બાળક જન્મે ત્યારે તેની માતા અથવા હોસ્પિટલમાં જે વ્યક્તિ હાજર હોય તે તેના જન્મનો સમય નોંધી લેતા હોય છે. અને તે પ્રમાણે તેના જન્માક્ષર કઢાવતા હોય છે. અને તે જન્માક્ષરના આધારે તે ભવિષ્યમાં કેવા કામ કરશે અથવા કઈ પોસ્ટપર પહોંચશે કે આગળ જઈને કેવું ભણશે તે નક્કી કરતા હોય છે. તે સિવાય તેનું લગ્ન જીવન, જીવન સાથી, પરિવાર સાથેનો સંબંધ બીજી ઘણી બધી માહિતી જન્માક્ષર દ્વારા નક્કી થતી હોય છે.
પરંતુ માત્ર જન્મની તારીખ જ નહીં તેમના જન્મનું વર્ષ પણ બતાવે છે કે તેમનું ભાગ્ય કેવું રહેશે અને તેની પ્રગતિ કેવી રહેશે. તેનું ભાગ્ય તેનો સ્વભાવ જેવી ઘણી બાબતો છે જે જણાવશે કે વ્યક્તિ કેવો હશે તો તમને તેના જન્મના વર્ષ પરથી કેટલીક રહસ્યમય વાતો જાણીશું.
1980-આ વર્ષમાં જન્મેલા લોકોને અભિમાન અને અહમ ઘણો હોય છે. સાથે તમને સ્વભાવ મળતાવડો હોવાથી બધાને ગમતો હોય છે. આ વર્ષમાં જન્મેલા લોકો ભૌતિક સુખ સારી રીતે ભોગવે છે. તેમને સ્વભાવ બીજા કરતાં વધારે જિજ્ઞાસુ હોય છે. જે બધાને ગમે છે.
1981-બીજા વ્યક્તિઓ કરતાં આ વર્ષમાં જન્મેલા લોકો જલદી કોઈના પર વિશ્વાસ મૂકતા નથી. જેના કારણે બધાને મૂડી અથવા સ્વાર્થી લાગતા હોય છે. પરંતુ તેમને જીવનમાં શું મેળવવું તેનો ગોલ નક્કી હોય છે. તે ઘણી મહેનત કરી બધું મેળવવાનો પ્રયત્ન કરે છે. તે સ્માર્ટ તો છે સાથે મહત્વાકાંક્ષી પણ હોય છે.
1982- જે લોકો આમની વધારે નજીક સંબંધ બનાવતા હોય છે. તેમને કંઈક વધારે પડતો પ્રેમ આપતા હોય છે. જલદી બધા પર વિશ્વસ મૂકે છે. અને પોતે પણ વિશ્વસનીય સ્વભાવના હોય છે. તે ઉપરાંત તેમનો સ્વભાવ થોડો રિસર્વ જેવો છે જેના કારણે તેમને સ્વભાવમાં ફેરફાર લાવવો જરૂરી છે.
1983-આ લોકો એકદમ દયાળુ સ્વભાવના હોય છે. કોઈપણ વ્યક્તિ હોય તેની સાથે થોડા જ સમયમાં દોસ્તી કરી લેતા હોય છે. તેમને દગો કે ખરાબ બોલતા આવડતું નથી. તેમનો વિશ્વાસ મોટાભાગના લોકો કરતાં હોય છે.
1984-કોઈપણ હોય જીવનમાં સમજણ અને સ્થિરતા જરૂરી છે. અને આ વાત આપણે આ વર્ષ જન્મેલા લોકો પાસેથી સારી રીતે શીખી શકીએ છીએ. ખુશ મિજાજના માણસ હોય છે. તેમના ચહેરા પર હંમેશાં સ્મિત રહેલું હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય સકારાત્મક વિચારો રાખતા હોય છે. આના કારણે જ બધામાં વધારે લોકપ્રિય હોય છે.એક વાત ખાસ હોય છે.
1985-આવા લોકોને નાની વાતો પર ગુસ્સો આવી જાય છે. ગુસ્સા પર કંટ્રોલ રાખે તો બધું જ સારું થાય છે. પણ તે કોઈનું ખોટું કરતા હોતા નથી. આ વર્ષે જન્મેલા વ્યક્તિ પોતાનું મન અને દિલ જે કહે તેમ જ કરે છે. ક્યારેય કોઈ સલાહ આપે તે પ્રમાણે કરતાં નથી. આવા વ્યક્તિઓને લાગ્યા કરે છે કે પોતે જે નિર્ણય લે છે તે જ સાચો છે.
1986-આ વર્ષમાં જન્મેલા વ્યક્તિનો સ્વભાવ થોડો ઉતાવળીયો હોય છે. તેમને કોઈપણ વસ્તુ હોય તેમાં આગળ વધતા પહેલાં થોડો વિચાર કરવો જોઈએ અથવા કોઈની સલાહ જરૂર લેવી જોઈએ. જેથી પાછળથી પસ્તાવું ન પડે. તેમને કોઈના કંટ્રોલમાં કે કહ્યા પ્રમાણે કરવું ગમતું નથી. પોતાના મનનું ધાર્યું કરનારા હોય છે.
1987-આવા વ્યક્તિ પાસે સેન્સ ઓફ હ્યુમરદ ઘણું પાવરફુલ હોય છે. જેના લીધે બધા પસંદ કરે છે. તેઓ જેને એક વાર પ્રેમ કરે છે. તેના માટે કંઈપણ કરી છુટે છે. તેમને તે વ્યક્તિ જ દેખાતી હોય છે. તે સિવાય જે વ્યક્તિની ચિંતા રહેતી હોય તેનાથી એક મિનિટ પણ દૂર જતા નથી અથવા જવા દેતા નથી.
1988-આ વર્ષમાં જન્મેલા લોકો કોઈપણ સિરીયસ વાત હોય તે પોતાની મસ્તીમાં જીવવાનું પસંદ કરે છે. તેમનો સ્વભાવ તેમની કમજોરી હોય છે. કેમ કે ખૂબ જ રોમેન્ટિક સ્વભાવ ધરાવતા હોય છે. તેમને આ વસ્તુના કારણે થોડો સ્વભાવ બદલાવાની કે નિયંત્રણ લાવવાની જરૂર પડતી હોય છે.
1998-આવા લોકો જલદી કોઈના પર ભરોસો કરતા નથી કે કોઈના સલાહ લેવામાં પણ માનતા હોતા નથી. પરંતુ તેમની મહેનત અને મજબૂત મનોબળના કારણે ધારે તે મેળવી લે છે.
1990- આ વર્ષમાં જન્મેલા લોકો ખૂબ જ લાગણીશીલ સ્વભાવ વાળા હોય છે. તેમની લાગણીને કંટ્રોલ રાખવી જરૂરી છે. તે બધાની વચ્ચે અથવા કંઈપણ બોલે તો સમજીને બોલતા હોય છે. જેથી કોઈને ખોટું ન લાગે.
1991- આ લોકો બીજા બધા કરતાં અલગ સ્વભાવના હોય છે. આવા વ્યક્તિ પોતાની જે વાસ્તવિક ભાવના હોય છે. તે બહાર લાવવામાં વાર લગાડે છે. તેમનો સ્વભાવ કોઈને સેટ થતો નથી કેમ કે નિરાશાવાળો હોય છે. અને વિશ્વાસ પણ રાખી શકતા નથી.
1992-આ લોકો પાસે એટલી ક્ષમતા હોય છે કે જેના કારણે ઘણી સફળતા પ્રાપ્ત કરે છે. તે સિવાય તેમની પાસે કોઈપણ વસ્તુનું નેતૃત્વ કરવાની શક્તિ પણ રહેલી છે. જેના કારણે તે લોકો આગળ વધી શકે છે.
1993-ઘણા લોકો એવા હોય છે. જેમનો મૂડ અમુક સમયે બદલાતો રહે છે. અને આ વર્ષમાં જન્મનારા લોકોને આ જ તકલીફ હોય છે. જેના કારણે તે હેરાન થતા હોય છે. તે સિવાય તેમનું દિમાગ ખૂબ જ ગરમ રહેતું હોય છે. બીજી મોટી ખાસિયત એ હોય છે કે પોતાની ભૂલ પોતે જ સુધારે છે. ગમે તે જગ્યા પર બેઠા હોય ગમે તેટલા માણસ હોય તેનો સ્વીકાર કરવામાં શરમાતા નથી.
1994- સ્વભાવ પ્રેમાળ અને દોસ્તી વાળો હોય છે. જેના લીધે આસપાસ રહેતા લોકો તેમને હંમેશાં પોતાની પાસે રાખવાનો પ્રયત્ન કરે છે. તેમના આ સ્વભાવના જ્યાં પણ જાય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમની બુદ્ધિ અને વાક્ ચતુરાઇથી બધાનું ધ્યાન ખેંચે છે.
1995- આ વર્ષ વાળાને કોઈપણ તેમને નમાવી શકતું નથી. તેમનો સ્વભાવ સકારાત્મક હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે પોઝિટીવ રહેતા હોય છે. જીવનમાં ઘણી મહેનત કરે છે.
1996- આવા વ્યક્તિને દુનિયાની મોટાભાગની વસ્તુ પામવાની ઇચ્છા હોય છે. પ્રકૃતિ સાથે ઘણો પ્રેમ હોય છે. તે સિવાય ભૌતિક સુખ પણ સારું એવું ભોગવે છે.
1997- આવા લોકો કોઈપણ નિર્ણય લેતા પહેલા ઘણી વખત વિચાર કરતાં હોય છે. તેમનો સ્વભાવ ઘણો જિદ્દી હોય છે. તેમનો સ્વભાવ બદલવાની જરૂર હોય છે. એક વાત છે. જેને પણ પ્રેમ કરે છે તેમને પૂર્ણ પણે સમર્પિત હોય છે.
1998- પોતાનો આત્મવિશ્વાસ સારો હોય છે, જેના કારણે ઘણી સફળતા પ્રાપ્ત કરે છે. તેમની બુદ્ધિ બધા કરતાં ઘણી અલગ હોય છે. એટલે કે રચનાત્મક સ્વભાવ વાળા હોય છે.
1999-તેમનો સ્વભાવ સંવેદનશીલ હોય છે. માટે દરેક વ્યક્તિને વધારે પસંદ આવે છે. તે ઉપરાંત સેન્સ ઓફ હ્યુમરનું તો કહેવું જ શું. જબરદસ્ત પાવરફુલ હોય છે.
2000-આ વર્ષમાં જન્મનારા વ્યક્તિને ખોટું જરાપણ પસંદ આવતું નથી. જે વ્યક્તિ ખોટા હોય તેમને ગમતા હોતા નથી. તેમનો સ્વભાવ મૂડી હોય છે. પણ આત્મવિશ્વાસ સારો રહેલો હોય છે.
આ રીતે તમારા જન્મવર્ષ પરથી જાણી શકશો કે તમે કેવા પ્રકારના વ્યક્તિ છો.
જો જન્મના વર્ષ મુજબ તમારી ખાસિયતો વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.