🥦 આપણા શરીરને તંદુરસ્ત અને રોગોથી મુક્ત રાખવા માટે આપણે પોષ્ટીક આહાર લેવો જોઈએ. જેમાં સ્વાસ્થ્યવર્ધક ખોરાકમાં ફળો, લીલા શાકભાજીનું સેવન ફાયદાકારક છે. પરંતુ તે સિવાય સૂકો મેવો અર્થાત ડ્રાઈ ફ્રૂટનું સેવન પણ ઘણું ફાયદાકારક હોય છે. જે સ્વાદમાં તો બેસ્ટ હોય જ છે પરંતુ તે ગુણોમાં પણ અવ્વલ હોય છે.
🌰 ડ્રાઈ ફ્રૂટમાં કાજુ, બદામ, કિશમિસ લોકો વધારે સેવન કરતાં હોય છે. પરંતુ પિસ્તાનું સેવન ઓછું કરતાં હોય છે. જેનું કારણ એ હોય છે કે, પિસ્તા વિશે લોકોને પૂરી જાણકારી ન હોય. પિસ્તા ક્યારે ખાવા, કેટલા પ્રમાણમાં ખાવા, પિસ્તાથી કેટલા ફાયદા થાય, કેવા પ્રકારના પિસ્તાનું ચયન કરવું વગેરે મનમાં સવાલો થાય છે. જેથી આજે અમે તમને પિસ્તાથી જોડાયેલ બધી જાણકારી આ આર્ટીકલમાં જણાવશું.
👉 પિસ્તા ખરીદતી વખતે તેનું સચોટ ચયન :- ઘણી વાર લોકો કોઈ પણ રંગ-રૂપ ધરાવતા પિસ્તા ખરીદીને લઈ આવતા હોય છે. પરંતુ તેના સેવનથી કોઈ ફાયદો થતો નથી. તમારે જ્યારે પિસ્તા ખરીદવા હોય ત્યારે સૌપ્રથમ ફોતરાં ધરાવતા અને રંગમાં લીલા ખરીદવા. જો તમે ફોતરાં કાઢેલા પિસ્તા ખરીદવા ઇચ્છતા હોય તો ધ્યાન રાખવું કે, પિસ્તાની અંદર કાણા ન પડેલા હોય. જો તેમાં કાણા પડેલા હોય તો તે ખરાબ હશે અને તેમાં જીવાત થઈ ગઈ હશે, તેથી આવા પિસ્તા ખરીદવા નહીં.
👉 પિસ્તાની પ્રકૃતિ :- પિસ્તાને ઠંડીની ઋતુમાં વધારે સેવન કરવાનું કહેવામાં આવે છે. કારણ કે, પિસ્તાની પ્રકૃતિ ગરમ હોય છે. એટલા માટે ગરમીની ઋતુમાં પિસ્તાનું સેવન કરવામાં થોડો કંટ્રોલ રાખવો પડે છે. જેથી કોઈ પ્રકારની આડ-અસર ન થાય.
👉 પિસ્તાનું સેવન કરવાનું પ્રમાણ :- આપણા શરીર માટે પિસ્તા ખૂબ ફાયદાકારક હોય છે. પિસ્તાનું સેવન દિવસમાં 35- 45 ગ્રામ કરવામાં આવે તો તે હિતાવહ છે. પરંતુ જો વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હિતકારી નથી ગણાતા.
👉 પિસ્તાનું સેવન કરવાની સાચી રીત :- જો પિસ્તાને સાચી રીતથી સેવન કરવામાં ન આવે તો તેના વધુ ફાયદાઓ થતાં નથી. પરંતુ જો પિસ્તાને આખી રાત પાણીમાં પલાળી અને સવારે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો ફાયદા ડબલ થઈ જાય છે.
👉 પિસ્તાને વધુ સમય સુધી સ્ટોર કઈ રીતે કરી રાખવા :- પિસ્તા એવું ડ્રાઈ ફ્રૂટ છે જો તેને સરખી રીતે સાચવીને ન રાખવામાં આવે તો પિસ્તા ખરાબ થઈ જાય છે. એટલા માટે પિસ્તાને હંમેશા હવા ચુસ્ત ડબ્બામાં રાખી અને સુર્ય પ્રકાશ ન આવતો હોય એવી જગ્યાએ સ્ટોર કરવા. જેથી પિસ્તા લાંબો સમય સુધી ખરાબ નહીં થાય.
👉 પરંતુ જો આવી રીતે સ્ટોર કરવામાં ન આવે તો પિસ્તા ખરાબ થઈ જાય છે પણ લોકોને એ જાણ નથી રહેતી કે સારા અને ખરાબ થઈ ગયેલા પિસ્તા વચ્ચેનો તફાવત શું હોય. એટલા માટે ખરાબ પિસ્તાને ઓળખવાની સરળ રીત છે. જેમાં પિસ્તાનો સ્વાદ પહેલા કરતાં બદલાયેલો અથવા કડવો લાગે, ઉપરાંત તેનો કલર બદલી ગયો હોય અથવા તેમાં કાણા પડી ગયા જેવા સંકેતો દેખાય તો સમજવું કે પિસ્તા ખરાબ થઈ ગયા છે. તેનું સેવન ન કરવું જોઈએ.
👉 પિસ્તાનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ પિસ્તાના સેવન કરતા પહેલા ઉપર દર્શાવેલ જાણકારી ફરજિયાત હોવી જોઈએ. નહિતર તમને ફાયદાને જગ્યાએ ઉલ્ટાનું નુકશાન વધારે થઈ શકે છે. તેથી પિસ્તાનું સેવન કરતા પહેલા એક વાર આ લેખ જરૂર વાંચવો.
જો પિસ્તા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.