💁આજના સમયમાં આપણે આપણા જે સાચા રીત રિવાજો હતા તેને ફોલો કરી શકતા નથી, તેની પાછળ ઘણા કારણો છે કે આજના લોકોની દિનચર્યા જ સાવ બદલાઈ ચૂકી છે લોકો પોતાના નોકરી ધંધા માંથી ઘરે જ મોડા પહોંચે છે. અને તેને કારણે ભોજન મોડું લેવાય છે. પરંતુ ભોજન જો તેના યોગ્ય સમયે જો કરવામાં આવે તો તેનો ઘણો ફાયદો થાય છે અને તેટલું અયોગ્ય સમયે ભોજન કરવાથી નુકશાન છે.
💁મોડી રાત્રે ભોજન કરવાથી શરીરમાં ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે, જેમ કે અપચો,ગેસ, અજીર્ણ, પેટનું ફૂલી જવું, ચરબી વધવી જેવી ઘણી તકલીફ થાય છે.
💁આપણે આપણા વડીલ વર્ગની પાસેથી ઘણી વાર સાંભળ્યું હોય છે કે રાતનું ભોજન સૂર્યાસ્તની પહેલા જ લેવાઈ જવું જોઈએ. આયુર્વેદમા પણ કહેવાયું છે કે રાતનું ભોજન સૂર્યાસ્તની પહેલા જ લેવું જોઈએ કેમ કે સૂર્યની હાજરીમાં જ પેટની જઠરાગ્નિ પણ જલે છે અને તેથી તે ખોરાકને જડપથી પચાવે છે.
💁આપણે ઘણી વાર એક વાત નોટ કરી હશે કે સૂર્યની અનુપસ્થિતિમાં ફૂલ, છોડના પાન વગેરે થોડા નિસ્તેજ બને છે. તેવી જ રીતે આપણી પાચન ક્રિયાના અવયવો પણ મંદ બને છે, જેથી તે બરાબર પચતું નથી. અને તેના લીધે બીજા ઘણા રોગો આપણી નજીક આવવા લાગે છે.
💁પરંતુ આજની આપણી જીવનશૈલી જ એવી છે કે લોકોને ના છૂટકે મોડી રાતના ભોજન લેવું પડતું હોય છે કેમ કે નોકરી, ધંધા કે દૂરની રોજીંદી મુસાફરીના કારણે રાતના ઘરે મોડા પહોંચતા હોવાથી ભોજન મોડું લેવાય છે. આ રૂટિનમાં તો આપણે કોઈ ફેરફાર ના કરી શકીએ પરંતુ દોસ્તો, આપણે આપણી પાચન શક્તિને થોડી વધારે સતેજ બનાવીને પેટની તકલીફોથી બચી શકીએ છીએ.
💁તેના માટે તમારે થોડા નિયમોનું પાલન કરવું પડશે. તેમ કરવાથી તમારી પાચનને લગતી તમામ સમસ્યા દૂર થશે. જુઓ દોસ્તો, તમારે રાત્રીનું ભોજન લેવામાં ઘણું મોડું થઈ જાય છે તો તેના માટે તમારે ભોજનની 10 મિનિટ પહેલા એક મોટો ટુકડો આદુનો લેવાનો છે તેની સાથે થોડું સિંધાલુ નમક લઈને આ બન્નેને ખૂબ ચાવીને તેનો રસ ઉતારવાનો છે.
💁જેનાથી પાચકરસમાં વૃદ્ધિ થાય છે. અને ખોરાક ઝડપથી પચે છે. બને ત્યાં સુધી રાતનું ભોજન 75 % જ લેવું જોઈએ 25 %જેટલું પેટ ખાલી રહે તો તેને ક્યારેય કોઈ પણ પેટની તકલીફ થતી નથી. તે 75 % માં પણ 50 % જ ઘન ખોરાક લેવો બાકીનો 25 % પ્રવાહી જેવાકે દાળ, દૂધ, જ્યુસ. આ રીતનું ડાયેટ એકદમ બેસ્ટ છે.
💁બીજું કે રાત્રીનું ભોજન લીધા પછી તુરંત જ ક્યારેય ના સૂવું. ઓછામાં ઓછા સુવાના 2 કલાક પહેલા ભોજન લેવાય જવું જોઈએ. જો જમીને તરત જ સુવામાં આવે તો બિલકુલ પચતું નથી. તો આ વાત ખૂબ જ મહત્વની છે.
💁આયુર્વેદમાં ભોજનના ઘણા નિયમો છે તેમાં કહેવાયું છે કે જો રાતનું ભોજન પચ્યું હોય તો જ તમને સવારે ભૂખ લાગે છે. અને સવારે પણ તો જ નાસ્તો કરવો જોઈએ જો ભૂખ લાગી હોય. તો જ પાચન ક્રિયા બરાબર ચાલી શકે છે.
💁પરંતુ તેના માટે તમારે હરડેનો પાઉડર અને સુંઠનો પાઉડર એક સરખા પ્રમાણમાં લેવાના છે તેમા સિંધાલુ મીઠું મિક્સ કરીને આ ચૂરણને અડધી ચમચી જેટલું લેવાથી પેટની આગની સળગશે અને ભૂખ લાગશે. અને ખાધેલા ખોરાકને પચાવશે.
જો રાત્રે મોડા જમતા લોકોને થતી પ્રોબ્લેમ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.