આજકાલ મોટાભાગના લોકો એવા નિર્ણયો લેતા હોય છે. જેમાં પાછળથી રડવાનો વારો આવતો હોય છે. તેમાં ખાસ કરીને 20થી 30 વર્ષની ઉંમરે જે છોકરા કે છોકરીઓ નિર્ણય લેતા હોય છે. તેમાં તો ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. તે લોકો ક્યારેય મા-બાપનું સાંભળતા હોતા નથી અને પછી પછતાવો થતો હોય છે. થોડો સમય પસાર થાય એટલે તેમને ખ્યાલ આવે કે વડીલો સાચું કહેતા કહેતા હતા.
એવું નથી કે માત્ર નાની ઉંમરના લોકો જ આવા નિર્ણયો લે છે. કેટલાક વાર વડીલો પણ ઉતાવળમાં ઘણા નિર્ણયો લેતા હોય છે. તો આજે તમને કેવી રીતે, ક્યા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ તેને સમજાવીશું. ભગવત ગીતામાં કૃષ્ણએ જણાવ્યું છે કે ધ્યાનપૂર્વક, સમજી, વિચારી કેટલાક પગલા ભરવા જોઈએ. નહીંતર તેનું પરિણામ ખરાબ આવી શકે છે.
દુખમાં કે ખુશીમાં કોઈ પગલા ન ભરવા- ઘણા લોકો ખુશીમાંને ખુશીમાં ન કહેવાનું કહી દેતા હોય છે. એવી જ રીતે એટલો બધો ઘણી વખત હરખ આવી જતો હોય છે કે જે વસ્તુ ન આપવાની હોય તે આપી દેતા હોય છે. તેમ નિર્ણયની વાત પણ એવી જ છે. ક્યારેક ખુશ થઈને આપણાથી ખોટા પગલાં ભરાઈ જતા હોય છે.
તેવી રીતે દુખમાં કોઈ પણ વ્યક્તિ વધારે દુખી હોય છે. તેને અમુક સમયે ગુસ્સો પણ આવતો હોય છે. જેના લીધે ગમે તે બોલીને નિર્ણય લેવાય જતો હોય છે. માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વધારે પડતી ખુશી અને વધારે દુખી હોવ ત્યારે કોઈ પણ પ્રકારના નિર્ણય ન લેવા જોઈએ.
પોતાની જાતને બે વાર પૂછો- ઘણી વખત એવું બનતું કુંટુબનો કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે કોઈ વ્યક્તિ સાથે આપણા સારા સંબંધ હોય તો મોહમાં આવીને ખોટા નિર્ણયો લેવાય જાય છે. અને પછી પસ્તાવું પડતું હોય છે. કોઈ વખત કુટુંબીજનો એક જ મત આવતો હોવાના કારણે પણ કેટલાક નિર્ણયો આપણે સારી રીતે નથી લઈ શકતા હોતા.
માટે જ્યારે પણ નિર્ણય લો ત્યારે શાંત મને, સમજી, વિચારીને જ લેવા જોઈએ. કોઈપણ પ્રકારનો પક્ષ પાત ન કરવો. જેથી સામેલી વ્યક્તિને દુખ ન થાય. ભગવાન કૃષ્ણ કહે છે કે આપણે ક્રોધીત હોઈએ ત્યારે મન કોઈ પણ વસ્તુ વિચારવા માટે સક્ષમ હોતું નથી. માટે આપણે હંમેશાં મન શાંત રાખીને પગલાં ભરવા જોઈએ.
કોઈની લાગણીમાં ન આવવું- કોલેજ કરતાં વિદ્યાર્થીઓની ઉંમર એવી હોય છે કે તેમને હરવા-ફરવાનું, બહાર મૂવી જોવા જવું વધારે પસંદ હોય છે. અને તે સમયે ફ્રેન્ડ્સ સર્કલમાં કોઈપણ છોકરા કે છોકરીને એકબીજા પ્રત્યે થોડી પણ કૂણી લાગણી થતી હોય છે. જેની અસર સીધી અભ્યાસ પર પડતી હોય છે. તો તે સમયે લાગણીવશ થવાને બદલે અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ.
આપણને બધાને ખબર હોય છે કે અભ્યાસમાં આપણને સારી ફિલિંગ્સ આવતી હોતી નથી. તમે છતાં ભણવાનું વિચારી તે ફિલિંગ્સ બાજુ પર મૂકી ભણવું જોઈએ, જે તમને ભવિષ્યમાં સારું પરિણામ આપી શકે છે. તમે જ્યારે પણ નિર્ણય લો તેની પર અડગ રહેવું વારંવાર નિર્ણયો ન બદલવા જોઈએ. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે હંમેશાં ભવિષ્યનો વિચાર કરવો જોઇએ અને તે જોઈને જ ચાલવું જોઈએ.
અનુભવીની સલાહ લેવી- ગમે તે વાત હોય તેનો નિર્ણય લેતા પહેલા વડીલો, મા-બાપ, મોટા ભાઈ કે બહેન સાથે વાતને રજૂ કરો અથવા જો શિક્ષક કે જોબમાં સર હોય તો તેમની સલાહ અચૂક લેવી જોઈએ. જેથી આપણે કોઈ ખોટો નિર્ણય લઈ રહ્યા નથી ને તેનો ખ્યાલ આવશે.
મહાભારતના યુદ્ધ વખતે પણ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણની સલાહ અને જ્ઞાન આપ્યું હતું. અર્જુન પાસે પણ સારી વિચારસરણી હતી, તેમ છતાં તેણે કૃષ્ણની મદદ માગી અને યુદ્ધ જીતી ગયા. આ રીતે ઘણી વખત વડીલોને પૂછવાથી તેમની મદદ અને સાચા નિર્ણયો લેવામાં સરળતા રહે છે.
પોતાના પર કોન્ફિડન્સ રાખો- કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે પોતાનો ભરોસો ક્યારેય ન ગુમાવો. જો તમે કોઈ નિર્ણય લીધો હશે અને તમને સંપૂર્ણ ભરોસો નહીં હોય તો તે કામ પૂર્ણ થશે નહીં, માનો કે થઈ પણ ગયું તો તેમાં વચ્ચે વચ્ચે અડચણો જરૂર આવશે.
પરિવર્તનને સ્વીકારો- પરિવર્તન જ એજ સંસારનો નિયમ છે તે સૌ કોઈ જાણે છે માટે આપણે કોઈપણ નિર્ણય લેતી વખતે તેમાં ફેરફાર કરવામાં આવે તો ગભરાવું જોઈએ નહીં. નવી નવી વસ્તુ અપનાવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે આ જગતમાં કોઈ વસ્તુ કાયમ માટે રહેતી હોતી નથી. માટે નવી શરૂઆત થતી હોય તો તેમાં સહભાગી થવું જોઈએ.
કર્મને ધ્યાનમાં રાખી નિર્ણય લેવો- કોઈ પણ વ્યક્તિ કામ કરે છે ત્યારે તે ફળની આશા રાખતો હોય છે. પરંતુ તે વાત તદ્દન ખોટી છે. ભગવાન કહે છે કે તમે જો કોઈ કામ કરો, પરંતુ તેનું પરિણામ શું મળશે તેની આશા ન રાખવી જોઈએ. નિષ્કામ કર્મ કરવું જોઈએ. ક્યારેય ફળ વિશે વિચારવું પણ નહીં. ભગવત ગીતામાં કહ્યું છે કે, હે મનુષ્ય તું કર્મ કર તારો હક છે, કર્મનું ફળ આપવું એ મારો હક છે.
કોઈપણ નિર્ણય લો ભગવાન પર વિશ્વાસ- તમે કોઈ પણ પ્રકારનો નિર્ણય લો ત્યારે તમે પૂરેપૂરો વિશ્વાસ ઇશ્વર કે પરમાત્મામાં રાખો. તમારું ધારેલું કામ એવી રીતે થઈ જશે કે તમને અંદાજો પણ નહીં હોય. ભગવાનને યાદ કરીને કોઈ નિર્ણય કરશો તો તે પૂરો કરવાની શક્તિ પણ તમારામાં આવી જશે. ભગવાનને સાથે રાખી, હંમેશાં યાદ રાખીને નિર્ણય લેવાથી કાર્ય સફળ થતું હોય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “જય શ્રીકૃષ્ણ” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.