આજના સમયમાં ચેપી બીમારી ખૂબ વધી રહી છે.આપણે થોડા સમય પહેલા જ કોરોના જેવી મહામારીમાંથી બહાર આવ્યા છીએ. તેમાં બધા લોકોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.ઉપરાંત હવે શિયાળાની ઋતુની શરૂ થઈ ગઈ છે. તેમાં બધા ચેપી બીમારીથી બચવા ઉકાળાનું સેવન વધુ કરતાં હોય છે.અમુક લોકો માટે ઉકાળો સ્વાસ્થ્ય માટે ફાયદો પણ કરે છે અને નુકશાન પણ. તો જાણીએ ઉકાળાના સેવનથી શું-શું થઈ શકે.
ચેપી બીમારીથી બચવા આપણે ઉકાળાનું સેવન કરતાં હોય છીએ. ઉપરાંત આપણું આયુર્વેદ પણ ઉકાળાને મહત્વ આપે છે. કારણ કે, ઉકાળામાં રોગોપ્રતિકાર શક્તિ હોય છે અને આપણી ઇમ્યુનિટી પણ વધે છે. પરંતુ અમુક લોકોને ઉકાળો નુકશાન પણ કરે છે. શિયાળાની ઋતુમાં ઉકાળો પીતી વખતે આ ભૂલ કરતાં હોય છીએ તેથી ઉકાળો નુકશાન કરી શકે છે.
ઉકાળો પીતી વખતે આ નીચેની ભૂલ ક્યારેય ન કરવી :-
ઉકાળાની પ્રકૃતિ ગરમ હોય છે. તેથી ઉકાળનું સેવન જરૂરિયાત કરતાં વધારે કરવામાં આવે તો શરીરમાં નુકશાન થઈ શકે છે. ઉપરાંત ઉકાળને વધુ સમય સુધી ઉકાળી અને પીવાથી પણ નુકશાન થઈ શકે છે. તેથી આવી ટેવ કાઢવી જોઈએ.ઉકાળાના વધુ સેવનથી ખીલ,એસિડિટી,પેશાબમાં બળતરા અને ઇન્ફેકશન વગેરે જેવી સમસ્યા થઈ શકે છે.ઉકાળો પીવાથી ઇમ્યુનિટીતો વધે છે પરંતુ ખોટી રીતે સેવન કરવાથી નુકશાન પણ થઈ શકે છે. તેથી હવે જાણીશું ઉકાળો પીવાની સાચી રીત.
👉 જે લોકો દિવસ દરમિયાન 3-4 વખત ઉકાળાનું સેવન કરતાં હોય તેમણે આ ટેવ ખાસ ત્યજી દેવી કારણ કે,દિવસમાં વધુ વાર ઉકાળાનું સેવન કરવાથી નુકશાન થઈ શકે છે.તેથી દિવસ દરમિયાન ઓછા સમય સુધી ગરમ કરેલ ઉકાળો માત્ર અડધો કપ જ પીવો તે સ્વાસ્થ્ય માટે હિતાવહ ગણાય છે.
👉 અમુક લોકો ઉકાળાને વધુ સમય માટે ગરમ કરતાં હોય છે.પરંતુ તેનાથી ઉકાળાની અંદર નાખેલી વસ્તુની ગુણવત્તા ખોરવાય જાય છે.તેથી ઉકાળાના ગુણ ઓછા થઈ જાય છે.જેથી ઉકાળાને માપસર ગરમ કરવો જોઈએ.
👉 ઉકાળો બનાવતી વખતે તેમાં ઠંડી પ્રકૃતિની વસ્તુઓનો પ્રયોગ કરવો જોઈએ કારણ કે, શરીર માટે જેટલી ગરમ વસ્તુની જરૂર હોય એટલી જ ઠંડી.તેથી ઉકાળો બનાવતી વખતે તેમાં એલચી અને ગુલાબના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
👉 રોજ નિયમિત રૂપે દિવસ દરમિયાન 5 લિટર કરતાં વધુ પાણી પીવું કારણ કે, પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન દૂર થઈ જાય છે તેથી તે નુકશાન પહોંચાડી શકતા નથી.ઉપરાંત નારિયેળનું પાણી પીવું જોઈએ અને ફૂદીનાને પીસી પાણી સાથે તેનું સેવન કરવું જોઈએ.
👉 રોજ ઉકાળાનું સેવન કરવાથી શરીરમાં ગરમી વધે છે અને ખીલ,એસિડિટી જેવી તકલીફો થાય છે.તેથી દિવસમાં ઠંડી વસ્તુનું સેવન કરવું જોઈએ જેવી કે, કેળાં અને દ્રાક્ષ જેવા ઠંડા ફાળો ખાવા જોઈએ.
👉 રોજ ઉકાળો ન પીવો જોઈએ.ઉકાળો પીવાથી શ્વસનતંત્રના ચેપી રોગો સામે રક્ષણ તો આપે છે પણ વધુ સેવન નુકશાન કરે છે. તેથી શરીરમાં શ્વસનતંત્રની બીમારી હોય તો અઠવાડિયામાં રોજ સેવન કરવું જોઈએ અને બીમારી દૂર થયા બાદ અઠવાડિયામાં માત્ર 2 વાર જ સેવન કેવું જોઈએ. તેથી તમારા શરીરને ઉકાળાથી નુકશાન ન થાય.
જો આ પોસ્ટ ઓફિસની યોજના વિષેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.