મિત્રો ધ્યાન કરવું એ કોઈ સહેલી વાત નથી. જો કે તે કોઈ અતિ મુશ્કેલ બાબત પણ નથી. એટલે કે જો તમે મનમાં એક વખત નિશ્ચિત કરી લો કે મરે ધ્યાન કરવું તો તમે કોઈપણ સ્થિતિમાં ધ્યાનમાં બેસી શકો છો. પણ તે માટે જરૂરી છે કે તમારો ઈરાદો મજબુત હોવો જોઈએ.
ધ્યાનની વાત કરીએ તો આપણે ત્યાં એટલે કે ભારતમાં વેદિક સમયમાં, પ્રાચીન સમયમાં ઘણા એવા ઋષીઓ થઈ ગયા છે જેમણે ધ્યાન કરવાની વાત પર ઘણા પુસ્તકો લખ્યા છે. આપણા ભારતીય ગ્રંથોમાં આ વિશે તો લાખો પુસ્તકો તમને મળી રહેશે. ધ્યાન એ તો આપણા દેશમાં પૌરાણિક સમયથી ચાલ્યું આવે છે.
પણ આજના યુગમાં કોઈપણ માનવીને ધ્યાન કરવું સહેલું નથી કારણ, કે આજની લાઈફ જ એવી વ્યસ્ત થઈ ગઈ છે કે લોકોને પોતાના માટે પણ સમય નથી. એવામાં ધ્યાન ધરવું કોઈપણ માણસ માટે મુશ્કેલ થઈ પડે છે. પણ જો તમે ખરેખર ધ્યાન ધરવા માંગો છો તો તે માટે આજે અમે તમને જાપાનીઝ લોકોની ધ્યાન ધરવાની આ એકદમ સરળ રીત વિશે જણાવીશું.
ધ્યાન એ મન અને જાગૃતિ સાથે સંબંધ ધરાવે છે. એક જાપાનીઝ શબ્દ છે lchigyo zammai જેનો અર્થ થાય છે કે ધ્યાન માટે પુરેપુરી પ્રેક્ટીસ કરવી. આ શબ્દ સાંભળવામાં જેટલો સહેલો લાગે છે એટલો જ તે પ્રેક્ટીસ કરવામાં મુશ્કેલ છે. કારણ કે આપણે આપણો મોટાભાગનો સમય વિચારોમાં એટલે કે દીવાસ્વપ્ન માં વિતાવીએ છીએ. એટલે કે આપણે લગભ 47% સમય વિચારોમાં જ પસાર કરીએ છીએ.
આમ જેટલા તમે વિચારોમાં પોતાનો સમય વિતાવો છો એટલા જ તમે દુઃખી થાવ છો અને તમને કહી દઈએ કે જયારે પણ તમારું મન ભટકે છે ત્યારે તમે એટલે જ દુઃખી થાવ છો. એક જાગૃતિ વિહીન માણસ દિવસમાં 50-70 હજાર વિચારો કરે છે. એટલે કે તે દિવસના 16 કલાક જાગતા તે 70=0.822 પ્રતિ સેકેંડ વિચારો કરે છે. એટલે કે દરેક 4 સેકેંડ માં આપણે લગભગ 5 વિચારો કરીએ છીએ. આમાંથી 90% વિચારો તો જુના જ હોય છે.
ઘણી વખત તો એવું બને છે કે ગણ વિચારો તો વર્ષો સુધી એકને એક જ ચાલ્યા કરે છે. આ કારણે જ આપણે આવી સ્થિતિમાં ધ્યાન બિલકુલ નથી કરી શકતા. આ વિશે પોતાની પુસ્તક ‘Zen mind, beginner’s mind’ માં sunryu suzuki કહે છે કે જયારે પણ તમે કોઈ કામ બિલકુલ શાંત થઈને કરો છો ત્યારે તમારો સાચો સ્વભાવ સામે આવી જાય છે.
એટલે કે તમારે પોતાની સામે જે બની રહ્યું છે તેમાં સાક્ષી ભાવે ઉભું રહેવાનું છે. જે થઈ રહ્યું છે તેને થવા દો. એટલે કે તમે જો બેસો છો તો માત્ર બેઠા રહો, જો તમે ભોજન કરો છો તો માત્ર ભોજન કરો, જો તમે હસી રહ્યા છો તો માત્ર હસો, જો તમે રડી રહ્યા છો તો માત્ર રડો. એકદમ બાળકની જેમ તમારે બનવાનું છે.
આપણું મન એ બાળક જેવું છે જેને તમે ગુસ્સો નથી કરી શકતા માત્ર તેને પ્રેમથી સમજાવી શકાય છે. આમ તમારે ધ્યાન કરવા માટે થોડી બેઝીક પ્રેકટીસની જરૂર હોય છે. જેના વિશે sunryu suzuki થોડી પ્રેક્ટીસ વિશે વાત કરે છે ચાલો તો તેના વિશે જાણી લઈએ.
- પોતાના શરીરની જાગૃતિ રાખો
આ વિશે sunryu suzuki કહે છે કે જો તમે પોતાના શરીરનું ધ્યાન એકદમ યોગ્ય રીતે રાખી શકો છો તો કોઈ મુશ્કેલી નથી. એટલે કે જો તમે વાકા બેઠા છો તો તમારા વિચારો પણ ઢીલા હોય છે એટલે પહેલા પોતાના શરીરને સીધું રાખતા શીખો. તેનાથી તમારા આડાઅવળા વિચારો સીધા થઈ જશે.
- પોતાની શ્વાસ આવતી-જતી જોયા કરો
આ પણ ધ્યાન કરવાનો એક ઉપાય છે. આપણી શ્વાસ એ એક ઝૂલા સમાન છે. તે સતત ચાલતી રહે છે. તેને ચાલવામાં કોઈ અડચણ નથી આવતી. આથી જયારે પણ તમે ધ્યાન કરવા માંગો છો ત્યારે પોતાની શ્વાસ પર નજર કરો. થોડી ક્ષણો માટે તમે આમ કરશો તો તમે જોશો કે તમારા મનની આસપાસ ભટકતા વિચારો શાંત થઈ જશે અને આ બધું શાંત થવાની સ્થિતિ જ ધ્યાન કરવું કહેવાય છે. આથી પોતાની શ્વાસ પર ધ્યાન લગાવો.
- પોતાના મનને એક રસ્તા સમાન માનો
માની લો કે તમારું મન એક રોડ કે રસ્તો છે જેમાં અનેક વાહનો જેવા કે કાર, બાઈક, બસ આવે છે અને જાય છે. આ વાહનોને પોતાના વિચારો સમજો અને તમે એક ઘરની બારીમાંથી આ બધું જોયા કરો. તમારા મનમાં એક પછી એક વિચાર આવે છે અને જાય છે. તમારે કોઈપણ વિચાર પર કોમેન્ટ કરવાની જરૂર નથી. માત્ર તેને જોયા કરો. થોડી વાર પછી તમે જોશો કે તમારા મનમાં વિચારોનું ટ્રાફિક ઓછુ થઈ જશે અને તમે હળવા થઈ જશો.
- પોતાની જાગૃતિ જાળવી રાખો
મન એક એવું ટ્રાફિક જામ છે જ્યાં વિચારો સતત આવ્યા જ કરે છે કારણ કે, મન એ વધુ સમય સુધી શાંત નથી રહી શકતું. તેમાં એક પછી એક વિચારો આવે છે. પણ તમારે આ વિચારોને જોવાના છે, તેને જાણવાના છે અને તેને સમજવાના છે કોઈ એક્શન નથી લેવાની અને માત્ર વિચારોને સમજો. તેની પ્રતિક્રિયા ન આપો. આ જ તમારા મનની જાગૃતિ બને છે.
- ધ્યાન કરવાનું રહસ્ય
જો કે જયારે તમે ધ્યાન કરવાનું શરુ કરો છો ત્યારે અનેક મુશ્કેલી આવે છે. જે તકલીફ દરેક લોકોને થાય છે. આથી મન એ બાળક સમાન છે. તેના પર ગુસ્સો ન કરો પણ તેને પ્રેમથી સમજાવો. જો તમારું મન ખુબ જ જલ્દી ભટકે છે તો તેને પ્રેમથી પાછું લાવો. શાંતિ રાખો અને પ્રેમથી વર્તન કરો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.