💁માણસ એક સામાજિક પ્રાણી છે તે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. તે પોતાની સાથે બીજા પણ અનેક પશુ-પક્ષીઓને પણ રાખે છે. પહેલાના સમયમાં તો લોકો પોતાના વાહન તરીકે, ખેતીવાડીમાં, કે પછી પોતાના ઘરની રક્ષા માટે પણ આવા પ્રાણીઓને પાળતા હતા. જે પાલતુ પ્રાણીઓ હતા તે પણ પોતાના જીવની પરવાં કર્યા વગર પોતાના માલિકને વફાદાર રહેતા હતા.
💁પશુ-પક્ષીની સાથે માણસને ખૂબ જ જૂનો નાતો છે. આજના સમયમાં ભલે લોકોની પાસે તમામ સગવડ હોય તો પણ તે પોતાના ઘરોમાં પશુ-પક્ષીને ઉછેરે છે. આ પ્રાણીઓ કે પક્ષીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માણસના જીવન પર અસર કરતા જ હોય છે. તો તે પ્રાણીઓ કયા છે તે તમને જણાવવા જઇ રહ્યા છીએ. આજે અમે તમારા માટે આ ખાસ માહિતી લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
🐕કૂતરાને પાળવાથી થતાં લાભ : આપણે ઘણા લોકોને એવા જોયા હોય છે કે જેને કુતરા પાળવાનો બેહદ શોખ હોય છે. તેઓ કૂતરાને પોતાના ઘરના સભ્ય સમાન ગણે છે. તેની ખૂબ જ કાળજી રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કુતરાને રાખવાથી ધનસંપતિ આપ મેળે જ તમારા ઘર તરફ ખેચાતી આવવા લાગે છે. અને તમે કદાચ ઘરમાં કૂતરાને નથી રાખતા તો પણ તમે ડેઇલી સવાર-સાંજ કૂતરાને રોટલી આપીને પણ માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.
🐟ઘરમાં માછલી ઉછેરવાના લાભ : ઘરમાં માછલી રાખવાના ઘણા જ ફાયદાઓ છે. ઘરમાં માછલીનું હોવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આદિકાળથી એવું કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સુવર્ણ રંગની માછલી હોય છે તે ઘરમાં ધન સંપત્તિ તો આવે જ છે પરંતુ સાથે સાથે તે ઘરના લોકોથી માનસિક કે શારીરિક તકલીફો પણ ઘણી જ દૂર રહે છે.
🐰સસલાને ઘરમાં ઉછેરવાના લાભ : જે લોકોને પોતાના ઘરમાં સસલા પાળવાનો શોખ હોય છે તે લોકો પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી શકે. તે ઘરમાં ક્યારે કોઈ પણ પ્રકારના ઝગડાઓ થતાં નથી. તેઓનું ઘર એકદમ શાંતિમય વાતાવરણવાળું બને છે. માતા લક્ષ્મી પણ તેના પર મહેરબાન રહે છે.
🦜ઘરમાં પોપટ પાળવાના લાભ : દરેક લોકોને આ પક્ષી તો પસંદ જ હોય છે કેમ કે આ પક્ષી તેના રૂપરંગના કારણે લોકોનું દિલ જીતી શકે છે. આ પક્ષી માત્ર સુંદર જ નથી પરંતુ તે જે ઘરમાં હોય છે ત્યાં કોઈ પણ સમસ્યા આવવાની હોય તે પૂર્વે જ તેની જાણ થઈ જતી હોય છે. આથી જે ઘરે પોપટ હોય ત્યાં હંમેશા શાંતિ જ રહે છે.
🐎ઘોડાને પાળવાના લાભ : મોટા ભાગે આ પ્રાણી બધા લોકો પાળી શકતા નથી. શોખ હોવા છતાં પણ આ પ્રાણી મોંઘું હોવાના કારણે લોકો તેને પોતાના ઘરમાં ઉછેરી શકતા નથી. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘોડો પાળવાથી ક્યારેય ધનની કમી રહેતી નથી.
🐢ઘરમાં કાચબો રાખવાના લાભ : ઘરમાં કાચબાનું હોવું ઘણું જ શુભ માનવામાં આવે છે. આ કાચબાનો જે ઘરમાં ઉછેર કરાય છે તે ઘરથી માં લક્ષ્મી પ્રસન્ન રહે છે. માતા લક્ષ્મીને કાચબો ઘણો જ પ્રિય છે. તેથી તે એ ઘરમાં વાસ કરે છે. જો તમારા ઘરે કાચબાને લાવીને તેનો ઉછેર કરવો શક્ય ના હોય તો તમે તમારા ઘરના મંદિરમાં પણ કોઈ ધાતુ કે પછી કાચનો કાચબો લાવીને તેની પૂજા પણ કરી શકો છો.
🐸ઘરમાં દેડકો હોવાથી થાય છે લાભ : જો તમારા ઘરમાં દેડકો રહેતો હોય તો તે ઘણું જ શુભ ગણાય છે. જો તમે એક જીવિત દેડકાને પાળવા ન માંગતા હોય તો તમે એક પિતળનો દેડકો પણ ઘરમાં લાવીને રાખી શકો છો. તેના માટે તમારે ધ્યાન બસ એટલું જ રાખવાનું છે કે તમે જે સ્થાને દેડકને રાખવાના છો તે એકદમ સાફ હોવું જોઈએ. જો તમે કામમાં સફળતા મેળવવા ઈચ્છો છો તો કામ પર જતા પહેલા એક વાર દેડકાને જોતાં જાઓ તો સફળતા ચોક્કસથી મળશે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.