આપણાં આયુર્વેદ પ્રમાણે રાત્રીનું ભોજન 7 વાગ્યા પછી અને 8 વાગ્યા પહેલા ખાવું જોઈએ. પણ અત્યારના સમયમાં આ વસ્તુ પોસિબલ નથી. કામમાં લોકો પાસે સમયસર જમવાનો ટાઈમ નથી અને મોડે જમવાની ટેવ પડી ગઈ છે. તેનાથી ઘણા ગંભીર નુકસાન થાય છે તે લગભગ કોઈને ખબર હોતી નથી. આજે આ આર્ટિકલમાં અમે જણાવીશું કે, રાત્રીનું ભોજન સમય પર નહીં લેવાથી કેટલા અને ક્યાં ક્યાં નુકસાન થાય છે.
આયુર્વેદ પ્રમાણે દિવસ પૂરો થતાની સાથે રાત્રીનું ભોજન કરી લેવું જોઈએ કારણ કે, દિવસ પૂરો થાય ત્યારે શરીરના બધાજ અંગો સારી રીતે કામ કરતાં હોય છે જો ત્યારે ભોજન કરી લેવામાં આવે તો, ભોજન પચવામાં સમય ઓછો લાગે છે. ગેસ, એસિડિટી, અપચો જેવા રોગો શરીરમાં ક્યારે થશે નહીં. પણ અત્યારના સમયમાં લગભગ ગામડામાં 8 વાગ્યા પેલા ભોજન થાય છે શહેરમાં 9 વાગ્યા પછી ભોજન ખાવામાં આવે છે. જેનાથી શરીરમાં અલગ અલગ રોગો જલ્દીથી ઊભા થાય છે. ગેસ, એસિડિટી, અપચો જેવા રોગો શહેરી લોકોને વધારે હોય છે તેનું કારણ સમય પર ભોજન ના લેવાથી થાય છે.
રાત્રે આપણે જોઈએ છીએ કે, આપણે મોડુ ભોજન કરીએ છીએ અને પેટ ફુલ ભરી દઈએ છીએ. તેનાથી ભોજન સરખું પચતું નથી અને તે ભોજન પેટમાં રહી જાય છે તેના કારણે શરીરમાં અલગ અલગ અંગોમા બીમારીઓ ઊભી થાય છે. આંતરડા, પેટ, લીવર ખરાબ થાય છે જેની દવા અત્યારના સમય પ્રમાણે ખુબજ મોંઘી આવે છે તો પણ લેવી પડે છે. દવા લેવાથી પણ થોડો સમય પેટમાં રાહત મળે છે પણ સમય જતાં દુખાવો પાછો થવા લાગે છે.
અમુક વ્યક્તિઓને રાત્રે લેટ જમવાનું કારણ હોય છે કે, તેઓ લેટ સુધી નોકરીએ હોય છે. કોઈ વ્યક્તિ લેટ સુધી પોતાના ધંધામાં કામ કરતો હોય છે. તેવા વ્યક્તિને ના કરવા છતાં ભોજન લેટ થાય છે. તેમાં તેનો કોઈ ફોલ્ટ હોતો નથી મજબૂરી હોય છે. તેવા વ્યક્તિઓને લેટ ભોજન કરવાની સાથે જો થોડી વાતની કાળજી રાખે તો શરીરમાં અમુક બીમારીઓ આવતી રોકી શકાય છે. તો ચાલો જાણીએ કેવી કેવી બાબતની કાળજી રાખવી જોઈએ.
સૌથી પહેલી બાબત છે કે, જેટલી પણ ભૂખ લાગે તેનાથી 20% ઓછું ખાવું જોઈએ જેનાથી ભોજન પચવાનું જલ્દીથી શરૂ થાય છે. ભોજનમાં ખાસ કરીને રોટલી અને શાક 50% ખાવું અને પ્રવાહીમાં દૂધ કે છાછ 20% ખાવું જેનાથી ખોજનને પચવામાં વજન ના પડે. અને બાકીના 10% માં પાણી અથવા હુફાળું ગરમ પાણી પીવું જોઈએ.
જેનાથી ભોજન પચવામાં વધારે ફાયદો રહે છે. જમીને તરત સૂવું ના જોઈએ નહિતો પચવામાં મુશ્કેલી ઊભી થાય છે. જમ્યા પછી 2 કલાક જેટલો સમય ચાલવું અથવા બેસવું જોઈએ જેનાથી ભોજન પચવાની પ્રક્રિયા ચાલતી રહે અને સાથે પચવામાં મદદ મળે તેવી કઈ વસ્તુ પણ ખાવી જોઈએ જેમકે, સાદું પાન, મીઠો માવો, મુખવાસ વગેરા.
જમવાનું કોઈ પણ વસ્તુ જેમકે, ચોખા કે કોઈ પણ દાળ રાત્રે ખાવામાં આવે તેને થોડી શેકીને બનાવવામાં આવે તો તે પચવામાં હળવું થઈ જાય છે. લોકોને લેટ જમવાની આદતના કારણે સવારે નાસ્તો પણ નથી થતો. પણ લોકો નથી જાણતા સવારે નાસ્તો કરવો કેટલો જરૂરી છે. પણ અત્યારના સમય પ્રમાણે લેટ જમવાના કારણે સવારે સરખી ભૂખ લાગતી નથી.
તે ભૂખ ને ખોલવા માટે રોજે સવારે અર્ધી ચમચી હરેડનો પાવડર, અર્ધી ચમચી સિંધા નમક અને અર્ધી ચમચી સૂંઠનો પાવડર આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી ખાઈ જવું અને ઉપર એક ગ્લાસ માટીના ઘડાનું પાણી પિ લેવું જેનાથી ભૂખ ખુલવા લાગશે. ખાધેલું પચાવવામાં મદદ કરશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.