આજકાલ છોકરા-છોકરી જોવા જઈએ ત્યારે તેનો દેખાવ, સ્વભાવ અને જોબ કરે છે કે નહીં, કેટલું ભણેલો છે, આ રીત આપણે છોકરા કે છોકરીની માહિતી મેળવીએ છીએ. તેમાં સૌથી મહત્ત્વની વાત તો રહી જ ગઈ કે છોકરો અથવા છોકરી ઉંચી છે કે નીચી. જો બંનેમાંથી કોઈની હાઇટ નીચી હોય તો સામેના પક્ષ વાળા ના પાડી દેતા હોય છે. કહે છે કે બહુ નીચો દેખાય છે કે બહુ નીચી છે.
તેમજ અમુક વખત લોકો વધુ ચરબી ધરાવતા હોય તો, તેણે પોતાને ઘણી વખતે એવું લાગતું હોય છે કે, મારામાં કાઈક કમી છે. તે પાતળા છોકરી-છોકરાને જોઈને તેણે એમ થતું હોય કે, અમે આવા હોત તો, તો આજે તમને આ લેખમાં સાથળ અને કામરની ચરબી કેવી રીતે ઓછી કરે અને ઉંચાઈ કેવી રીતે વધારવી તેના વિશે માહિતી આપીશું. તેની સાથે ફિટ પણ રહેશો.
કમર અને સાથળ સ્લિમ બનાવવા માટે – આપણે ઉંચાઈ વધારવાની સાથે ફિટ પણ રહેવાનું છે તો તેના માટે દોરડા કૂદવા જોઈએ. તેનાથી તમને બે લાભ થશે. ઉંચાઈ પણ વધશે સાથે સાથે વજન પણ ઘટવા લાગશે. દોરડા કૂદવાથી પગ અને સાથળની ચરબી પીગળવા લાગે છે. જેથી તમે દિવસે દિવસે સુંદર દેખાવા લાગશો. દોરડા કેવા નિયમ સાથે કુંડવાના છે તે નીચે જણાવેલું છે સ્ટેપ બાય સ્ટેપ.
આ રીતે દોરડા કુદવાનું શરૂ કરો – અને તેનાથી તમને ચરબી ઓછી કરવામાં મદદ મળશે.
-સંશોધનમાં જાણવા મળ્યું છે કે દોરડા કૂદવાથી હાડકાનો વિકાસ થાય છે. જેના કારણે થોડી હાઇટ વધે છે. સાથે દોરડા કૂદવાથી તમારું વજન ઘટવા લાગશે. અને તમે પાતળા દેખાવાની સાથે ઉંચાઈ પણ દેખાવા લાગશે.
-દોરડા કૂદવી આપણા શરીરના ખેંચાવ ઉત્પન્ન થાય છે. જેનાથી તમારા શરીરની લંબાઈ વધશે. તે ઉપરાંત એક્સરસાઇઝ કરવાથી શરીરની મસલ્સ અને લીગમેન્ટ ખેંચાવા લાગે અને સંકોચાય પણ છે. જેના લીધે પણ શરીર વધવા લાગે છે.
-હવે તમને જણાવ્યું કે દોરડા કૂદવાથી શરીરની ચરબી ઘટે છે. તો તમારે શરૂ કરી દેવાનું એવું નથી હોતું. તેના પણ કેટલાક નિયમો છે. જો તમે નિયમિત 50 દોરડા કૂદો છો તો તે પ્રમાણે ચાલું રાખવું. તેનાથી વધારવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
-તમે જ્યારે આસાનીથી 100 દોરડા કૂદી જાવ તો રોજ ધીમે ધીમે કરી દોરડા કૂદવાની ક્ષમતામાં વધારો કરી શકો છો. અને જો તમે ફક્ત 10 દોરડા જ કૂદી શકો છો તો, 10 જ દોરડા કુદવા જોઈએ. વધુ ના કુદવા જોઈએ. પછી ધીમે ધીમે સંખ્યા વધારતી જવાની પણ અચાનક સંખ્યા નથી વધારી દેવાની.
-સ્કીપિંગ કરતાં કરતાં વચ્ચે પાણી પીવું જરૂરી છે. કારણ કે દોરડા કૂદવાથી આપણને શ્વાસ લેવો પડતો હોય છે. અને જેના કારણે ડિહાઇડ્રેશન થઈ જાય છે. માટે થોડી વાર ઉભા રહી આરામ કરવો ત્યાર બાદ પાણી પીવું. પાછા દોરડા કૂદવાના શરૂ કરવા જોઇએ.
પણ જ્યારે પાણી પીવો તે પહેલા દોરડા કુદયા હોય તો, શરીરને નોર્મલ થવા દેવું ત્યાર બાદ પાણી પીવું જોઈએ. અને પાણીપીધાં બાદ 5-10 મિનિટ પછી દોરડા કુદવા જોઈએ. આ વાત અતિ મહત્વની છે આને ખાસ યાદ રાખજો.
-થોડા દિવસોમાં તમને વજન ઘટતું લાગશે અને લંબાઈ પણ વધશે. -તમારી કેપેસીટી હોય તે પ્રમાણે દોરડા કૂદવા તેનાથી વધારે કૂદવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમજ આ ક્રમ લાંબો સમય જાળવી રાખવો મહત્વ નો છે. તેનાથી તમને સારો ફાયદો થશે.
- દોરડા કૂદતા પહેલા વાંચો કેવા લોકોએ ન કૂદવા જોઇએ-
-બ્લડ પ્રેશરની બીમારી હોય. -શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય. -હૃદયને લગતી બીમારી હોય તો દોરડા ન કૂદવા જોઈએ, તેનાથી હાર્ટને અસર થતી હોય છે.
-શરીરમાં અતિશય વધારે ચરબી હોય તેવા વ્યક્તિએ દોરડા ન કૂદવા જોઈએ. અથવા ડૉક્ટરની મદદ લઈને થોડા થોડા ધીમે ધીમે ટ્રાય કરવા. -તમે દોરડા કૂદવાના શરૂ કરો અને બીજી કોઈ પણ બીમારી હોય તો ડૉક્ટરની સલાહ પહેલા લેવી.
અહીં જણાવેલ માહિતી જેમ બને તેમ વધુ સ્ત્રીઓ પાસે પહોંચે તેવા પ્રયત્નો જરૂરથી કરવા જોઈએ. તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.