⭐દોસ્તો સૌ કોઈ પોતાના જીવનમાં સુખ અને શાંતિ બની રહે તેવું ચાહે છે. કે કોઈ પણ મુશ્કેલી વિના પોતાનું જીવન ચાલ્યા રાખે તેવી ઈચ્છા તે ધરાવે છે. પોતાના ઘર-પરિવારને સુખી રાખવા માટે આજના આ યુગમાં સૌથી પહેલી જરૂરીયાત છે પૈસા. તો દોસ્તો આજે અમે તમને એક એવી પાંચ વસ્તુ જણાવી શું કે જે તમારા ઘરમાં હશે એટલે ક્યારેય નહીં ખૂટે પૈસા. માતા લક્ષ્મી હમેશા તમારા પર મહેરબાન રહેશે. આપણે સમાજમાં જોતાં જ હોઈએ છીએ કે આજકાલ લોકોની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે તેઓ કોઈ પણ નીતિ નિયમો માં વિશ્વાસ ધરાવતા નથી. અને તેથી જ પોતાના ઘરોમાં વાસ્તુદોષના કારણે આર્થિક મુશ્કેલીઓ આવવા લાગે છે. પરંતુ દોસ્તો આજે અમે તમને એવી પાંચ વસ્તુની વાત કરવાના છીએ કે જેનાથી તમારી જિંદગી જ બદલાઇ જશે. તમારી આર્થિક પોજીશનમાં ઘણો જ સુધારો થઈ જશે. પરંતુ આ કામ તમારે ખૂબ જ વિશ્વાસથી કરવાનું છે. જો તમને વિશ્વાસ જ નહીં હોય તો તેનું પરિણામ સચોટ ના પણ મળે. માટે વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે.
👉1. નૃત્ય કરતાં ગજાનંદ ગણેશની મૂર્તિ :આપણા પ્રથમ પૂજનીય દેવ એટલે ગજાનંદ ગણેશ. આપણે ગણેશની પૂજા અર્ચના તો કરીએ જ છીએ પરંતુ એક સામાન્ય પોજીશનમાં બેઠેલા ગણેશ હોય છે. પરંતુ જો તમે એક નૃત્ય કરતાં ગણેશની મૂર્તિને તમારા ઘરમાં રાખશો તો ઘણો ફાયદો થશે આ મૂર્તિને તમારે એવી રીતે ગોઠવવાની છે કે ગણેશની નજર આપણા મુખ્ય દ્વાર પર રહે. સવારે સૌથી પહેલા આ ગણેશના તમારે દર્શન કરવાના છે. અને સાચા દિલથી તેને કહેવાનું છે કે હે ગજાનન ગણેશા તમે અમારા ઘરે રિધ્ધિ સિધ્ધી સહિત પધારો.
👉2. વાંસળી :જો આપણા ઘરમાં વસ્તુદોષ મુજબ કોઈ ચીજ વસ્તુની ગોઠવણ છે અને આપણને તેનો ખ્યાલ નથી તો આવા સમયે આપણા ઘરમાં જો વાંસળી હશે તો માતા લક્ષ્મીનો સદાય આપણા ઘરમાં વાસ રહે છે. અને તેનાથી આપણા ઘરના તમામ દોષો દૂર થશે. અને આપણા પ્રગતિના દ્વાર ખુલા થશે. જો તમારી ઈચ્છા હોય તો તમે ચાંદીની વાંસળી પણ રાખી શકો છો.
👉3. શંખ :વાસ્તુશાસ્ત્ર અનુસાર શંખનો નાદ અદભૂત શક્તિ ધરાવે છે. જે સ્થાન પર આ શંખનો નાદ ગુંજે છે. ત્યાં ક્યારેય કોઈ પરેશાની આવતી નથી. જે ઘરમાં નિયમિત પણે શંખ નાદ થાય ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને શકારાત્મક બને છે. જે ઘરમાં માતા લક્ષ્મીના હાથમાં દક્ષિણાવર્તી શંખ હોય છે. તે ઘરમાં લક્ષ્મી માતા સ્વયં વાસ કરે છે. અને ત્યાં ક્યારેય આર્થિક મુશ્કેલી આવતી નથી. જો તમે આ શંખને લાલ રંગનું પાથરણું પાથરીને તેના પર શંખ મૂકીને રોજ તેની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીની હંમેશા તમારા પર કૃપા બની રહે છે.
👉કુબેરજી અને મોતા લક્ષ્મીની મૂર્તિ :આપણા સૌના ઘરોમાં માતા લક્ષ્મીની મૂર્તિ કે તેનો ફોટો તો હોય જ છે પરંતુ માતા લક્ષ્મીની સાથે કુબેરજીની મૂર્તિ પણ હોવી જઈએ જો આ બન્ને નો ફોટો કે મૂર્તિ એક સાથે હોય તો ખૂબ જ સરસ. કુબેરજી ઉત્તર દિશાના સ્વામી છે આથી તેમને ઉત્તર દિશામાં જ સ્થાન આપવું જોઈએ. એક સાથે આ ધનના દેવ-દેવીની પુંજથી તમારા ઘરમાં ખૂબ જ સમૃધ્ધિ આવે છે.
👉કપૂર :દોસ્તો આપણા ઘરમાં જો કપૂરનો ધૂપ થાય તો તેનાથી ઉત્તમ બીજું કઈ નથી આ કપૂરમાં અદભૂત શક્તિ સમાયેલી છે. જે ઘરમાં નિત્ય કપૂરનો ધૂપ કરવામાં આવે ત્યાં ક્યારેય કોઈ પણ નકારાત્મકતા ટકી શક્તિ નથી. માટે આ ધૂપ નિયમિત પણે કરો અને પૂરા ઘરમાં તેની સુગંધ પ્રસરે તે માટે તેને તમામ જગ્યાએ ફેરવો. જેનાથી એક અલોકિક વાતાવરણ બનશે અને માતા લક્ષ્મી તમારા થી પ્રસન્ન રહેશે.
જો ઘરમાં કઈ 5 વસ્તુ રાખવી વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.