તમે જોયું જ હશે કે દરેક વ્યક્તિઓના ઘરમાં આટલું જરુરથી જોવા મળે છે અને તેઓ માટલામાં પાણી ભરીને તેનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો માત્ર માટીના માટલાનું પાણી પીતા હોય છે, વડીલો કહેતા હોય છે કે, કોઈપણ ઋતુ હોય પરંતુ તમારે હંમેશા માટલાનું જ પાણી પીવું જોઈએ આજે આપણે જાણીશું કે માટલામાં એવી કઈ ત્રણ વસ્તુ રાખવામાં આવે જેનાથી આપણે આજીવન રોગમુક્ત રહી શકીએ.
આ ત્રણ વસ્તુ ક્યારે નાખવાની છે – અમુક સ્ત્રીઓ રાત્રે પાણીનો ઘડો ભરી લેતી હોય છે, તો રાત્રે જ્યારે તમે પાણીનો ઘડો ભરી લો ત્યારે આ 3 વસ્તુઓ ભરેલા ઘડામાં નાખી દેવાની છે, અને અમુક સ્ત્રીઓ સવારે વહેલા પાણીનો ઘડો ભરે છે તો, તેઓએ સવારે આ 3 વસ્તુ નાખવાની છે.
પણ રાત્રે ભરેલા ઘડામાં આ વસ્તુ નાખવાથી થોડો ફાયદો વધુ થાય કેમ કે, આ 3 વસ્તુઓ આખી રાત પાણીમાં રહે એટલે પાણીની ગુણવત્તા ખુબ વધી જાય છે. અને પાણીમાં આ 3 વસ્તુઓના ગુણધર્મો પણ આવી જતા હોય છે. તો ચાલો જાણીએ એ ત્રણ વસ્તુઓ કઈ કઈ છે.
🪙 તાંબાના સિક્કા – માટલામાં તાંબાના બે થી ત્રણ સિક્કા નાખવાથી માટલા માં રહેલું પાણી શુદ્ધ થઈ જાય છે અને તાંબા માં જોવા મળતા ગુણ આપણા શરીરમાં આવી જાય છે અને આમ તેમાં તાંબાના સિક્કા નાખવાથી આપણા ચહેરા ઉપર ખીલ અને ફોલ્લીઓ થતી નથી અને આપણા શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે.
આમ પણ. તાંબુ એ કુદરતી ફિલ્ટર છે, આયુર્વેદમાં પણ તાંબામાં રાખેલા વાસણના અનેક ફાયદા જણાવ્યા છે. તો આપણે જયારે પાણીના ઘડામાં પાણીના તાંબાના સિક્કા નાખો છો ત્યારે તાંબાના સિક્કાના કણો પાણીમાં ભલે છે અને તેનાથી શરીરને ખુબ ફાયદો થાય છે.
🥈 ચાંદીના સિક્કા – માટલામાં 1-2 ચાંદીના સિક્કા નાખવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ચાંદીની તાસીર ઠંડી હોય છે અને તેનો ઉપયોગ કરવાથી પાણીમાં રહેલા જંતુઓ દૂર થઈ જાય છે. અને આપણા શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર કાઢે છે. તેમજ પાણીમાં ચાંદીના સિક્કા નાખવાથી તે પાણી પીવાથી વ્યક્તિનો શારીરિક તથા માનસિક રીતે વિકાસ થાય છે.
તમે જોયું હશે કે, નાના બાળકને પણ ચાંદીની ચમચીથી ખવરાવવામાં આવે છે, તેનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેમજ બીજા જંતુઓ પણ ચાંદીના સંપર્કમાં આવ્યા બાદ નાશ પામે છે માટે ચાંદી શરીર માટે ઉત્તમ છે તેમ કહી શકાય.
🏺 રુદ્રાક્ષ – પાણીના માટલામાં બે રુદ્રાક્ષ નાખવાથી ઘણા બધા ફાયદા મળે છે. રુદ્રાક્ષ આપણા શરીરમાં ઓક્સિજન લેવલની વધારવાનું કામ કરે છે. જેમને અસ્થમા નો પ્રોબ્લેમ છે અથવા તો જેમના શરીરમાં ઓક્સિજનની માત્રા ઓછી હોય છે તેઓ આ પાણીનું સેવન કરી શકે છે.
અમુક દિવસો બાદ શું કરવું – અમુક દિવસો થાય અને પાણીના સમ્પર્કમાં આવ્યા બાદ સિક્કાઓ થોડા જાખાં કે મેલા લાગે તો તેને છાશ વડે અથવા લીંબુ વડે નાખવાથી ફરી નવા નક્કોર થઇ જશે ત્યાર બાદ ફરી ઘડામાં સિક્કાઓ નાખવા લાગવું. તો રુદ્રાક્ષનું શું કરવું તે જાણો…
રુદ્રાક્ષ ઘણા સમયે તમને લાગે તો બદલાવી લેવો જોઈએ અથવા એ પણ ચાલે કોઈ વાંધો નથી – પણ અમુક એરિયાનું પાણી બહુ ખરાબ હોવાથી રુદ્રાક્ષ પણ ખરાબ થઇ શકે છે. તો તેઓએ બદલાવી લેવો જોઈએ. અને બાકી જો, તમને એમ લાગે કે રુદ્રાક્ષ બરોબર છે તો કશો વાંધો નથી તો ના બદલાવો ઓ પણ ચાલે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.