આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, અને કળિયુગ. દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન થઈ ગયા છે. મહાભારતના યુદ્ધ બાદ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. ત્યાર બાદ થોડો સમય માટે દ્વારિકામાં રહ્યા અને વૈકુંઠ ધામ પરત ફર્યા હતા. તે દરમિયાન ભગવાન કૃષ્ણે ગીતા દ્વારા લોકોને ઉપદેશ પહોંચાડ્યો છે. જે હાલના સમયમાં પણ લોકો વાંચે છે. અને તેમાંના કેટલાક લોકો અનુકરણ પણ કરી રહ્યા છે.
આ વાત દરેક જાણે છે કે મહાભારતનું યુદ્ધ પાંડવો જો જીત્યા તો માત્ર કૃષ્ણના કારણે, જો તે ન હોત તો પાંડવો યુદ્ધ જીતી શક્યા હોત નહીં. તે દરમિયાન ભગવાન કૃષ્ણ પાંડવોને અવનવી વાતો કહીને ઘણું બધું સમજાવતા હતા. જે અત્યારના યુગમાં બની રહી છે. તેવું આપણે કહી શકીએ છીએ. ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં જ કળિયુગનું વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું હતું. કળિયુગમાં લોકો કેવા હશે, કેવી રીતે જીવન પસાર કરશે, એકબીજા પ્રત્યે કેવી ભાવના રાખશે, વગેરે વગેરે વાતો તેમણે કહી હતી અને ઉદાહરણ આપીને સમજાવી પણ હતી.
તો ચાલો જાણીએ આપણે કળિયુગ વિશે કરેલી ભગવાન કૃષ્ણની વાતો જાણીએ. એક દિવસ ભગવાન કૃષ્ણને મળવા યુધિષ્ઠિર સિવાય ચારેય પાંડવો ગયા હતા. અને તમણે કળિયુગ વિશે જાણવા કહ્યું, તો પાંડવોને શબ્દોથી સમજાવાને બદલે કૃષ્ણએ પ્રત્યક્ષ દર્શન કરી, જાત અનુભવ થાય તે રીતે વિચાર્યું. તો પાંડવોને સમજાવવા માટે શ્રી કૃષ્ણે ધનુષ લઈ ચાર દિશામાં એક-એક તીર છોડ્યું. તીર છોડ્યા બાદ ચારે પાંડવોને તે તીર શોધવા માટે મોકલ્યા.
(પહેલું તીર – ભીમ) – પહેલા તો પાંડવોને નવાઈ લાગી કે ભગવાને આમ શું કામ કર્યું હશે, હવે ભગવાનની આજ્ઞાનું પાલન સૌ કોઈએ કરવું પડે. માટે તીર શોધવા જુદી જુદી દિશામાં પહોંચી ગયા. ભીમ જે દિશામાં બાણ લેવા ગયા તે જગ્યા પર પાંચ કૂવા હતા અને તેમાંથી ચાર કૂવા પાણીથી છલોછલ હતા. જ્યારે ચાર કૂવાની વચ્ચે જે એક કૂવો હતો તે એક દમ ખાલી હતો. ભીમને કંઈ જ સમજાયું નહીં, તે સીધો આ વસ્તુ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા.
(બીજું તીર – નકુલ) નકુલ જે દિશામાં બાણ માર્યું હતું તે લેવા ગયા ત્યારે જોયું કે ગાય બચ્ચાને જન્મ આપી રહી છે. અને જન્મ આપ્યા બાદ તે વાછરડાને ચાટે છે. થોડી મિનિટો પછી તે વાછરડાના શરીર પર લાગેલી ગંદકી દૂર થઈ જાય છે, તો પણ ગાય વાછરડાને ચાટવાનું છોડતી નથી. અંતે તેની ચામડી નીકળીને પછી લોહી આવવા લાગે છે. તેમ છતાં ગાયે વાછરડાને ચાટવાનું ચાલું રાખ્યુ હતું. આ બધું જોઈ નકુલ આશ્વર્ય ચકિત થઈ ગયા અને તીર લઈ સીધો કૃષ્ણ પાસે આવ્યા.
(ત્રિજું તીર – સહદેવ) હવે સહદેવ જ્યાં બાણ લેવા ગયા ત્યાં એક પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. જે પથ્થર નીચે પડી રહ્યો હતો. તે નાના-મોટા દરેક પથ્થરો અને વૃક્ષોને નુકશાન પહોંચાડતો હતો. અને તે તળેટી તરફ આગળ આવી રહ્યો હતો. અંતે જ્યારે એક નાનો છોડ વચ્ચે આવ્યો ત્યારે શીલા અટકી ગઈ. આ બધું કંઈ તેમને સમજાયું નહીં અને સીધા શ્રી કૃષ્ણ પાસે આવ્યા.
(ચોથું તીર – અર્જુન)અર્જુન જે દિશામાં બાણ લેવા ગયા હતા તે વિચિત્ર લાગે તેવી ઘટના હતી. એક કોયલ તેના મધુર અવાજે ગીત ગાઈ રહી હતી. અર્જુનના પગ તે જોઈ અટકી ગયા. તેણે કોયલ તરફ જોયું અને અર્જુનની આંખો તે જોઈ પહોળી થઈ ગઈ. મધુર અવાજે ગીતો ગાતી કોયલ સસલાનું માંસ ખાતી હતી. અર્જુન તે જોઈ ભાગીને શ્રી કૃષ્ણ પાસે પાછો આવી ગયો.
(પહેલા તીરની સમજ) ચારેય પાંડવો આ બધી ઘટના જોઈ અચંબિત થઈ ગયા હતા અને તેની પાછળનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણે બધાને શાંત થવા કહ્યું અને કળયુગની સ્થિતિ કેવી હશે તે જણાવ્યું. જે ચાર કૂવામાં પાણી ઉભરાતા હતા, અને બાજુનો કૂવો ખાલી હતો તેનો અર્થ એમ કે કળિયુગમાં પૈસાદાર લોકો ઘણા હશે સંપત્તિની રેલમછેલ હશે, પરંતુ એક રૂપિયો પણ આજુબાજુની જરૂરિયાત વાળી વ્યક્તિને નહીં આપવામાં આવે.
(બીજા તીરની સમજ) શ્રી કૃષ્ણએ કહ્યું, ગાય તેના બચ્ચાને ચાટી લોહી વાળું કરી નાખે છે તેનો મતલબ કે કળિયુગમાં મા-બાપ બાળકોને એટલો પ્રેમ આપશે કે તેને સાવ પાંગળા એટલે કે અંદરથી ખોખલા કરી નાખશે. તે પોતાના જ બાળકોને હાનિ પહોંચાડશે.
(ત્રીજા તીરની સમજ) શ્રી કૃષ્ણએ કહ્યું, પર્વત ઉપરથી પથ્થર નીચે પડી રહ્યો છે અને અચાનક અટકી જાય એટલે માણસનું ચારિત્ર્ય કળિયુગમાં નીચું થતું જશે. આ ચારિત્ર્યને અટકાવતા માત્ર ભગવાન રૂપી કે તેનો સત્સંગ રૂપી નાનો છોડ જ ઉપયોગમાં આવી શકશે.
(ચોથા તીરની સમજ) શ્રી કૃષ્ણએ કહ્યું, સાધુઓ પણ આ યુગમાં પાખંડી હશે તે લોકો કોયલની જેમ મીઠી મધુર વાણી બોલશે અને સસલા જેવા ભોળા માણસો કે અનુયાયીઓના દુખ દૂર કરવાના બહાને તેમનું શોષણ કરશે.
આ રીતે કળિયુગમાં મનુષ્યની બુદ્ધિ ક્ષીણ થઈ જશે. લોકોના જીવનનું પતન થશે. લોકો કેટલીક આદતોને અપનાવશે. આ રીતે સૂચવેલી ભગવાન કૃષ્ણની વાતો અત્યારે કેટલાક અંશે આપણને સાચી પડતી હોય તેમ લાગી રહી છે. તો તમને કેવી લાગી આ વાત. જો ગમી હોય તો કોમેન્ટમાં “જય શ્રીકૃષ્ણ” અથવા “JSK” જરૂર લખજો. – આભાર.
આ માહિતી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે, કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.