➡️ શું તમારી પાસે પણ ક્રેડિટકાર્ડ છે. તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે થોડી માહિતી જાણીએ. ક્રેડિટકાર્ડને આપણે બેંક પાસેથી લીધેલી મીની લોન જ સમજવી જોઈએ. આમ જોવા જઈએ તો બેંક પાસેથી તમે કેશમાં લોન લ્યો છો અને બેંક તમને કેશમાં લોન આપે છે પણ ક્રેડિટકાર્ડ લોનના બદલે તમને એક પ્લાસ્ટિકનું કાર્ડ આપે છે. જેના પર તમારું નામ અને એક યુનિક નંબર લખેલો હોય છે. જેનાથી તમે નાની -મોટી ખરીદી કેશ આપ્યા વગર કરી શકો છો.
➡️ બધાજ ક્રેડિટકાર્ડની અલગ-અલગ લીમીટ હોય છે. બેંક તમારી સેલેરી અને ક્રેડીટ સ્કોર જોઈને તમારા કાર્ડની લીમીટ નક્કી કરે છે. જો બેંકને એવું લાગે કે તમારી સેલેરી વધારે છે અને તમે બેંકને ટાઈમે પૈસા પાછા આપી શકો તેમ છો તો બેંક તમારા પર વિશ્વાસ કરે છે અને તમારી ક્રેડીટ લીમીટ વધારે રાખે છે. એવી જ રીતે તમારા ક્રેડીટ સ્કોર પર પણ બેંક નજર રાખે છે કે મહિનાના એન્ડમાં તમે બેંકને કાર્ડ અને લોનની પેમેન્ટ ટાઈમે નથી કરતા તો બેંકને એવું લાગે છે કે તમને પૈસા આપવા રિસ્કી છે તો તમારા કાર્ડની લીમીટ વધારતી નથી.
➡️ જો તમે એકથી વધારે ક્રેડિટકાર્ડના ઓનર હોવ તો બધા કાર્ડની લીમીટ અલગ-અલગ હોય છે. પણ આ બધા કાર્ડની લીમીટ પણ તમારી સેલેરીના આધાર પર જ હોય છે. ક્રેડિટકાર્ડમાં એક વપરાશનો રેશિયો હોય છે. ધારો કે તમારા કાર્ડની લીમીટ 1 લાખ હોય અને તેમાંથી તમે 90 હજાર મહીને ખર્ચ કરો છો તો તમારી ક્રેડીટ વપરાશ 90% છે પણ તે સારી વાત ન ગણાય કેમ કે જેટલી વધારે તમારી ક્રેડીટ વપરાશ હશે એટલો જ તમારો સિબિલ સ્કોર કે ક્રેડીટ સ્કોર નબળો પડશે.
➡️ જો તમારી પાસે એકથી વધારે કાર્ડ હોય તો તમે 90 હજારની ખરીદી બે ભાગમાં વહેચી શકો છો. તેનાથી તમારો ક્રેડીટ વપરાશ રેશિયો 45% થાય છે જે તમારા ક્રેડીટ સ્કોર માટે સારું માનવામાં આવે છે. જયારે તમે અલગ-અલગ ક્રેડિટકાર્ડ યુઝ કરો છો ત્યારે ધ્યાન રાખવું કે તેના રીવોર્ડ પ્રોગ્રામ હોય તે ઓવરલેપીંગ ન થાય કેમ કે સેમ ડિસ્કાઉન્ટ મળે તો બે કાર્ડ યુઝ કરવાનો શું ફાયદો. બને ત્યાં સુધી અલગ રીવોર્ડ મળે તેનું ધ્યાન રાખવું.
➡️ ક્રેડિટકાર્ડનો ઉપયોગ પણ તમારે ડેબીટકાર્ડની જેમ જ કરવો જોઈએ. આ બન્નેમાં ફર્ક માત્ર એટલો જ હોય છે કે ડેબીટકાર્ડનો ઉપયોગ કરો ત્યારે તમારા પૈસા તરત જ તમારા અકાઉન્ટમાંથી કપાય છે અને ક્રેડીટકાર્ડનો ઉપયોગ કરો ત્યારે તમારે મહિનાના એન્ડમાં એ પૈસા બેંકને આપવાના હોય છે.
➡️ યંગ જનરેશના લોકો ક્રેડિટકાર્ડના ચક્રવ્યૂહમાં જલ્દી ફસાય જાય છે કારણકે તે લોકો ગમે તે રીતે શોપિંગ કરે છે અને મહિનાના એન્ડમાં બેન્કને તે પૈસા આપી શકતા નથી આવા લોકોને પાછળથી પછતાવું પડે છે એટલા માટે તેનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ.
જો આ પૃન્સ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.