માણસના શરીરમાં કિડનું મહત્વ વધારે હોય છે. ભગવાને માણસના શરીરમાં બે કિડની બનાવી છે એક ખરાબ થાય તો બીજી કિડની પર જીવતો રહી શકે છે પણ કિડનીમાં કોઈ રોગ હોય તે માણસને ખુબજ દુખી થાય છે કારણ કે, કિડનીમાં થતો દુખાવો અસહ્ય હોય છે. કિડની શરીરમાં થતી અલગ અલગ પ્રકારની ગંદગી બહાર કાઢવાનું કાર્ય કરે છે. લોકોની ઘણી એવી આદતના કારણે કિડની ખરાબ થવા લાગે છે. આલગ આ આદતના કારણે કિડની ફેલ થવાની શક્યતા રહે છે.
ચાલો જાણીએ માણસની કેવી આદતોના કારણે કિડની ખરાબ થવાની શક્યતા રહે છે. સમાન્ય લગતી આદતો પણ કિડની ખરાબ કરી શકે છે જાણીશું તે સમાન્ય બાબત તમે પણ કરતાં હશો. અને તમને પણ કિડની પ્રોબલમ થવાની શક્યતા રહે છે.
ઓછું પાણી પીવું. વધારે કિડનીની સમસ્યા ઓછા પાણી પીવાથી થાય છે. ઓછું પાણી પીવાથી કિડનીમાં રહેલી ગંદગી સાફ થશે નહીં તેથી પથરી એટલે કે સ્ટોન થવાની શક્યતા સૌથી વધારે રહે છે. કિડની સાફ અને સુરક્ષિત રાખવા માટે નિયમિત 5 થી 5.30 લિટર પાણી પીવું જોઈએ. આ કાર્ય નિયમિત કરવાથી કિડની રોગથી બચી શકાશે.
નમકનું સેવન. નિયમિત મીઠાનું સેવન કરવાથી કોઈ સમસ્યા નથી પણ વધારે નમકનું સેવન કિડની ખરાબ કરવાનું કાર્ય કરે છે. વધારે નમકના સેવનથી કિડનીમાં ખાર જમા થવા લાગે છે અને તે ખારથી કિડનીના રોગ થવાની સમસ્યા વધારે થાય છે. વધારે નમકનું સેવન કરવાથી કિડનીનું ફિલ્ટર નબળું પડે છે. બને તો, નમકનું સેવન ભોજનમાં ઓછી માત્રામાં કરવું.
પેશાબને વધારે રોકવું. સૌથી વધારે રોગનું કારણ બને છે પેશાબને વધારે સમય રોકવું. જે લોકોને પેશાબ રોકવાની આદત છે તેને કિડનીની બીમારી થવી નક્કી હોય છે. થોડા સમયની અંદર પથરી કે, કિડનીનો કોઈ રોગ થવાની શક્યતા રહે છે. કિડનીમાં રહેલું પેશાબ એક તરલ પદાર્થ પેદા કરે છે જેને વધારે રોકી રાખવાથી કિડનીમાં પ્રેશર બનાવી રાખે છે. આ પ્રેશરના કારણે કિડની ખરાબ થવાની સમસ્યા રહે છે.
સિગારેટનું સેવન. આયુર્વેદ અને ડોકટરોના રિપોર્ટ અનુસાર વધારે સિગરેટનું સેવન પણ કિડની ખરાબ કરી શકે છે. નિયમિત સિગરેટનું સેવન કરવાથી ફેફસા અને કિડનીની નસોમાં લોહીનું દબાણ થાય છે અને કિડની સુધી લોહી સરખી રીતે પહોચતું નથી. સિગારેટની આદત છોડવી જોઈએ. સિગારેટની આદતના કારણે ફિલ્ટર થવાની પ્રક્રિયા પર અસર પડે છે અને કિડની અંદરથી ડેમેજ થાય છે.
દવાનો વધુ પ્રયોગ. જે લોકોને નાની નાની બીમારીમાં દવા લેવાની આદત છે તેને પણ કિડનીમાં રોગ થઈ શકે છે. દવાની અંદર એવા એસ્ટેરાઈડ હોય છે જે વધુ લેવાથી કિડનીને અંદરથી ડેમેજ કરી અને ખરાબ કરે છે. કોઈ પણ મામૂલી દવા લેવા પહેલા ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ અને વધારે દવાઓ ના લેવી જ સેહત માટે સારું રહેશે.
હેવી ખોરાક. ભારે ખોરાક એટલે વધારે તેલ વાળો, મસાલા વાળો કે, વધારે લોટ વાળો ખોરાક ખાવાથી પણ કિડની પર દબાણ પડે છે. ખોરાકથી સીધું દબાણ નહીં થાય પણ આંતરડુ દબાવાના કારણે કિડની પર પણ દબાવ આવે છે. વધારે ફાઈબર વાળો ખોરાક લેવાથી કિડની ઉપર સારો પ્રભાવ પડે છે. હેવી ખોરાક લેવાથી બચો અને કિડનીની કેર કરો જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા કે રોગ ઊભો ના થાય.
ડાયાબિટીસનો રોગ. ડાયાબિટીસના દર્દીને ખાસ યાદ રાખવું કે, આ રોગ પછી કિડની સબંધિત બીમારી થવાની શક્યતા વધારે રહે છે. લોહીમાં શુગરનું પ્રમાણ વધે અથવા ઘટે ત્યારે કિડનીમાં પણ દબાણ આવે છે. ડાયાબિટિસનો રોગ શરીરમાં વધારે સમયથી રહેલો છે તો, તેને ખાન પાન અને શરીરનું વધારે ધ્યાન રાખવું. કોઈ પણ પ્રકારનો રોગ શરીરમાં હોય તો દવાઓ અને ખાન-પાન પર વધારે ધ્યાન રાખવું નહિતો આગળ બીજી બીમારી શરીરમાં પેદા થઈ શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.