👉 મીઠાની સૌથી પહેલી જરુરિયાત રસોઇમાં હોય છે, મીઠા વિના રસોઇમાં સ્વાદ નહીં આવે. આ વાત થઇ મીઠાનું રસોઇમાં શું મહત્વ છે? આ મીઠાને આપણે આપણા ઘરમાં કેવી રીતે સ્ટોર કરીએ છીએ તે બાબત આપણા જીવનના ઉતાર-ચડાવની સાથે સંકળાયેલી છે. તો આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી આપણે જઇએ કે મીઠાનું જ્યોતિષ શાસ્ત્રની સાથે શું ક્નેક્શન છે.
👉 આપણે જ્યારે કોઇ મુશ્કેલીમાં હોઇએ ત્યારે તેમાંથી નીકળવા માટે જ્યોતિષની પાસે જતાં હોઇએ છીએ. તો આજે આપણે જ્યોતિષ શાસ્ત્રની જ વાતને જાણીશું. તેમાં એવુ કહેવાયું છે કે, મીઠાને ચંદ્ર અને શુક્રનું પ્રતિક મનાય છે. ચંદ્ર મન અને શુક્ર ભૌતિક વસ્તુઓનો કારક માનવામાં આવે છે. આપણી રસોઇને તો મીઠું સ્વાદ આપે છે પરંતુ તે ભૌતિક વસ્તુ અને મનને સંભાળવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
👉 જો તમે તમારા ઘરમાં મીઠાને કોઇ સ્ટીલના ડબ્બામાં રાખો છો તો આમ થવાથી ચંદ્ર અને શનિનો મિલાપ થાય છે. જે તમારા માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. તમે કદાચએ વાત નહીં જાણતા હોય કે, લોખંડ અને સ્ટીલ જેવી ધાતુને શનિની પ્રતિક માનવામાં આવે છે. તમે આ સ્ટીલના ડબ્બામાં મીઠું રાખો તો ખૂબ ઘાતક યોગ બનવાથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેની સીધી અસર તમારા ઘરના મહિલા વર્ગ પર પડે છે. તેઓ બેચેની, ક્રોધ, ચીડિયાપણુ વગેરે જેવી તકલીફનો શિકાર બનવા લાગે છે.
👉 આપણે મીઠાને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીએ છીએ પરંતુ, તેમા રાખવાથી પણ આપણે તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. ઘરમાં બીમારી આવી શકે છે અને એ તકલીફ એટલી વધારે રહે છે કે આપણી આવક પણ ઓછી પડે એટલો ખર્ચ દવાખાનામાં આવી શકે છે. તો યાદ રાખો કે પ્લાસ્ટિકની બોટલમાં ક્યારેય મીઠું ન ભરવું.
👉 ઘણી વખત વિચાર આવતો હશે કે આપણે સ્ટીલમાં કે પ્લાસ્ટિકના ડબ્બામાં મીઠું નથી ભરવાનું તો હવે તેને શેમાં ભરી શકાય? તો તમારે મીઠાને કાચની બરણીમાં ભરવું સૌથી ઉત્તમ રહેશે. કાચને રાહુનું પ્રતિક માનવામાં આવે છે. આમ જો રાહુ અને કેતુ ભેગા થાય તો તેનું શુભ પરિણામ આવે છે. તેનાથી આપણા જીવનમાં આવતી તમામ મુશ્કીલીઓ દૂર થઇને બધુ સારુ થવા લાગે છે.
👉 એક વાત હંમેશા યાદ રાખો કે મીઠું ક્યારેય કોઇને હાથો હાથ ન આપવું જોઇએ. આમ કરવાથી આપણું નસીબ નબળુ પડવા લાગે છે. બીજું કે આપણે ક્યારેય કોઇને મીઠું આપીએ છીએ તો તે કોઇ વાસણમાં આપવું જોઇએ, નહીં કે પેકેટમાં. આટલી તકેદારી આપણી જીંદગીને ખુશહાલ બનાવી શકે છે.
👉 તમારે કોઇ વ્યક્તિની સાથે અણબનાવ છે એટલે કે બનતુ નથી તો એ વ્યક્તિના ઘરનું મીઠું તમારે ક્યારેય ન ખાવું જોઇએ. જો તમે તેના ઘરનું મીઠું ખાશો તો તમારી બુદ્ધિ પણ તેના જેવી જ થઇ જશે. તો મીઠું નાખેલી કોઇ પણ ચીજ તેના ઘરની ન ખાવી.
👉 એક ખૂબ સરસ ઉપાય છે. જો તમારા ઘરમાં મુશ્કેલીઓ વારંવાર આવતી હોય કે કોઇ બીમારીઓ રહેતી હોય તો તેના માટે તમારે એક કાચના ગ્લાસમાં મીઠું નાખી તેને પાણીથી ભરી લો. આ ગ્લાસને તમારા ઘરમાં નૈઋત્ય ખૂણામાં રાખી દો. જ્યારે તેમાં પાણી ખલાસ થાય ત્યારે ફરી તેને પાણીથી ભરી દો. આમ કરવાથી રાહુનો દોષ દૂર થઇ સૂર્ય, ચંદ્ર અને શુક્રની તમારા પર કૃપા થાય છે. તમારા ઘરમાં ધન ધાન્ય આવે છે સાથે બધુ જ મંગળ થાય છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.