આજે લેખની શરૂઆત એ વાત થી કરીએ, જે વાત 99% લોકો નથી જાણતા હોતા, એ વાત છે પાણી પીવાની સાચી રીત. જાનવરો (પ્રાણીઓ) ને પણ સાચી રીતની ખબર છે પણ મનુષ્યોને નથી ખબર બોલો.. તો, આવો જાણીએ તેની સાચી રીત.
- કેવી રીતે પાણી પીવું જોઈએ, તે ખાસ જાણો. (પાણી પીવાની સાચી રીત)
મોટા ભાગના લોકો ઉભા ઉભા જ પાણી પીવે છે, પણ તમને એક વાત યાદ રાખો કે, ઉભા ઉભા પાણી પીવાથી કીડની પર વધુ પ્રેશર આપે છે. માટે હંમેશા બેસીને નિરાંતે પાણી પીવું જોઈએ. તેમજ બીજી એક વાત કે ઘણા લોકો ઉંચેથી પાણી પીવે છે અને ફટાફટ પાણી પીય લેતા હોય છે. એ પણ પાણી પીવાની ખોટી રીત છે. પાણી હંમેશા ધીમે ધીમે અને નાના નાના ઘૂંટડે પીવું જોઈએ.
જેમ સિંહ, વાઘ તેમજ અન્ય પ્રાણીઓ તેની જીભ વડે પાણી પીવે છે તે પાણી પીવાની સાચી રીત છે. જો તે પ્રાણીઓ ધારે તો, તે પણ પૂરું મોં પાણીમાં નાખીને એક સાથે પાણી પીય શકે છે. પણ તે તેમ નથી કરતા. કેમ કે, તે પાણી પીવાની સાચી રીત જાણે છે. પણ મનુષ્ય બુદ્ધિશાળી હોવા છતાં નથી જાણતા બોલો.
જો કે આજની વ્યસ્ત જીવનશૈલી ને લીધે શરીરનું જે ધ્યાન રાખવું જોઈએ તે નથી રખાતું. જેના કારણે અનેક બીમારી થઈ શકે છે. આમ સમયસર ભોજન ન કરવું. ઓછુ પાણી પીવું તેમજ દવાઓનું સેવન કીડનીને નુકસાન કરે છે. આમ પાણી પીવાથી તેમજ મીઠું ઓછુ ખાવાથી કિડનીના રોગોથી બચી શકાય છે. શું તમે જાણો છો કે આપણે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?
- દરરોજ તમારે 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ
મિત્રો જો તમે ઈચ્છતા હો કે તમારું શરીર તંદુરસ્ત રહે તો તમારે પાણીનું સેવન પુરતા પ્રમાણ માં કરવું ખુબ જરૂરી છે. આથી એમ પૂછવામાં આવે કે તમારે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ તો તેનો જવાબ છે તમારે દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેના કારણે તમારી કીડની યોગ્ય રીતે કામ કરી શકે. આ સિવાય તમારા શરીરને સામાન્ય કામ કરવા માટે પણ પુરતું પાણી મળી રહે. જેના કારણે તમારું શરીર હાઈડ્રટેડ પણ રહે અને તમારી કીડની પણ સ્વસ્થ રહી શકે.
- કીડનીની બીમારી થવા પર આ વાતોનું ખાસ ધ્યાન રાખો
મિત્રો આજે લોકો પોતાની વ્યસ્ત જીવન શૈલી માં પોતાના શરીરનું ધ્યાન નથી રાખતા. જેના કારણે તેઓ પાણી પણ ખુબ ઓછુ પીવે છે પરિણામે તેને આગળ જતા કીડની બીમારી થઈ શકે છે. કારણ કે કીડનીને સાફ કરવા માટે જરૂરી પાણીની માત્રા ઓછી પડે છે. જેના કારણે કીડની સાફ નથી અને ઇન્ફેકશન પણ થઈ શકે છે. અને અંતમાં કીડની ફેઈલ પણ થઈ શકે છે. આથી ડોક્ટર કહે છે કે કિડનીની બીમારીથી બચવા માટે પાણી પીવું ખુબ જરૂરી છે.
- પાણીની સાથે અન્ય પ્રવાહી પણ લઇ શકો છો
જો કે એવું જરૂરી નથી કે તમારે ફક્ત પાણી પીવું જોઈએ અને તેનાથી કિડનીની બીમારી નથી થતી. પણ તમારે પાણીની સાથે બીજા કોઈ પ્રવાહી નું પણ સેવન કરવું જોઈએ. જેમ દૂધ પી શકાય છે. અને અન્ય કેટલાક ફળોનો રસ પણ પી શકાય છે. જેના કારણે તમારા શરીરમાં પાણીની કમી તો પૂરી થાય છે સાથે અન્ય પ્રવાહીનું સેવન કરવાથી અન્ય પોષક તત્વો પણ શરીરને મળે છે.
- પાણી પીવાથી વિષાક્ત પદાર્થ બહાર આવે છે
જયારે આપણે પાણી પીએ છીએ ત્યારે તેનાથી માત્ર કીડની જ સાફ નથી થતી પણ તેની સાથે આખા શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થ પણ શરીર માંથી બહાર નીકળી જાય છે. આમ શરીરની યોગ્ય સફાઈ થઈ જવાથી આપણે જલ્દી બીમાર પડતા નથી. આ સિવાય શરીરની ગંદકી દુર થઈ જાય છે.
- સ્વચ્છ પાણી પીવો
એક વાત અહી એ યાદ રાખો કે તમે જે પણ પાણી પીવો છો તે શુદ્ધ હોવું જોઈએ. ઘણી વખત આપણે ગમે ત્યાં જે પણ પાણી મળે તે પિતા હોઈએ છીએ જેના કારણે કીડની ખરાબ થઈ શકે છે. તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇન્ફેકશન પણ લાગી શકે છે. આથી પાણી પીતા પહેલા પાણીની શુધ્ધતા ની ચકાસણી કરો. અને પછી જ પાણી પીવો.
- નિયમિત રીતે પેશાબ જાવ
મિત્રો ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પાણી તો પીવે છે પણ જયારે તેને પેશાબ લાગે છે ત્યારે તેઓ જતા નથી અને પેશાબ રોકી રાખે છે. જેના કારણે કીડનીને ચેપ લાગે છે અને કિડનીની બીમારી થઈ શકે છે. આથી પાણી પીવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી પેશાબ જાવું પણ જરૂરી છે.
- સંક્રમણ નો ખતરો નથી રહેતો
જો તમે પાણી વધુ પીવો છો તો તમે પેશાબ પણ જાવ છો. જેના કારણે પેશાબ મારફતે શરીરના ઘણા બેકટરિયા બહાર નીકળી જાય છે. અને તમારી પાચન શક્તિ પણ સુધારે છે. જેના કારણે તમારી કીડની પણ સારી રીતે કામ કરી શકે છે. આથી પોતાની કીડની સ્વસ્થ રાખવા માટે પાણી પીવું ખુબ જરૂરી છે તેમજ પેશાબ જાવું એ પણ જરૂરી છે. આને પેશાબ ન રોકવું જોઈએ.
જો તમારી કીડની વધુ ખરાબ છે તો તમારે ગ્લોમેર્યુલર, પ્લાઝમા કોપેપ્ટીન, યુરીન આલ્બુમીન જેવા ટેસ્ટ કરાવીને કીડની ફંકશન માપી શકો છો. આમ તમારે ક્યારેય પણ પાણી પીવાની બાબતમાં આળસ ન કરવી જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.