🍋લીંબુ એ દુનિયામાં લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઈટ્રિક એસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. તેનો ઉપયોગ આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે. અને તેથી લોકો પોતાના ઘરમાં એક લિંબુનો છોડ તો અવશ્ય રાખે જ છે. તો આજે આપણે આ ઘરમાં રહેલી લીંબુડી વધારે થી વધારે લીંબુ કેમ આપે તે જોઈશું. તેની આપણે શું માવજત કરવી જોઈએ તે વિસ્તારથી જોઈએ અને આપણી લીંબુડીમાં પણ અઢળક લીંબુ મેળવીએ.
🍋લીંબુડીનો છોડ તમે તમારા ઘરે કોઈ કુંડામાં કે પછી જમીન પર ક્યારામાં પણ ઉગાડી શકો છો. જો તમે કુંડામાં વાવો છો તો કુંડાની લંબાઈ મિનિમમ 14 ઇંચ તો હોવી જ જોઈએ અને તેનાથી વધારે હોય તો વિશેષ સારું પરિણામ મળે છે. કૂંડું બને ત્યાં સુધી સિમેન્ટ કે માટીનું જ પસંદ કરવું.
🍋સૌથી પહેલા જોઈએ કે તમારી લીંબૂડીનો છોડ જો ઘણા સમય થી વાવેલો હોય અને તેમાં લીંબુ આવતા ના હોય તો તેની માટી બદલી નાખો. અથવા છોડ પણ બદલી શકાય છે. તમે જે માટી ઉમેરો છો તે કેવા પ્રકારની હોવી જોઈએ તે જોઇલો. આના માટે તમારે 50% જેટલી કાળી માટી, 30% જેટલી મોટા કાંકરા હોય તેવી રેતી અને બાકીના 20% ટકા જેટલા કોઈ પણ વૃક્ષના સુકાયેલ પાનનો ભૂકો. આ પાનનો ભૂકો લીંબુડીના છોડને ઘણો ઉપયોગી છે તે છોડમાં ફંગસ બિલકુલ થવા દેતું નથી. તો આ પ્રકારની માટી લીંબુડીના છોડને ઉત્તમ છે.
🍋હવે આપણે જોઈએ કે લીંબૂડીનો છોડ રાખવા માટે કેવા પ્રકારની જગ્યા ઉત્તમ છે તો આ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ છોડ હોય કે મોટું વટ વૃક્ષ તે પોતાનો ખોરાક સુર્ય પ્રકાશ માંથી જ મેળવે છે. તો આપણા આ છોડને પણ 5 થી 6 કલાકનો સુર્ય પ્રકાશ મળી રહે તેવી જગ્યા પર રાખવું જોઈએ.
🍋આગળ આપણે જોઈએ કે આ છોડને કેવા પ્રકારના ખાતરની જરૂર હોય છે અને તે પણ કેટલી માત્રામાં આપવું જોઈએ. દોસ્તો આપણી લીંબુડીમાં જો કેળાંની છાલનું ખાતર આપવામાં આવે તો તે ઘણું જ ઉત્તમ ખાતર છે. તેના માટે તમારે કેળાઓની છાલને એકઠી કરીને સૂકવી દેવાની છે ત્યારબાદ આ છાલને તમારે મિક્સરમાં પીસીને પાઉડર તૈયાર કરી લેવાનો છે. આ પાઉડરને તમારે દર મહિને કુંડામાં ઉમેરવાનો છે તેનાથી છોડને કેલ્શ્યમ પૂરું પડશે. અને લીંબુમાં પણ વધારો જોવા મળશે.
🍋લીંબુડીના છોડને વિશેષ ખાતરની જરૂર રહે છે, જેથી તમારે તેને બજારમાં મળતું મોનમિલ નામનું ખાતર દર મહિને આપવું ખૂબ જ જરૂરી છે. આ ખાતર વિશેષ તો પ્રાણીના અસ્થિઓ માંથી બનાવમાં આવે છે આ ખતરથી પણ લીંબુડીના છોડને કેલ્શ્યમની અને ફૉસ્ફરસની ઉણપ રહેતી નથી. આ ખાતર તમારે લીંબુડીના થડથી થોડો દૂર ખાડો કરીને ત્યાં નાખવાનું છે. ખાતર આપવાથી છોડમાં ઘણો તફાવત જોવા મળશે.
🍋અન્ય એક ખાતર છે જે વિશેષ બેસ્ટ રિજલ્ટ આપે છે અને તે છે, વેસ્ટ માંથી બેસ્ટ કમ્પોઝર. તો ચાલો જોઈએ તે કેમ બનાવી શકાય. તેના માટે તમારે એક ડોલને પાણીથી ભરવાની છે અને તેમાં તમારા કિચનનો જે પણ વેસ્ટ છે જેવો કે કેળાંની છાલ, કોઈ પણ શાકની છાલ કે બીજ વગેરેને તમારે આ ડોલમાં નાખીને તેને એક અઠવાડિયા સુધી ઢાંકીને સડવા મૂકી દેવાની છે.
8 દિવસ પછી આ પાણીને લીંબુડીના છોડને પાવાનું છે. આ પાણીનો એક સ્પ્રે ભરીને લીંબુડીના પાન પર પણ છટકાવ કરી શકાય. આમ આ રીતે જો તમારી લીંબુડીની માવજત કરવામાં આવે તો ગેરેન્ટી છે કે પાન હશે તેટલા લીંબુ જોવા મળશે.
લીંબુના છોડ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. “હોમ ગાર્ડનની” વધુ ટિપ્સ જાણવા માટે “Garden” કોમેન્ટમાં લખો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.