મહાભારતમાં કર્ણના પાત્રને સૌ કોઈ જાણે છે. તે સૂર્ય અને કુંતીના પુત્ર હતા. કુંતીએ લગ્ન પહેલા તેને જન્મ આપ્યો હતો. ઘણા સમય સુધી તો કર્ણને પણ ખબર નહોતી કે તે કુંતીનો પુત્ર અને પાંડવોનો જયેષ્ઠ ભાઈ છે. જ્યારે ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું એમ કહી શકાય છે.
મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે કર્મ તેના મિત્ર દુર્યોધન તરફથી પાંડવો વિરુદ્ધ લડવાનો હતો. યુદ્ધ શરૂ થયું અને જ્યારે અર્જુન અને કર્ણ સામસામે યુદ્ધ કરવાના હતા ત્યારે ખબર પડી કે કર્મ પાસે જે કવચ-કુંડળ છે. તેના દ્વારા અર્જુન કર્ણને ક્યારેય હરાવી નહીં શકે. માટે જો તેની પાસે રહેલા કવચ કુંડળ તેની પાસેથી ઉતારી લેવામાં આવે તો કર્ણને હરાવી શકીએ.
કર્ણ પસે જે કવચ-કુંડળ હતા તેને જન્મથી મળ્યા હતા, તે કોઈ સામાન્ય કવચ ન હતું. જ્યારે કુંતીએ પુત્રપ્રાપ્તિના મંત્રથી ભગવાન સૂર્યની આરાધના કરી હતી. ત્યારે સૂર્ય પ્રસન્ન થયા અને કુંતીને એક પુત્ર આપ્યો હતો, તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું. સાથે તેમણે એ પણ કહ્યું કે આ પુત્ર ખૂબ જ તેજાયમાન હશે. ભગવાન સૂર્ય એ તેમને જન્મથી જ કવચ કુંડળ આપ્યા હતા. અને દિવ્ય કવચ કુંડળ જ્યાં સુધી કર્ણ પાસે રહેશે ત્યાં સુધી તેને કોઈ હરાવી શકશે નહીં. પરંતુ કુંતી માતા ત્યારે કુંવારા હોવાથી તેને સ્વીકારી શકે તેમ નહોતા. માટે તેમણે કર્ણને એક ટોપલીમાં મૂકીને નદીમાં વહેતો કરી દીધો.
હવે જ્યારે અર્જુન અને કર્ણના યુદ્ધની વાત આવે ત્યારે કર્ણ જીતી જશે, એ વાતની ખબર હોવાથી ઇન્દદ્રેવે કર્ણ પાસે રહેલા કવચ-કુંડળ લઈ લેવાની ઉક્તિ વિચારી. જેથી અર્જુન યુદ્ધમાં વિજયી બની શકે. કર્ણ મોટો દાનવીર હતો તે સૌ કોઈ જાણતું હતું, તે ક્યારેય માગનારને ખાલી હાથે જવા દેતો નહીં. માટે કર્ણ પાસે ઇન્દ્રદેવ બ્રાહ્મણ વેશ ધારણ કરીને કુંડળ માગવાનું નક્કી કર્યું હતું.
આ વાતની જાણ કર્ણના પિતા સૂર્યદેવને થઈ હતી. તેમનો પુત્ર પ્રેમ જાગી ઉઠ્યો. અને તે કર્ણને આ વાત કહેવા માટે પહોંચ્યા. કર્ણ રાત્રે યુદ્ધનો વિચાર કરી રહ્યો હતો. ત્યારે સૂર્યદેવ તેની સામે ઉપસ્થિત થયા. કર્ણએ તેમને જોઈ પિતાનું સંબોધન કર્યું અને હાથ જોડી વંદન કર્યા. કર્ણને સૂર્યદેવ થોડા ચિંતિત લાગ્યા હતા, અને પૂછ્યું કે કેમ પિતા તમે કોઈ ચિંતામાં હોવ એવું લાગી રહ્યું છે. આ રીતે કર્ણએ સુર્યદેવ અને ઇન્દ્રદેવ બંનેની ચિંતા વધારી દીધી.
સૂર્યદેવે કહ્યું કે મા-બાપને સંતાનોની ચિંતા હોય, હું તારી ચિંતા કરું છું. એટલે જ આજે અહીં આવ્યો છું. તારી સાથે એવી વસ્તુ થવાની છે કે જન્મથી તારી પાસે રહેલા કવચ-કુંડળ છીનવી લેવામાં આવશે. ત્યારે કર્ણ કહે છે કે, આ પૃથ્વી પર એવો કોઈ હિંમતવારો નથી કે જે કવચ-કુંડળને હાથ લગાવી શકે. ત્યારે સૂર્યદેવ બોલ્યા, અર્જુનના દૈવીય પિતા દેવરાજ ઇન્દ્રની નજર તારા કવચ-કુંડળ પર છે. કારણ કે તે ઇચ્છે છે કે મહાભારતના યુદ્ધમાં તારો વધ થાય.
કર્ણએ કહ્યું કે પિતાજી મારા કવચ-કુંડળ ઇન્દ્રદેવને કેમ આપું. અને તે અહીં સુધી પહોંચે તેટલું સાહસ નહીં કરી શકે. ત્યારે સૂર્ય દેવે કહ્યું કે આ કવચ તું તારી ઇચ્છાથી આપીશ. કેમ કે તું મારો પુત્ર છે. અને આખા વિશ્વમાં હું જેમ તેજનું દાન આપું છું. એવી રીતે દાન આપવાનો ગુણ તારામાં આવ્યો છે. તેથી તું પણ મહાન દાનવીર છે. જે વાત ઇન્દ્રદેવને ખબર છે. માટે તારી પાસે આ કવચ-કુંડળ માગવા આવશે.
કર્ણ બોલ્યો કે તમે શું ઇચ્છો છો આ કવચ-કુંડળ દાનમાં ન આપું? સૂર્યદેવ જવાબ આપતા કહે છે કે, હા, હું એવું જ ઇચ્છું છું. ના પાડી દેજે એમને. ત્યારે કર્ણ કહે છે કે પિતાશ્રી તમે આટલા મોટા દાનવીર છો. સમગ્ર વિશ્વમાં તેજ આપો છો. હું તમારો પુત્ર છું અને પુત્ર મોહમાં આવીને મારો આ ગુણ કેમ છીનવા માંગો છો?
આજ પ્રસંગ છે જેના થકી હું કહી શકીશ કે હું તમારો પુત્ર છું. અત્યાર સુધી મેં માગવા આવ્યા તે લોકોને બધું જ આપ્યું છે, અને માત્ર દાન જ આપ્યું છે. આજે મારી પાસે કવચ-કુંડળ છે જે મારા પ્રાણની રક્ષા કરે છે. તે પણ હું ઇન્દ્રને આપી દઇશ. જો તે મારો જીવ પણ માગશે તો ખુશી ખુશી તે પણ આપવા તૈયાર છું.
કર્ણ જણાવે છે કે દાન કોઈ વેપારીની જેમ તોલીને ન આપવાનું હોય, જે લોકો મુદ્રા ગણી ગણીને આપે તેને દાન આપ્યું ન કહેવાય. સાચો દાનીતો તેને કહેવાય જે યાચકની આવશ્યકતાને પૂરી કરવા માટે આંખો બંધ કરીને જે કંઈ માગે તે આપી દે. કોઈ માગે અને આપણે ન આપીએ તે દાનધર્મનું અપમાન થયું કહેવાય. આટલી વાત જાણી આશીર્વાદ આપી સૂર્યદેવ અદ્રશ્ય થઈ ગયા.
એક સવારે જ્યારે નદીમાં સ્નાન કરી કર્ણ પરત ફરી રહ્યો હતો ત્યારે દેવરાજ ઇન્દ્ર કર્ણ પાસે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી આવ્યા. કર્ણે પૂછ્યું કે હું તમારી શું મદદ કરું. બોલો તમને શું દાન આપું? ગૌ દાન? સુવર્ણ દાન? અન્નદાન કે પછી વસ્ત્ર દાન? બ્રાહ્મણ દેવતાએ કહ્યું આમાંથી મારે કંઈ ન જોઇએ. તરત કર્ણને ખ્યાલ આવી ગયો કે આ દેવરાજ ઇન્દ્ર જ હોઇ શકે. તે વિચારમાં ડૂબી જાય છે. ત્યારે બ્રાહ્મણ તેને પૂછે છે કે તેમને વિચાર કરતા જોઈ શંકા જાય છે કે હું માગીશ તે આપી શકશો?
કર્ણ કહે છે કે નિશ્વિંત થઈને માગો. અને તરત જ ઇન્દ્રદેવ કવચ-કુંડળ માંગી લે છે. ત્યારે કર્ણ કહે છે કે બ્રાહ્મણ તમે કવચ-કુંડળ માંગીને એવું સાબિત કરી દીધું કે તમે કોઈ બ્રાહ્મણ નથી. આનું મહત્વ કોઈ ક્ષત્રિય જ જાણી શકે છે. માટે તમે અસલી રૂપમાં આવો ઇન્દ્રદેવ. ઇન્દ્ર બોલ્યા કે મારા આવવાની જાણ તારા પિતાએ કરી હશે.
અંગરાજ કર્ણ બોલ્યા હા, તમને પુત્ર પ્રેમ વેશ બદલીને ભિક્ષા માંગવા મજબૂર કરી શકે છે. તો મને મારા પિતા પ્રેમ ખાતર સાવધાન ના કરી શકે. ઇન્દ્રદેવ બોલ્યા, કર્ણ પુત્રનો મોહ જ કંઈક એવો હોય છે. કર્ણ આ વાતનો વળતો જવાબ આપતા કહે છે કે દેવરાજ પોતાના પુત્રની રક્ષા માટે બીજાના પુત્રની બલી ચડાવી એ ક્યાનો ધર્મ છે? અને આ વાતનો જવાબ ઇન્દ્ર આપી શકતા નથી. તમે નિરાશ ન થાવ હું મારા કવચ-કુંડળ જરૂર તમને આપી દઈશ. તમે પુત્ર મોહમાં ભટકી ગયા છો. પરંતુ હું મારા ધર્મથી નથી ભટક્યો. મારા દાન ધર્મ પર ઉભો રહ્યો છું.
આટલું કહી કર્ણએ તેના કવચ-કુંડળ કાઢીને ઇન્દ્રને આપી દીધા. તે કવચ-કુંડળ પોતાના શરીરથી દૂર કરવાથી તેનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. અને આટલું મોટું દાન જોઈ દેવરાજ ઇન્દ્રનું મન પણ ભરાઈ ગયું.
દેવરાજ ઇન્દ્ર કર્ણને પ્રસન્ન થઈ કોઈ વરદાન માંગવા કહે છે. ત્યારે કર્ણ સામે જવાબ આપે છે કે, જો દાની ખુદ યાચક પાસે પોતાના હાથ ફેલાવે તો તેનાથી મોટું અપમાન કોઈ ન હોય? મારો હાથ ફેલાવીને દાન ધર્મના વિધાનનું અપમાન ન કરી શકું.
આ વાત સાંભળી દેવરાજ ઇન્દ્ર વધારે પ્રસન્ન થયા અને ખુશ થઈને કર્ણને અદ્દભૂત શક્તિ પ્રદાન કરે છે, સાથે સાથે એક દિવ્ય વાસવી શક્તિ પણ પ્રદાન કરે છે. અને કહે છે કે, તુ ધારીશ તે યોદ્ધા પર આ શક્તિનો પ્રયોગ કરી શકીશ તો નિશ્ચિંત તેનું મૃત્યુ થશે. પરંતુ હા આનો પ્રયોગ જીવનમાં એક જ વાર કરી શકીશ. ત્યારપછી આ શક્તિ અદ્રશ્ય થઈ જશે. આ રીતે કર્ણના કવચ-કુંડળ તેનાથી પાસેથી છીનવી લેવામાં આવે છે.
તો તમને કેવી લાગી આ વાત. જો ગમી હોય તો કોમેન્ટમાં “Part-2” જરૂર લખજો. જેથી આવી બીજી ધાર્મિક ઘટનાઓ આપ માટે લાવીએ. આ માહિતી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે, આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.