મહાભારતમાં કૌરવો અને પાંડવોની, શ્રી કૃષ્ણ અને એક મહાન યોદ્ધા દાનવીર કર્ણની વાત કરવામાં આવી છે. જેમ કુંતી માતા પાંડવોની માતા કહેવાતા હતા તેવી જ રીતે દાનવીર કર્ણની પણ તે માતા જ હતા. કુંતી માતા કુંવારી માતા બન્યા હતા. કર્ણ તેમનો પહેલો પુત્ર હતો. તે સૌ કોઈ જાણે છે.
કર્ણના પિતા સૂર્ય દેવ હતા. આ બધી વાત પાંડવોથી છૂપી હતી. જ્યારે મહાભારતના યુદ્ધની શરૂઆત થવાની હતી, તે સમય દરમિયાન કર્ણ તેમનો ભાઈ છે તે વાત જાણવા મળી હતી. પાંડવોને જાણી ઘણું દુખ થયું હતું. પરંતુ જ્યારે યુદ્ધ થયું ત્યારે કર્ણ કૌરવ પક્ષે લડતો હતો. તેથી તે પાંડવોનો ભાઈ હોવા છતાં દુશ્મન બન્યો હતો.
કર્ણનું મૃત્યુ અર્જુનના બાણથી થયું હતું તે મોટાભાગના લોકો જાણે છે. પણ તેના અંતિમ સંસ્કાર કઈ જગ્યા પર, કેવી રીતે કરવામાં આવ્યા હતા. તે બહુ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને કર્ણના મૃત્યુ અને સંબંધિત રહસ્યો વિશે જણાવિશું.
-જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ જતા તે બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે સમયે અર્જુનને તેણે કહ્યું કે. હે અર્જુન… જ્યાં સુધી હું રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢું ત્યાં સુધી તું મારી પર વાર ન કરતો. અને આ વાક્ય સાંભળી અર્જુન થંભી ગયો.
-શ્રી કૃષ્ણે યુદ્ધ વખતે જોયું કે અર્જુન થંભી ગયો છે ત્યારે કહ્યું કે અર્જુન કેમ અટકી ગયો છે? બાણ ચલાવ, અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને જણાવ્યું, યુદ્ધના નિયમના વિરુદ્ધ છે ભગવાન, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ કરાવ્યું કે જ્યારે અભિમન્યુ લડી રહ્યો હતો ત્યારે પણ એકલો જ હતો, તે યુદ્ધના નિયમ વિરુદ્ધ નહોતું? ભિષ્મ પિતામહે પણ યુદ્ધના ક્યા નિયમો અપનાવ્યા હતા? તમારી પત્ની દ્રૌપદીને પણ ભરી સભામાં વેશ્યા કહી હતી ત્યારે કોઈને વિચાર ન આવ્યો…તેનું અપમાન યાદ કરાવ્યું હતું.
-આ બધી વાતોથી અર્જુનને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે કર્ણ પર બાણ ચલાવ્યું. અને તે બાણ કર્ણની પીઠ પર લાગ્યું હતું. અર્જુને જે બાણ ચલાવ્યું હતું તે બાણ ભગવાન શિવના વરદાનમાં મળેલું બાણ હતું. તે બાણનું નામ પાશુપસ્ત્ર હતું.
-અર્જુનના બાણથી પીડાય રહેલો કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એની પરિક્ષા લેવાનું મન થયું. શ્રી કૃષ્ણ બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કર્ણ પાસે ગયા. અને તેમણે કહ્યું કે મારી દીકરીના લગ્ન છે. તેને લગ્નમાં આપવા માટે મારી પાસે દાનમાં આપવા માટે કંઈ જ નથી. મારી પાસે સોનું પણ નથી મને તે આપ.
-ત્યારે કર્ણ બોલ્યો કે, મારી પાસે દાનમાં આપવા માટે કંઈ નથી. તે સમયે કૃષ્ણ બોલ્યા સોનાનો દાંત તારી પાસે છે, તે મને આપ. ત્યારે કર્ણ બોલ્યો પથ્થર મારીને મારો આ દાંત કાઢી લઈ લો. બ્રાહ્મણ બનેલા કૃષ્ણ બોલ્યા, હું દાન લેવા આવ્યો છું, તે આ રીતે ન લઈ શકું. તમારે આપવાનું હોય. આ વાત સાંભળી કર્ણએ જાતે દાંત પર પથ્થર માર્યો અને દાંત કાઢીને દાનમાં આપી દીધો.
-બ્રાહ્મણે તે દાંત હાથમાં ન લીધો અને કહ્યું કે દાંત પવિત્ર કરીને આપ. ત્યારે કર્ણે તેનું બાણ ચલાવ્યું અને તે જમીનમાંથી ગંગા નદી બહાર આવ્યા દાંત પવિત્ર થઈ ગયો. ત્યારે કર્ણ સમજી જાય છે કે આ બ્રાહ્મણ કોઈ દેવતા કે પરમાત્મા છે. માટે તેણે બ્રાહ્મણને પોતાનું અસલીરૂપ બતાવવા માટે આજીજી કરી.
-તેનું દાનીપણું જોઈ કૃષ્ણ ખુશ થઈ ગયા અને તેને વરદાન માંગવા કહ્યું, ત્યારે કર્ણ કહે છે કે અત્યાર સુધી મેં ક્યારેય માંગ્યું નથી, પરંતુ આજે મને એક વરદાન આપો. મારો જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે. માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય કે જ્યાં પહેલા કોઈના અંતિમ સંસ્કાર ના થયા હોય એવી મારી ઇચ્છા છે. (કુંવારી જમીન એટ્લે જ્યાં આ પહેલા કોઈના અંતિમ સંસ્કાર ના થયેલા હોય, ત્યાં કર્ણ ના અંતિમ સંસ્કાર કરવા એમ)
-ત્યારે કૃષ્ણે આ જમીન શોધી અને જે સુરત પાસે આવેલી તાપી નદીના કિનારે અશ્વિનીકુમારોના મંદિર પાસે મળે છે. અંતે કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવ્યા હતા. પાંડવોને પણ આ જમીન પ્રત્યે પ્રશ્ન ઉત્પન્ન થયો કે આ જમીન કેવી રીતે કુંવારી હોઈ શકે કે સાબિત કરી શકાય. ત્યારે કર્ણ ખુદ પ્રગટ થયો અને કહ્યું કે તાપી મારી બહેન છે, અશ્વિનીકુમાર મારા ભાઈ છે, હું એક સૂર્ય પુત્ર છું, મારો જન્મ કુંવારી માતા દ્વારા થયો છે. માટે મારા અંતિમ સંસ્કાર પણ કુંવારી જમીનમાં થયા છે.
-જ્યારે પાંડવો આગળ કહે છે કે પ્રભુ અમને તો ખબર પડી કે આ જમીન કુંવારી છે. પરંતુ હવે જે પણ પેઢી આવશે તેમને કેવી રીતે જાણ થશે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે આ જમીન પર એક વટવૃક્ષ થશે, જેમાં ત્રણ પાંદડાં આવશે. જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના પ્રતીક હશે. સાથે તેમણે એ પણ જણાવ્યું કે સાચા મનથી જે કોઈ પ્રાર્થના કરશે તેની ઇચ્છા પૂર્ણ થશે. આજે પણ ત્યાં વટવૃક્ષ આવેલું છે. જેમાં 3 પાન આવે છે.
-આજે પણ તે જગ્યા પર ત્રણ પાંદડાં ઉગે છે. જે કર્ણના અંતિમ સંસ્કાર થયાની સાબિતી આપે છે. આ વટવૃક્ષ આપણા ગુજરાતમાં આવેલું છે. અને આ જગ્યા પર જે કોઈ આવે છે તેની લાઈફ સેટ થઈ જાય છે. તેવી કૃપા ભગવાન કૃષ્ણની અને કર્ણની રહેલી છે. આજે પણ સુરતમાં મોટા મોટા દાની જોવાં મળે છે, જે તેની સાબિતી છે. અને સુરત આજે ગુજરાતનું સૌથી ફાસ્ટ રીતે વિકાસ પામતું સિટી છે.
તમને આ માહિતી કેવી લાગી, જો તમને આ માહિતી ગમી હોય તો, કોમેંટમાં “જય શ્રી કૃષ્ણ” જરૂર લખજો. આશા રાખીએ છીએ કે, આ માહિત તમને ગમી હશે. જો તમને આવા બીજા દ્રષ્ટાંત ગમતા હોય તો ” મહાભારત-2″ તેમ પણ લખજો. જેથી મહાભારત ની આવી બીજા દ્રષ્ટાંત તમારી સમક્ષ લાવીશું. – આ લેખ વાંચવા બદલ ધન્યવાદ.