✋આપણે ઘણા શાસ્ત્રોના વિશે જાણીએ છીએ તેમાનું જ એક એટલે જ્યોતિષશાસ્ત્ર. આ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનું ભવિષ્ય જાણવા માટે તેના હાથની રેખાને જોવામાં આવે છે અને તેના પરથી તેનું ભવિષ્ય જ્યોતિષ દ્વારા કહેવાતું હોય છે. પરંતુ દોસ્તો આ વાત માત્ર તેના ભવિષ્યને બતાવે છે. પરંતુ આપણે વ્યક્તિનો સ્વભાવ પણ જાણવો હોય તો તેના માટે તેના કાંડા પર બનતી રેખાનો પણ અભ્યાસ કરવો જોઈએ.
✋ દરેક વ્યકિની હસ્ત રેખા અલગ અલગ હોય છે તેમજ આ કાંડાની રેખા પણ અલગ અલગ હોય છે. અને તેનાથી વ્યક્તિનો સ્વભાવ અને તેને લગતી કેટલીક ખાસ વાતોને જાણી શકાય છે. દોસ્તો આપણને ઈશ્વર તરફથી જે કંઈ મળ્યું છે. તે સૌથી અલગ છે. હા દરેક વ્યક્તિ નાક-નકશીથી એક બીજાથી સાવ જુદો જ તરી આવે છે. આથી જ આપણે હસ્તરેખા પરથી આપણું ભાવિ જાની શકીએ છીએ.
✋ પરંતુ મિત્રો આપણે આજે આ હાથની રેખાની વાત નથી કરવાની પણ કાંડા પર પડતી રેખાની વાત કરવાની છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રેખાને મણીબંધ એવું ખાસ નામ આપવામાં આવેલું છે. આ રેખા તમારા કાંડા પર જોવા મળે છે તેના માટે તમારે હાથની મૂઠી વાળીને એ મૂઠીને થોડી તમારા ચહેરા તરફ જુકાવવાની છે.હવે જે રેખા દેખાય તે જ મણીબંધ રેખા છે.
✋ દરેક વ્યક્તિની આ મણીબંધ રેખા અલગ હોય છે. તો ચાલો આજે આપણે હસ્તરેખા જ્યોતિષ અનુસાર તમારી આ મણીબંધ કેવી વિશિષ્ટતા ધરાવે છે. તે જોઈએ. આ શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે આ રેખા વ્યક્તિના જીવનમાં આપણી હાથની રેખાઓ કરતાં પણ વધારે પ્રભાવશાળી છે.
✋ આ રેખાને જોવા માટે જો પુરુષની જોવી છે તો તેના ડાબા હાથને જોવો અને મહિલાઓને તેના જમણા હાથમાં જોવામાં આવે છે. આમ આ રેખા જોઈને તેના સ્વભાવને જાણી શકાય છે. આ મણીબંધ રેખાથી આપણે વ્યક્તિનો સ્વભાવ તો જાણી જ શકીએ છીએ પરંતુ તેનાથી વ્યક્તિનું આયુષ્ય પણ જાણી શકાય છે. હવે આપણે જોઈએ કે જે વ્યક્તિના કાંડા પર આવી ચાર રેખા બને છે તે ખૂબ જ નીડર સ્વભાવની હોય છે.
✋ તે કોઈ પણ કાર્યને ખૂબ જ નીડરતાથી પૂર્ણ કરી શકે છે તેને પોતાના મોતનો પણ ભય હોતો નથી. જે વ્યક્તિના કાંડે ત્રણ રેખા હોય છે તેના માટે એવું કહેવાય છે કે તેનું આયુષ્ય અંદાજે 70 થી 75 વર્ષનું માનવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિને માત્ર બે જ રેખા હોય તો તેના માટે એવું કહેવાય છે કે તે માત્ર 50 થી 55 વર્ષનું જ આયુષ્ય લઈને આવેલ છે.
🤚દોસ્તો આપણે જોતાં હોઈએ છીએ કે દરેક વ્યક્તિના કાંડા પર અલગ અલગ પ્રકારે રેખાઓ આવે છે. કોઈને ચાર તો કોઈને ત્રણ એમ એના પરથી તેનો સ્વભાવ કેવો હોય શકે તેનો અંદાજ લગાવી શકો છો.
✋આપણે જોઈએ કે કોઈ વ્યક્તિના કાંડા પર માત્ર બે રેખા અને તે પણ એકદમ સીધી જ હોય અને વચ્ચે ક્યાંય પણ તૂટેલી ના હોય તો આવી વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. તે પૂરી લાઈફ સુખ સંપ્રદામાં વિતાવે છે. આ સાથે જે વ્યક્તિના કાંડા પર ત્રણ રેખા હોય છે અને એ પણ તૂટયા વગરની સળંગ. આવી વ્યક્તિ પણ ખૂબ જ ખુશહાલ જીવન પસાર કરી શકે છે. હંમેશા તેની સાથે સારું જ બને છે. તેની જિંદગીમાં તેને દૂ:ખનો સામનો ક્યારેક જ કરવાનો થાય છે.
🤚આપણે જોઈએ કે જે વ્યક્તિના કાંડા પર ચાર મણીબંધ રેખા હોય અને તે પણ એકદમ સિધી તો આવા વ્યક્તિનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. તેઓ ખૂબ જ મહેનતું અને પરિશ્રમી હોય છે. તેઓ જે ધંધો કે બિજનેસ કરે તેમા તેની ખૂબ જ તરક્કી થાય છે. દુનિયામાં તેનું નામ ગુંજે છે. આમ આપણે હસ્ત અને કાંડાની રેખા પરથી વ્યક્તિનું આયુષ્ય અને તેના સ્વભાવની ખાસિયતને જાણી શકીએ છીએ.
જો આ મણીબંધ રેખા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.