🥛એક માત્ર દૂધ જ એવો ખોરાક છે કે જેમાં વિટામિન-સી સિવાયના તમામ વિટામીન્સ સમાયેલા હોય છે. આથી જ દૂધને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે. આથી જ આપણા રોજિંદા ખોરાકમાં દૂધનો સમાવેશ હોવો જ જોઈએ. જે લોકો દૂધ નથી પીતા તે લોકોને ચાલીસ વર્ષ પછી નાની-મોટી અનેક બીમારીઓ વારંવાર થવા લાગે છે. બાળકોને તો દૂધ પીવું જ જોઈએ. બાળકના શરીરના વિકાસમાં દૂધ કોઈ પણ ઉણપ રહેવા દેતું નથી. માટે બાળકોને તો દૂધ પીવું જ જોઈએ.
💪ઘણી વખત અમુક લોકો દૂધ તો ખૂબ પીવે છે. પણ તેના પર દેખાતું નથી. તો આ દૂધને ક્યારે અને કેવી રીતે લેવું તે આપણે જાણતા હોવા જોઈએ. અને તોજ આપણને દૂધનો પૂરો લાભ મળે છે. અને એ નિયમ મુજબ કોઈ પણ વસ્તુને લેવાથી તેનો લાભ અવશ્ય મળે જ છે.
🥛ઘણી વખત આપણે દૂધની સાથે જે ખોરાકને લેતા હોઈએ. એ ખોરાક દૂધના ગુણની વિરુદ્ધનો હોય છે. તો આવો ખોરાક દૂધની પહેલા કે દૂધની પછી ક્યારેય ના લેવો. જો આ નિયમ તોડીને દૂધની વિરુદ્ધના ખોરાક દૂધની સાથે લેવામાં આવે તો ધણી વખત રીએક્શન પણ આવી શકે છે. અને ધીમી ગતિએ અન્ય બીમારીઓ પણ ઘર કરી શકે છે. દૂધનું ખોટા સમયે સેવન કરવાથી પેટને લગતી, પાચનને લગતી કે પેશાબને લગતી બીમારીઓ થઈ શકે છે. આમ દૂધના દૂધના ગુણ તો અનેક છે. પરંતુ તેના નિયમ મુજબ જો તેને લેવામાં આવે તો જ તેનો ફાયદો થાય છે.
🥛દૂધ ક્યારે ન પીવું જોઈએ. – કઈ વસ્તુની સાથે દૂધ ના પીવું જોઈએ..
સૌ પ્રથમ આપણે વાત કરીએ કે દૂધને ક્યારે ન લઈ શકાય. તો દૂધ છે તે એક સંપૂર્ણ ખોરાક છે. માટે ભોજન લીધા પછી તુરંત દૂધ ના પીવું. કેમ કે જો આમ દૂધ પીવામાં આવે તો તમે બે વાર જમ્યા બરાબર થઈ જશે. અને પેટ ભારે-ભારે લાગશે. દૂધને પચવામાં ઘણો સમય લાગે છે. અને જમેલા ખોરાકને પણ પાચન ક્રિયામાં ખાસ્સો એવો ટાઈમ જોઈએ. તો આ રીતે જમીને તરત જ દૂધ પીવાથી પાચન ક્રિયામાં મુશ્કેલી ઊભી થાય છે. જે આપણા હાજમાને બગાડે છે. પરંતુ જો તમારે ભોજન બાદ દૂધ પીવું છે તો ભોજન અને દૂધ બંનેને અડધું-અડધું કરી નાખો.જેનાથી બંનેની સમતુલા જળવાય રહેશે.
🥛દૂધ અને દહી : જો દૂધ અને દહીને એક સાથે લેવામાં આવે તો આપણા માટે નુકશાન કરતાં છે. તમે જાણો જ છો કે દૂધને દહી બનાવવા માટે દૂધમાં ચમચી દહી મિક્સ કરવાથી તે બની જાય છે. તો ભોજનમાં તમે જ્યારે બંનેને એક સાથે લ્યો છો તો આ પ્રક્રિયા તમારા પેટમાં થવા લાગે છે. અને તેના કારણે પાચનને લગતી તકલીફ થઈ શકે છે.
🧅રીંગણ અને ડુંગળી : દૂધને રીંગણ અને ડુંગળીની સાથે લેવાય તો તેને પણ વિરુદ્ધ ખોરાક કહી શકાય. અને આ બન્ને સાથે દૂધને ક્યારેય ના લેવું. અને જો લેવું છે. તો બંનેની વચ્ચે ઓછામાં ઓછો ત્રણ કલાકનો સમય રાખવો. અને જો આ બંને વિરુદ્ધ ખોરાકને સાથે લેવામાં આવે તો ઘણી ત્વચા સંબંધી બીમારીઓ લાગવાની સંભાવના રહેલી છે.
🍋ચટપટું નમકીન અને ખાટા ફાળો : દૂધમાં વિટામિન- સી નથી. જ્યારે ખાટા ફળોમા વિટામિન- સી હોય છે. આમ આ બંનેનો કોઈ મેળ નથી હોતો. તે વિરુદ્ધ છે. આથી દૂધની પહેલા કે દૂધની પછી ભૂલથી પણ લીંબુ,ચટણી,અથાણાં કે બીજી કોઈપણ ખાટા સ્વાદ વાળી વસ્તુ ક્યારેય લેવી નહીં. દૂધની પહેલા કે પછી નમકીન પણ એટલુંજ નુકસાન કરતાં છે. નમકીન અને દૂધ પણ આપણને પેટને લગતી તકલીફો લાવી શકે છે. એસિડિટી, પેટ ભારે થઈ જવું, ( ફૂલી જવું ) પેટમાં દુખાવો થવો, ગેસ, પેટમાં અવાજ આવવો જેવી તકલીફો દૂધની સાથે ખાટા ફાળો અને નમકીન લેવથી થઈ શકે છે.
🐟માછલી અને નોનવેજ : માછલી અને નોનવેજની સાથે દૂધનું સેવન ક્યારેય ના કરવું. કેમકે આ બંને વસ્તુ વિરુદ્ધ છે. તેને એક સાથે લેવામાં આવે તો ત્વચા સંબંધી તકલીફ
જેવી કે સફેદ દાગ, કોઢ થઈ શકે છે. દૂધમાં કેલ્શ્યમ અને પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. અને નોનવેજ અને માછલીમાં પણ પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. આના લીધે બંનેને એક સાથે પચાવવું થોડું કઠિન થાય છે. આનાથી પાચન ને લગતી પણ તકલીફો ઊભી થાય છે.
🥛દૂધ ક્યારે અને કેમ પીવું : દૂધ પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય રાત્રીનો છે. આયુર્વેદમાં પણ આજ સમયને ઉત્તમ બતાવ્યો છે. રાત્રિના ભોજન પછી ઓછામાં ઓછા બે કલાક પછી દૂધ પીવું. દૂધમાં ટ્રીપટોફેન નામનું એમીના એસિડ રહેલું છે. જે મગજને અને પૂરા શરીરને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જે લોકો રાતના એક ગ્લાસ દૂધ પીવે છે તે લોકોને સવારે પેટ સાફ આવે છે. અને પૂરો દિવસ તાજગીનો અનુભવ થાય છે.
🥛દૂધને કેવી રીતે પીવું જોઈએ : સૌ પ્રથમ તો પીવા માટે કયું દૂધ બેસ્ટ છે. તો ગાયનું દૂધ જ ઉત્તમ છે. પરંતુ જો તમારું શરીર પાતળું છે અને થોડો વજન વધારવો છે. તો તમે ભેશનું દૂધ પણ પિય શકો છો. દૂધને પચવામાં થોડો વધારે સમય લાગે છે. માટે પીવાના ઉપયોગમાં લેવાનું દૂધ ગરમ કરીને જ લેવું.
દૂધની અસર હાડકાં, વાળ, સ્કીન, મગજ આમ પૂરા શરીર પર જોવા મળે છે. ભેશનું દૂધ પીવાથી કફ જેવી તકલીફ થઈ શકે છે. આથી ગાયનું દૂધ જ પીવા માટે શ્રેષ્ઠ છે. દેશી ગાયનું દૂધ વિશેષ ગુણવત્તા વાળું છે. તે પચવામાં હળવું, ઓછા ફેટવાળું અને ખુબજ હેલ્દી શક્તિ વર્ધક આ દૂધ પીવા માટે ઉત્તમ .
દૂધને જો તમારે મીઠું બનાવવું છે તો એમા તમે મધ, દેશી ખાંડ કે મિસરીનો જ ઉપયોગ કરવો. દૂધમાં જો ખાંડ ઉમેરીને તેને મીઠું બનાવવામાં આવે તો દૂધના બધા જ ગુનો નાશ પામે છે. સાથે એ દૂધને પચાવવું પણ કઠણ બની જાય છે. આમ દૂધની ગુણવત્તા જળવાય રહે તે રીતે દૂધને પીવાના ફાયદા છે. તે વાત ક્યારેય ભુલાવી ના જોઈએ.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.