👣 નવા લગ્ન થયા બાદ જ્યારે ઘરમાં નવી વહુ આવે ત્યારે આપણે હાથની છાપ અને કંકુ પગલા કરાવતા હોય છે. તેના પગલાં ઘરમાં પડે તે શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પગલાં પરથી તમે તે વ્યક્તિનો સ્વભાવ કેવો હશે તે જાણી શકો છો.
👣 કંકુ પાછળ પણ આ પ્રકારનું લોજીક રહેલુ હશે. તે વ્યક્તિનું ભાગ્ય અને ભવિષ્ય કેવું રહેશે તેની પણ જાણકારી આપણે મેળવી શકીએ છીએ. એમ કહીએ તો પણ કંઇ ખોટું નથી. કેમ કે વ્યક્તિના પગની છાપ કેવી પડે છે. તેની પરથી સારી રીતે તારણ કાઢી શકાય છે કે માણસ કેવો હશે. તો આવો જાણીએ અલગ અલગ પગની છાપ વિશે.
👣 આખા પગની છાપ :- જે વ્યક્તિના પગની છાપ આખી પડતી હોય બહુ તે ભાગ્યશાળી હોય છે. જો કોઇના પગ આખો દિવસ ભીના થાય અને ઘરમાં કે બહાર તેનો પગલાં આખા જમીન પર પડતા હોય તો માનવું કે તેના મનમાં કોઇપણ પ્રકારનું પાપ નથી તે સાફ મનનાં અને ઇમાનદાર હોય છે. આ વ્યક્તિ ભણવામાં પણ ઘણા હોશિયાર હોય છે. કારણ કે તેની વિચારશક્તિ બધાથી અલગ હોય છે.
👉 તેમનું જીવન સામાન્ય હોય છે સાથે આ લોકો થોડા આળસુ હોય છે. તો કોઇપણ કાર્ય કરવામાં મોડું કરતા હોય છે. આજનું કામ કાલ પર છોડે છે અને કાલનું થશે તેવો આળસું સ્વભાવ હોય છે. તેમનો જીવનમાં પરફેક્શન જેવું કંઇક હોતું નથી. કોઇનું કહ્યું સાંભળતા નથી. મરજીના માલિક હોય છે, પણ જે ધારે તે કરીને જંપે છે.
👉 લગ્નજીવન પછી આવા લોકોનું ભાગ્ય ખુલી જાય છે. જે કામમાં ક્યારેય સફળતા ન મળી હોય તેવી સફળતા લગ્ન પછી તેમને મળે છે. તેઓ પોતાના લાઈફ પાર્ટનર સાથે જીવન સફળ બનાવવા ખૂબ પરિશ્રમ કરે છે. શરુઆતમાં મુશ્કેલી પડે છે. પછી તે જ્યારે 34માં વર્ષે પ્રવેશે ત્યારે તેમનો ભાગ્યોદય થાય છે.
👣 માત્ર પંજાની છાપ :- જે લોકોના પગનો માત્ર આગળનો પંજો અને વચ્ચેના ભાગના પગલાં પડતા હોય છે. તેમને શાસ્ત્રોમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ લોકોને સમાજમાં પણ માન પ્રાપ્તી થાય છે. સારી પ્રતિષ્ઠા અને ખ્યાતી મેળે છે. આવા લોકો જે કોઇ કાર્ય કરે છે તેમાં સફળતા મળે છે. તેઓ શાન અને ભૌતિક સુખ મેળવે છે.
👉 તેમ પોતાના સ્વભાવથી લોકોના દિલ જીતી લે છે. બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. જે આમ માણસ સપનાં જોતો હોય છે તે જ્ઞાન અને મહેનતથી પ્રાપ્ત કરે છે. આ લોકો આર્થિક રીતે સક્ષમ હોય છે અને બીજું કે પોતાના બળ પર તે ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકે છે. તેમનું લગ્નજીવન ખૂબ જ રોમાન્સથી ભરેલું હોય છે.
👣 આંગળીના પાછળનો ભાગઃ જે લોકોના પગની છાપ આંગળીની પાછળની બાજુ વચ્ચે થોડી જગ્યા અને પછી આખી એડીની છાપ પડે તેવા લોકો કર્મનિષ્ઠ હોય છે. આ પ્રકારના લોકોને સમયની ક્યારેય કદર હોતી નથી. તેઓ સ્વભાવે મૂડી પણ હોય છે. જે આળસ છોડી પોતાના કામને મહત્વ આપે છે.
👉 જો એક વખત આળસ છોડીને કામમાં મન લગાવે તો ધારે તેવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેમની મહેનત પ્રમાણે ફળ મેળવે છે. જીવનમાં બધા ભૌતિક સુખ મળી રહે છે. તે સિવાય પણ કર્મના કારણે આગળ વધે છે. તેમનો ભાગ્યોદય 28 વર્ષ પછી થાય છે. તેઓને પોતાના લાઈફ પાર્ટનર માટે હમેશા વફાદાર રહે છે અને બધા સામે પોતાનો પ્રેમ દેખાડતાં અચકાતા નથી.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.