણ તે લોકો શેકીને બાફીને ખાવાનું પસંદ કરે છે.
👉 આ રીતે ખાવામાં આવેલો ખોરાક ખૂબ જ ઝડપથી પચી શકે છે. માત્ર એટલું જ નથી પણ આ લોકો ભોજન બાદ વોકિંગ કરવા માટે પણ જાય છે. તો જાપાની લોકોની ભોજનની આદત જો ભારતીય લોકો અનુસરે તો તેનો ઘણો જ ફાયદો ભારતીયોને થઈ શકે છે. તો ચાલો તેઓની કઈ સારી આદતો છે તેને જોઈએ.
👉 જાપાની લોકો હાઇ ન્યુટ્રિશનયુક્ત ખોરાક લે છે તે લોકો ભાત અને લીલા શાકભાજીનું સેવન વિશેષ કરે છે. આ બંને સારી રીતે બાફેલા કે શેકેલા હોવાના કારણે તેને પચાવવા ખૂબ જ સરળ બને છે. આ પ્રકારનો ખોરાક લેવાતો હોવાથી પાચનને લગતી કોઈ સમસ્યા ઊભી થતી જ નથી.
👉 જાપાની લોકો પોતાના ભોજનની શરૂવાત જ સુપથી કરતાં હોય છે. સૂપ પીવાના ઘણા જ ફાયદા છે. સૂપ પીવાથી શરીર હેલ્ધી રહે છે શરીરને એક પ્રકારની એનર્જી મળે છે જાપાની લોકો મીસો સૂપથી લઈને નુડલ્સ સૂપ જેવા ઘણા જ પ્રકારના સૂપ પોતાના ભોજનમાં સમાવે છે. જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ ટેવ પણ અપનાવવા જેવી છે.
👉 સાંજનું ભોજન વહેલા લેવાની ટેવ રાખવી જોઈએ. આ આદત આપણને હેલ્ધી રાખવા માટે છે જાપાની લોકોમાં આ ટેવ રહેલી છે તે લોકો લગભગ રાતના 7 વાગ્યાની આસપાસ પોતાનું ડિનર કરે છે. આ સમયે લેવામાં આવેલ ડિનર પચાવવામાં સરળ રહે છે. ભોજન બાદ ઘણું જ હલનચલન થવાના કારણે તે પચવું સરળ બને છે.
👉 જાપાની લોકોની એક વિશેષ હેબિટ પણ અપનાવી શકાય. તે લોકો ગ્રીન ટી લેતા હોય છે આ ટી પીવાના ઘણા જ ફાયદા છે તે ચરબીને ઘટાડી વજન કંટ્રોલમાં રાખે છે. તે સાથે જ શરીરમાં બનતો નકામો કચરો શરીરમાંથી બહાર કરવામાં મદદ કરે છે.
👉 જાપાની લોકો પોતાના રૂટિનમાં વોકિંગ અને સાયકલિંગનો પણ સમાવેશ કરતાં હોય છે. ભોજનબાદ જો સાયકલિંગ કે વોકિંગ કરવામાં આવે તો ખોરાક આસાનીથી પચી જાય છે. તો ભારતીય લોકો આ ટેવને પોતાના રૂટિનમાં સમાવીને એક હેલ્ધી લાઈફ જીવી શકે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.