👉નાના બાળકોથી માંડીને મોટા બધા જ ને પાણીપુરી ખાવી ગમતી હોય છે. બજારમાં લારી પર મળતી પાણીપુરી લોકો ત્યાં ઊભા રહીને ખાતા હોય છે.
👉પરંતુ આજે અમે તમને પાણીપુરી વિશે એવી જાણકારી આપીશું કે આ જાણીને તમે પણ પાણીપૂરી ખાતા એકવાર જરૂર અચકાશો. આ રહસ્યને જાણવા આ આર્ટીકલ પૂરો વાંચો .
👉થોડા સમય પહેલા એક એવો કેસ સામે આવ્યો. ગુજરાતના અમદાવાદમાં સ્થિત લાલ દરવાજાની સામે પાણીપુરીના સ્ટોલમાં પાણીને સ્વાદિષ્ટ બનાવવા માટે તે ટોયલેટ ક્લીનર તેમાં મિક્સ કરતો હતો. જેના કારણે લોકોને આ પાણી ખૂબ સ્વાદિષ્ટ લાગતું હતું. પરંતુ આ પાણી પીવાથી લાંબા સમયે તમને ગંભીર બીમારી થઈ શકે છે.
👉અમુક લોકોને આ પાણી પર શંકા જતાં તેઓએ ફરિયાદ નોંધાવી અને પાણીપુરીના પાણીનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું. લોકોએ એમ પણ જોયું કે જ્યાં તે પાણીપુરીનો સ્ટોલ હતો ત્યાં આસપાસ નીચેની સરફેસ એકદમ કલર વગરની થઈ ગઈ હતી.
👉થોડા સમય બાદ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યો તે સાંભળશો તો તમે ક્યારેય બહારની પાણીપુરી નહીં ખાઓ, રિપોર્ટ અનુસાર આ પાણીપુરીવાળો તેના પાણીમાં એક એસિડ નાખતો હતો. જે આપણે ટોઇલેટ ક્લીન કરવામાં ઉપયોગ કરતાં હોય છે. ત્યાર બાદ આરોપીને અરેસ્ટ કરીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો અને તેને આ ગુના પાછળ 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી.
👉ઘણી વાર એવું પણ બનતું હોય કે, અમુક લોકો પોતાના ફાયદા માટે પૂરી ચોખ્ખાઈ ન રાખતા હોય અને જેવી-તેવી વસ્તુ પાણીપૂરી બનાવવામાં નાખી દેતા હોય છે.
👉માણસોના સ્વાથ્યને જોખમમાં મૂકીને પણ આ લોકો ભેળસેળ કરતાં હોય છે. ઉપરાંત અમૂક લોકો પાણીને તીખું અને ચટાકેદાર બનાવવા માટે ફૂદીનાનું એસેન્સ , ટારટેરીક એસિડ , ટોઇલેટ સાફ કરવાના એસિડનો ઉપયોગ કરતાં હોય છે. પાણીપુરી જેનાથી બનાવવામાં આવે છે, તે તેલ પણ ખરાબ હોય છે . જે સ્વાથ્યને ઘણું નુકશાન કરે છે.
👉આવી ભેળસેળ વાળી પાણીપુરી ખાવાથી આપણા શરીરમાં ઘણા નુકશાન થાય છે . જેમકે, તમારી પાચનશક્તિ નબળી પાડે, આંતરડા અને હોજરીને નુકશાન કરે છે. ડાઇરિયા, ઊલટી જેવી તકલીફો પણ થાય છે.
👉પાણીપૂરી ખાતા પહેલા આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી :-
👉પાણીપુરી ખાતા સમયે ધ્યાન રાખવું કે જે પાત્રમાં પાણી સ્ટોર કરવામાં આવ્યું છે. તેનો કલર નોર્મલ બધા જેવો છે કે અલગ છે. અને તમને પાણીપુરી ખાતા સમયે દાંતમાં કઈ પણ ચોંટેલું અથવા જામી ગયેલું તો લાગતું નથી.
👉તમે જ્યારે પણ પાણીપુરી ખાવા જાવ ત્યારે નોટ કરવું કે, જે ડીશમાં તમને પાણીપુરી આપવામાં આવે છે. તેનો રંગ નોર્મલ હોય તેવો જ છે કે બદલાવ છે. જો તમને તેના રંગમાં કોઈ પણ જાતનું અલગ પરિવર્તન દેખાય તો પાણીપુરીમાં અવશ્ય ભેળસેળ કરવામાં આવી છે.
👉જો તમને પાણીપૂરી ખાતા સમયે અને ત્યાં જોઈને કોઈપણ ફેરફાર લાગે તો તરત સમજી જવું કે, પાણીપુરીમાં ભેળસેળ 100% થઈ છે. ઉપરાંત પાણીપુરી ખાધા બાદ તમને પેટમાં જલન થાય તો પાણીમાં કોઈ કેમિકલનો ઉપયોગ થયો હોય શકે છે. જેથી આવી જગ્યાએ પાણીપુરી ખાવી ન જોઈએ .
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.