👉 આજના સમયમાં બધા લોકોને ફ્રીઝ રાખવું ફરજિયાત થઈ ગયું છે. કારણ કે સમયના અભાવે લોકો એકી સાથે વધારે વસ્તુ બજારમાંથી ખરીદીને આવતા હોય છે. જેમાં શાકભાજી અને દૂધને વધુ સમય સુધી બહાર રાખવામાં આવે તો તે ખરાબ થઈ જાય છે. જેથી તેને ફ્રીઝમાં રાખવું પડે છે જેથી તે બગડી ન જાય. પરંતુ અમુક વસ્તુ ફ્રીઝમાં રાખવાથી તેના ગુણધર્મો જતાં રહે છે.
👉 જો અમુક વસ્તુને ખોટી રીતે ફ્રીઝમાં રાખશો તો વસ્તુના ગુણધર્મો દૂર થઈ જાય છે અને તેમાં નુકશાનકારક બેક્ટેરિયા ઉત્તપન્ન થાય છે. જેથી આવી વસ્તુના સેવનથી તમારા શરીરમાં નુકશાન થઈ શકે છે. તેથી આજે આપણે આ આર્ટીકલમાં જાણીશું કે, ફ્રીઝમાં વસ્તુને કેવી રીતે રાખવામાં આવે તો શરીરને નુકશાન ન થાય.
🥛 દૂધને ફ્રીઝમાં રાખવાની સચોટ અને ફાયદાકારક ટિપ્સ :- ફ્રીઝમાં અલગ-અલગ શેલ્ફ હોય છે. જેમાં આપણે બધી વસ્તુને કોઈ પણ ખાનામાં રાખી દેતા હોય છીએ. પરંતુ જાણકારના કહેવા અનુસાર દૂધ અને મીટ એ ખૂબ સંવેદનશીલ વસ્તુ કહેવાય છે. જેથી જો તમે આ બંને વસ્તુને ફ્રીઝમાં સૌથી ઉપરના ખાનામાં સ્ટોર કરો છો. તો આ સૌથી ખરાબ આદત છે.
🥛 ફ્રીઝની ઠંડી હવા સીધી દૂધ અને મીટમાં લાગે છે. તેથી તેમાં બેક્ટેરિયા થવા લાગે છે. તેથી આ સમસ્યાથી બચવા માટે તમે આ બંને વસ્તુને ફ્રીઝના બીજા અથવા છેલ્લા ખાનામાં પાછળના ભાગે રાખી શકો છો. જેથી દૂધ અને મીટને નુકશાન થતું નથી.
🥔 ઘણા લોકો બટાટાને પણ ફ્રીઝમાં સ્ટોર કરતાં હોય છે. પરંતુ જાણકારો આવું કરવાની સખત મનાઈ કરે છે. કારણ કે, તેનાથી બટાટામાં રહેલ સ્ટાર્ચ શર્કરામાં ફેરવાઇ જાય છે. જેથી ડાયાબિટીસના દર્દીને ખૂબ સમસ્યાઓ થઈ શકે છે. તેથી બટાટાને હંમેશા ઓરડાના તાપમાને રાખવા જોઈએ. જેથી તે શરીરમાં કોઈ પણ નુકશાન કરી શકે નહીં. હવે આપણે જાણીશું કે, ફ્રીઝમાં કઈ-કઈ વસ્તુને મૂકી શકાય અને તેની ચોક્કસ જગ્યા વિશે પણ જણાવીશું.
🧀 ફ્રીઝના સૌથી પહેલા અને બીજા ખાનામાં કઈ-કઈ વસ્તુ રાખવી જોઈએ :- ફ્રીઝના પહેલા અને બીજા ખાનાને ફ્રેશ ફૂડ ઝોન કહેવાય છે. એટલે કે, આ ખાનામાં તમારે એવી વસ્તુને સ્ટોર કરવી જેનો તમે રોજ ઉપયોગ કરો છો જેમ કે, દહી, માખણ, છાશ, ચીઝ આ બધી વસ્તુને ફ્રેશ રાખવા માટે આ ખાનાનો ઉપયોગ કરી શકો છો. જેથી તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થતાં નથી. તેનું સેવન કરવામાં આવે તો શરીરને કોઈ પણ નુકશાન થતું નથી.
🥦 ફ્રીઝના વચ્ચેના ખાનામા શું રાખવું :- ફ્રીઝમાં શાકભાજી રાખવાથી તે ખરાબ થતી નથી તેથી વચ્ચેના ખાનામાં શાકભાજીને રાખવી જોઈએ. ફ્રીઝમાં શાકભાજી રાખતા પહેલા તેને પાણીથી સાફ કરી લેવી. ઉપરાંત તમે શાકભાજીને કાગળમાં લપેટી અને ફ્રીઝમાં રાખશો તો તે એકદમ ફ્રેશ રહેશે. ઉપરાંત તેના પર દાગ પણ નહીં થાય. તમે પાનવાળી શાકભાજીને ભીના કપડાંમાં લપેટીને રાખી શકો છો. તેથી તે ખરાબ ન થાય.
🥩 ફ્રીઝના સૌથી નીચેના ખાનામાં શું મૂકવું :- ફ્રીઝના છેલ્લા ખાનામાં તમે મીટને રાખી શકો છો. જેથી તે જલ્દીથી ખરાબ ન થાય. તેના માટે મીટને હવા ચુસ્ત ડબ્બામાં મૂકી અને તેને ફ્રીઝના છેલ્લા ખાનામાં રાખી દેવું. જેનાથી મીટ વધારે સમય સુધી સાચવીને રાખી શકાય. ફ્રીઝના આ ખાનામાં જલ્દી ખરાબ થઈ જસ્તી વસ્તુને હવા ચુસ્ત ડબ્બામાં જ રાખવી જોઈએ જેથી તે એક બીજાના સંપર્કમાં આવશે નહીં.
👉 મિત્રો આ રીતે તમે ફ્રીઝમાં બધી વસ્તુઓ રાખી શકો છો. ઉપરાંત ઉપર મુજબ તમે ફ્રીઝમાં બધી ખાવાની વસ્તુઓ રાખી શકો છો. આ ટિપ્સથી વસ્તુઓ જલ્દીથી ખરાબ થતી નથી અને તેની ગુણવત્તા જળવાઈ રહે છે. ઉપરાંત વસ્તુને ફ્રીઝમાં રાખવાથી થતાં શરીરના નુકશાનને પણ તમે રોકી શકશો.
જો આ ફ્રીઝમાં વસ્તુ રાખવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.