💁 સમાજમાં શાંતિ બની રહે તેના માટે કાયદાઓ ઘડાયા છે. અને આ કાયદો તોડીને જે લોકો નાના મોટા અપરાધ કરે છે તેઓને કાનૂન સજા કરે છે તેનો અપરાધ કેવો છે તેના પર તેની સજા નક્કી થાય છે. પરંતુ ઘણી વાર અપરાધ એટલો મોટો હોય છે કે બીજી તમામ સજાઓ તેના માટે ખૂબ જ નાની પડે છે. અને ત્યારે સરકાર તેને સજાએ મોતની સજા ફટકારે છે. આમ તેને ફાંસીની સજા કરાય છે.
💁જ્યારે કોઈ ગુનેગારને ફાંસીનો ફરમાન થાય છે ત્યારે ફાંસી પહેલા જ તેની કોઈ છેલ્લી એટલે કે અંતિમ ઈચ્છા છે એવું પૂછવામાં આવે છે. પરંતુ તેના માટે પણ એક સીમા હોય છે તે અપરાધી તે સીમમાં રહીને જ પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે. અને જો આવી કોઈ સીમા બાંધવામાં ના આવે તો અપરાધી પોતાનું જીવન જ માંગી લેતા હોય છે. તો આ કડક સજાનો કોઈ મતલબ રહેતો નથી. આથી જ અપરાધીની અંતિમ ઈચ્છા માટે પણ કેટલીક શરતો હોય છે.
💁જ્યારે કોઈ અપરાધીને ફાંસીની સજા થાય છે તો એ પોતાની જિંદગી માંગી પણ નથી શકતો અને ત્યાંથી ભાગી પણ નથી શક્તો. તો આવા સમયે તેને શું માગવું જોઈએ. ચાલો જોઈએ કે ફસીની સજા મેળવનાર અપરાધી પોતાની અંતિમ ઈચ્છામાં શું માંગી શકે છે. આ પૂરી વાતને જો તમારે જાણવી જ છે તો આ આર્ટિકલને તમારે પૂરો વાંચવો જોશે.
💁અપરાધી પોતાની છેલ્લી ઈચ્છામાં પોતાની મનપસંદ વાનગી માંગી શકે છે. તે કોઈ પણ મોંઘી કે દૂર મળતી ડિશ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે. આમ તે કાઈ પણ ખાવા કે પીવાની વસ્તુ માંગી શકે છે.
💁છેલ્લી ઇચ્છામાં અપરાધી પોતાના પરિવારના કોઈ પણ સભ્યને કે પછી પૂરા પરિવારને મળવાની ઈચ્છા રાખે તો તે પણ પૂરી કરવાની સરકારની તૈયારી હોય છે. 💁અપરાધી પોતાની છેલ્લી ઇચ્છામાં કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માંગે તો તેની એ ઈચ્છાને પણ તુરત જ પૂર્ણ કરી આપવામાં આવે છે.
💁જ્યારે કોઈ અપરાધીને સજાએ મોત આપવાની હોય છે ત્યારે ફાંસી આપે તે પહેલા અને ફાંસી બાદ પણ તેના પૂરા બોડીનું ચેકઅપ કરવામાં આવે છે. ફાંસીની સજા બાદ અપરાધીના બોડીને તેના પરિવારને સોંપવામાં આવે છે. આ સજા સૌથી મોટી સજા છે અને તેની સમાજમાં કોઈ વિપરીત અસર ના પડે તે હેતુથી જ અપરાધીને સૂર્યોદય પહેલા જ ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે છે.
💁ફાંસીની સજા માટે સવારનો જ સમય યોગ્ય મનાય છે કેમ કે સવારના સમયે અપરાધી પણ મનથી તણાવમુક્ત હોય છે. એ સમયે પ્રેસ, મીડિયા વગેરે જેવા લોકો પણ હોતા નથી. આમ આ સમય એકદમ બરાબર જ છે.
💁અપરાધીને ફાંસી પહેલા તેની અંતિમ ઇચ્છામાં જો કાંઇ ખાવાની ઈચ્છા છે તો તે પૂર્ણ કરવામાં આવે છે તેના સિવાય જો તે કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માંગે તો તે પણ મળે છે. તેના સિવાય તેને અન્ય કોઈ પણ આનંદ કરવા માટે છૂટ હોતી નથી.
ફાંસી વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.