મિત્રો આપણા આયુર્વેદમાં ઘણી એવી ઔષધી છે જેનો ઉપયોગ આપણા ઋષિમુનીઓ સદીઓથી કરતા આવ્યા છે અને આ ઔષધિઓની અસર આજે પણ જોવા મળે છે. ભલે ધીમી ગતિએ પણ તેનો પ્રભાવ જરૂર પડે છે. આથી આયુર્વેદ એ એક મોટી શાખા છે. જેમાં અગણિત ઔષધિઓ છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી હોતા.
અનેક ઔષધીઓનો ઉપયોગ આપણે ત્યાં ભોજન રૂપે થાય છે તો ઘણી ઔષધીઓનો ઉપયોગ આપણે ત્યાં દવાના રૂપે થાય છે. ભોજન રૂપે એટલે કે જેનો તમે શાકના રૂપે અથવા તો રસના રૂપે ઉપયોગ કરી શકો છો. આવી જ એક પ્રાકૃતિક ઔષધી છે ડોડી. જે આપણા ભારત દેશમ જોવા મળે છે. જેના અનેક ફાયદાઓ છે.
આ ડોડી ના ફાયદા જેવા કે તે આંખ માટે ખુબ જ સારી છે. તેમજ જે સ્ત્રીને નિઃસંતાન પણું છે તેમને માટે પણ તે વરદાન રૂપ છે. ડોડી વિશે વાત કરીએ તો તેનો ઉલ્લેખ મહર્ષિ આત્રેય એ કર્યો છે. જેમાં સર્વશેષ્ઠ શાક તરીકે ‘જીવંતી’ નો ઉલ્લેખ કર્યો છે. આ જીવંતી એટલે કે ડોડી, અથવા તો દોડી પણ કહેવાય છે.
આ સિવાય ડોડીને સંસ્કૃતમાં શાકશ્રેષ્ઠ, જીવવર્ધીની વગેરે તરીકે ઓળખવામાં આવે છે. જો કે ડોડી એ તમને બારેમાસ મળી રહે છે. પણ તેના ભાદરવો અને આસોમાં તેના પાન ખીલે છે. તે પિત્ત અને વાયુ શામક છે. આથી તેની શાક બનાવીને ખાવું એ ખુબ જ સારું છે.
જો કે મોટેભાગે ડોડી એ ખેતરના કિનારે કે વાડ પાસે તેની જાતે જ ઉગી નીકળે છે. આથી તે ગામડાઓમાં ખુબ સહેલાઈથી મળી રહે છે. ડોડીને પાન, ફળ અને ફૂલ આવે છે. જેમાં તેના ફળનું શાક બને છે, જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ આરોગ્ય માટે પણ ખુબ સારું છે.
ડોડીના શાકને તમે ઘીમાં પાણી નાખ્યા વગર બનાવવું જોઈએ. જો કે ડોડી એ બે પ્રકારની હોય છે. એક કડવી અને બીજી મીઠી ડોડી. આમાંથી મીઠી ડોડીનું શાક બને છે જયારે કડવી ડોડીનો ઉપયોગ દવાના રૂપ થાય છે. ખાસ કરીને કડવી ડોડી એ બાળકો માટે સસણી માટે વધુ ઉપયોગી છે. કડવી ડોડીના મૂળનું ચૂર્ણ બનાવીને દવામાં ઉપયોગી છે.
ડોડીને આયુર્વેદમાં ખુબ જ સારી માનવામાં આવે છે જેમ કે તે આંખ માટે હિતાવહ છે, વીર્ય વર્ધક છે, વાયુ, પિત્ત કફ માટે સારી છે, તેમજ બળપ્રદ મૈથુન શક્તિ વધારનાર છે. તે આંખનું તેજ વધારે છે. તેમજ રતાંધળાપણા માટે તેને ડોડીના પાનને ઘીમાં શેકીને ખાવા જોઈએ.
નિઃસંતાન સ્ત્રી માટે વરદાન રૂપ છે
- આજના યુગમાં ઘણી સ્ત્રીઓને નિઃસંતાન પણું સતાવે છે. તેવા માં તે સ્ત્રીએ ડોડીનું સેવન કરવું જોઈએ. જયારે તમે ડોડીનું ફળ તોડો છો ત્યારે તેમાંથી દૂધ જેવું સફેદ પ્રવાહી બહાર નીકળે છે. જેને ‘પયસ્વિની’ કહે છે. અને આ ડોડીના ફળમાં જે સ્ત્રીને કોઠાનો રતવા હોય તેમના માટે ખુબ સારી છે.
- એટલે કે જે સ્ત્રીને રક્ત નો વા હોય તે સ્ત્રી મોટેભાગે સંતાન પ્રાપ્તિ નથી કરી શકતી. જયારે કોઈ સ્તીરને માસિક વખતે આર્તવ માં પિત્ત દોષ રહેલો હોય છે. એટલે કે જયારે પિત્ત દોષ કે વાયુ દોષ વાળું આર્તવ ગર્ભાશયમાં રહેલું હોય ત્યારે તેને ‘રતવા’ કહે છે.
- એટલે કે જે સ્ત્રીને રતવા હોય તે સ્ત્રી માતા નથી બની શકતી અથવા તો તેને ગર્ભ રહેતો નથી. અને કસુવાવડ થઈ જાય છે. માટે આવી સ્ત્રી માટે ડોડી એ વરદાન સમાન છે, માટે નિઃસંતાન સ્ત્રી ડોડીનું સેવન કરવું જોઈએ.
- જેમ કે અગાઉ વાત કરી તેમાં ડોડીના ફળને ડોડા કહે છે. જે ખુબ જ જાડા, લાંબા અને લીલા રંગના હોય છે. આ ફળને તોડવાથી તેમાંથી પીળા રંગનું દૂધ નીકળે છે. જો કે તમને આ ડોડા શિયાળામાં વધુ જોવા મળે છે. તેનું શાક તમે મરચા ને તેલમાં કરી શકો છો. જો કે તમને બજારમાં ડોડા બહુ ઓછા જોવા મળશે. પણ તે ગામડાઓમાં વધુ જોવા મળે છે.
- જો કે તમે ડોડીના પાનની ભાજી પણ બનાવી શકો છો. જેને તમે છાશ કે દહીં સાથે બનાવી શકો છો. તેમજ ડોડીની ભાજી ખાવાથી આંખનું તેજ વધે છે. ડોડીના મૂળનો પણ ઔષધી તરીકે ઉપયોગ કરી શકાય છે.
- આ સિવાય ડોડી એ શીતળ, મૂત્રજનન છે. ડોડીના મૂળનો અર્ક, ડોડીના મૂળ, શતાવરી, ગાયનું ઘી, એમ તેનું મિશ્રણ કરીને ચૂર્ણ બનાવી શકો છો. જેને તમે સવાર અને સાંજ સેવન કરી શકો છો. તેમાંથી તમારા પિત્ત, કફ, વાયુ, વંધ્યત્વ, આંખની નબળાઈ વગેરે દુર થઈ શકે છે.
- જો તમે પેશાબમાં બળતરા થતી હોય તો તે માટે તમે ડોડીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ડોડીના મૂળનો ઉકાળો, જીરાના ચૂર્ણ સાથે 3 દિવસ ખાવો જોઈએ તેનાથી તમને પેશાબમાં થતી જલનમાં રાહત મળે છે. મૂત્રનલિકા ની બળતરા દુર થાય છે, સ્ત્રીઓની કોઠાની ગરમી શાંત થાય છે.
- આ ડોડી એ તમને અનેક રીતે લાભ કરે છે જેમ કે પિત્ત, કફ, વાયુ દુર કરે છે, ધાવણ વધારે છે, નિઃસંતાન પણું દુર થાય છે, આંખનું તેજ વધારે છે, વિટામીન એ થી ભરપુર છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.