લગભગ ભારતમાં કોઈ એવું ઘર નહીં મળે જ્યાં લોકો ચા નું સેવન નહીં કરતાં હોય. બધાને ચા પીવાનો શોખ હોય છે યા આદત હોય છે. લગભગ લોકોની આદત હોય છે સવારે ચા પીવાથી દિવસની શરૂઆત કરતાં હોય છે. આપણાં દેશમાં સવારે અને સાંજના સમયે લોકો વધારે ચા નું સેવન કરતાં હોય છે.
તેનું કારણ છે, લોકો બહાર કામ કરતાં હોય છે અને શરીરનો થાક ઉતારવા માટે ચા નું સેવન વધારે કરતાં હોય છે. ઘણા લોકોને સવારે ચા નથી મળતી તો, દિવસ ખરાબ લાગે છે અથવા કોઈ પણ કામમાં તેનું મન નથી લાગતું તે માટે સૌથી પહેલા લોકોને ચા જોઈએ છે. ચા પીવાની લોકોને મજા આવે છે પણ તેનાથી થતાં નુકસાન વિષે નથી જાણતા.
ચા નું સેવન વધારે કરવામાં આવે તો, તેનાથી શરીરમાં કેટલું નુકસાન થાય છે તે નથી સમજતા. ચા ગણવામાં આવે તો, એક કેફી વસ્તુ છે અને લોકોને તેનું વ્યસન થતું હોય છે. જ્યારે સમયપર ચા ના મળવાથી લોકોને નાની મોટી બીમારી પકડવા લાગે છે જેમ કે, માથું દુખવું, આંખો દુખવી વગેરે. ઘણા લોકો ચા સાથે નાસ્તો કરવાની ટેવ હોય છે અને અમુક લોકોને ચા ની સાથે બીડી અથવા સીગરેટ પિતા હોય છે. તેથી આજે આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે ચા ની સાથે કેટલી વસ્તુ ઝેર બની જાય છે અને તેનું સેવન અમુક લોકો નિયમિત કરતાં હોય છે.
બીડી તથા સીગરેટ પીવાથી કેટલા નુકસાન થાય છે તે તમે જાણતા હશો. હવે થોડો વિચાર કરો કે, ચા અને સીગરેટ બંને મિક્સ થાય તો શરીર માટે કેટલા અલગ અલગ પ્રકારના નુકસાન તૈયાર થતાં હશે. ચા પીવામાં ખુબ જ મજા આવે છે તેમજ બધા ને તેનો સ્વાસ પસંદ હોય છે. પણ તેનાથી કેટલા નુકસાન થાય છે તે આજે કહીશું.
- પરિણામ નંબર-1
ચા પીવાની વધુ આદત હશે તેવા લોકોને વારંવાર બાથરૂમ જવું પડતું હશે. તેવું વારંવાર થવાથી શરીરમાં જરૂરી પોષકતત્વો ઘટવા લાગે છે. શરીરમાં જરૂરી સોડિયમ, પોટેશિયમ વગેરે ઘટવા લાગે છે. આ તત્વો ઘટવાથી શરીરમાં કોઈને કોઈ ખામીઓ આવવા લાગે છે. ચા પીવાથી ચામડી પર પણ ખરાબ અસર પડે છે તેનું કારણ છે, ચા માં રહેલું એલ્યુમિનિયમ. વધારે ચા નું સેવન કરતાં લોકોને ખીલ, દાગ, આંખો પર કાળા દાગ વગેરે થવા લાગે છે. તેથી દિવસમાં બને તો ચા બે વાર જ પીવી જોઈએ અને સાવ બંધ થઈ જતી હોય તો કરી દેવી.
- પરિણામ નંબર-2
ચા પીવાથી કિડની પણ ખરાબ થવાની સંભાવના રહે છે કારણ કે, ચા પીવાથી પેશાબ જવાની તકલીફ વધારે થાય છે જેની અસર કિડની પર પડે છે. ચા પીવાની આદતથી પેશાબ ભેગું થાય છે તેનાથી કિડની અંદરથી ડેમેજ થવાની શક્યતા રહે છે. ઘણા લોકોને ગરમ ચા પીવાની આદત હોય છે તેનાથી પણ શરીરમાં ખુબ જ નુકસાન થાય છે. ગરમ ચા પીવાથી તે પેટની અંદર આવેલી નળીઓને પણ ડેમેજ કરી શકે છે. તે નળીઓના નુકસાનથી દવાઓ લેવી પડે છે અને જીવન દવાઓ ઉપર ચાલ્યું જાય છે.
- ચાની સાથે આ વસ્તુનું સેવન કરી શકે છે અનેક બીમારીઓ..
ઉપર વાત કરી આપણે કે, ચા અને સીગરેટ સાથે પીવાથી નુકસાન થાય છે અને તે નુકસાન છે, કેન્સર. હા દોસ્તો ચા અને સિગરેટનું એક સાથે સેવન કરવામાં આવે તો 20% કેન્સરનો ખતરો વધી રહે છે. સિગરેટ પીવાથી અને સાથે ચા નું સેવન કરવાથી તમારી સાથે તમારા પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. સીગરેટ નશો કરવા માટે હોય છે અને ચા ની અંદર પણ કેફી પદાર્થ રહેલો હોય છે બંને મિક્સ થાય પછી ધીરે ધીરે કેન્સર તરફ જાય છે.
ચા અને સિગરેટ સાથે પીવાથી જે નુકશાન થાય છે તેના વિષે અનેક સંશોધન થયા છે અને તેનું પરિણામ શરીર માટે ખુબ ભયંકર આવે છે. અનેક શહેરના લોકોને આ બંને સાથે પીવાની આદત ધરાવે છે. તેવા લોકોએ જરૂર ચેતવું જોઈએ. કમ સે કમ આ બંને વસ્તુ એક સાથે તો ના જ લેવી. આ બંને વસ્તુનું સાથે સેવન ફેફસા, કીડની, પાચનતંત્ર તેમજ પેટની અનેક સમસ્યા નું કારણ બને છે. તેમજ આ બંને વસ્તુઓનું મિશ્રણ અંતમાં કેન્સર જેવી બીમારી પણ નોતરે છે.
તમારાથી બને તો, ચા નું સેવન ઓછું કરી દેવું જોઈએ અને થાય તો બિલકુલ કાઢી નાખવું જોઈએ જેથી ભવિષ્યમાં આ બધી તકલીફ તમારાથી દૂર રહે અને તમારા કારણે તમારા પરિવારને પણ કોઈ મુશ્કેલી ના પડે. ચા દિવસ દરમિયાન 1 અથવા 2 વાર પીવામાં આવે તો સારું. વધારે પીવાથી ઉપર જણાવ્યા મુજબ પરિણામો આવે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.