કોઈ પણ સંજોગો હોય લીંબુ તો ખરીદવા જ પડતા હોય છે. અને ઉનાળાની ગરમીમાં ગમે તેટલો ભાવ હોય લીંબુ ખરીદવા જ પડતા હોય છે. પરંતુ દર વખતે લીંબુ બજારમંથી ખરીદવા કરતા ઘરે જ ઉગાડવામાં આવે તો વધારે સારું રહેશે. એવા પણ કેટલાક લીંબુ બજારમાં આવતા હોય છે કે જે કેમીકલથી ઉગાડવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.
સામાન્ય રીતે આપણે વિચારીએ કે ઘરમાં લીંબુનો છોડ ઉગાડીએ તો કેવું સારું પરંતુ કેટલાક લોકો જાણતા હોતા નથી કે લીંબુનું વૃક્ષ પણ જો વાવવામાં આવે તો તે 2-3 વર્ષે ફળ આપવાનું શરૂ કરે છે. લીંબુનો છોડ ઉગાડવામાં તમારે થોડી મહેનત લાગશે, પરંતુ સરળતાથી લીંબુ ઉગાડી શકો છો અને તે પણ રસાયણિક મુક્ત. તેના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને કેવી રીતે તેની સંભાળ રાખશો તે આ લેખમાં જાણીએ કે સરળતાથી લીંબુનો છોડ ઘરે કેવી રીતે રોપવો જોઇએ. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણીએ..
યોગ્ય બીજ- જો કોઈ પણ ફૂલ, શાકભાજી અથવા કોઈ અન્ય વાસણમાં વસ્તુ ઉગાડવી હોય તો પહેલા તમારે બીજ બરાબર હોય તે મહત્વપૂર્ણ છે. જો બીજ યોગ્ય નથી, તો તમે જે પણ જગ્યા પર છોડ ઉગાડશો સારી રીતે ફળ આપશે નહીં, જો લીંબુ ઉગાડવા છે તો બરાબર બીજ પસંદ કરવું. અને બીજ ખરીદવા તમે સીડ સ્ટોર પર જઇને પણ ખરીદી શકો છો. ત્યાંથી ઘણા લોકો નાના લીંબુના છોડ તથા સીડ ખરીદતા પણ હોય છે.
કુંડુ તૈયાર કરો- લીંબુનો છોડ કે બીજ ખરીદ્યા પછી તૈયાર કરો કુંડુ. તેમાં માટી નાખો અને એક કે બે વાર સ્ક્રબ કરો. તમે જમીનને નરમ બનાવો. આ લીંબુ મૂળને મજબૂત બનાવશે અને ઉપજ સારી રહેશે. માટીને ભીની અને નરમ કર્યા બાદ થોડો સમય તડકામાં રાખો. જેથી જમીનનો ભેજ ગાયબ થઈ જશે અને કોઈ ખરાબ અસર થાય નહીં. ઘણી વખત જમીનમાં ભેજને કારણે છોડ મરી જતો હોય છે. તેને યોગ્ય સમયે પાણી પીવડાવવું જોઇએ. જેથી ઉપરથી માટી સૂકાય ન જાય.
આ ખાતરનો ઉપયોગ ન કરવો- કુંડામાં માટી તૈયાર કર્યા પછી કુદરતી ખાતર ઉમેરવાનું ભૂલશો નહીં. જ્યારે કોઇપણ ખાતર છોડના મૂળ સુધી સારી રીતે પહોંચે ત્યારે જ પાકની આવક સારી થતી હોય છે. અને તે છોડને વિકસાવવામાં પણ સારી મદદ કરે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવો ક્યારેય રસાયણિક ખાતરનો ઉપયોગ કરવો નહીં. ગાય, ભેંસનું છાણ અથવા ઓર્ગેનિક ખાતર પણ છોડમાં ઉમેરી શકાય છે. બીજ વાળા છોડમાં ભરપૂર નાઇટ્રોજન નાખવું જોઇએ. ઓછામાં ઓછું બે-ત્રણ મહિનાના અંતરે ખાતર બદલતા રહેવું જોઇએ.
યોગ્ય તડકો-જો તમારે સારા પ્રમાણમાં લીંબુ જોઈતા હોય તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઓછામાં ઓછો સાતથી છ કલાક તેને તડકો મળવો જોઇએ. જો છોડને તડકો બરાબર મળશે નહીં તો લીંબુ આવશે નહીં અને આપોઆપ નીચે પડવા લાગશે. કાચાને કાચા લીંબુ નીચે પડી જતા હોય છે. એટલા માટે તેને જેટલો તડકો જોઈએ તેટલો મળે તેવી જગ્યા પર રાખવું જોઇએ.
કેટલું પાણી પાવું- એટલું યાદ રાખવું કે લીંબુના છોડની દેખભાળ કરવી ખૂબ જ જરૂરી હોય છે. જો તેની સારી રીતે દેખભાળ કરવામાં ન આવે તો લાંબા સમય સુધી લીંબુ આવતા હોતા નથી. માટે તેને પૂરતું પાણી પીવડાવવું જોઈએ. લીંબુના છોડની ઉપરની માટી સૂકાવા લાગે કે તરત તેમાં પાણી ભરવું. આખું કુંડું ભરી દેવું જોઈએ. ઘણી વખત કુંડામાંથી પાણી બહાર આવી જતું હોય છે. તો કોઈ ચિંતાની વાત નથી. આટલું પાણી રેડવાથી છોડમાં 3-4 દિવસ સુધી પાણીની જરૂર પડતી હોતી નથી. અને છોડ સારી રીતે ઉગે છે.
યોગ્ય તાપમાન- દરેક મૌસમમાં છોડની સાચવણી રાખવી ખૂબ જ જરૂરી છે. તેથી જો તડકામાં તો વાંધો ન આવે, પરંતુ ચોમાસામાં વાતાવરણ બદલાતું રહે છે. જેથી થોડા સમય પહેલા વાવેલા છોડની ખાસ કાળજી લેવી પડતી હોય છે. કેમ કે તેને નુકશાન થતું હોય છે. માટે જો છોડ નાનો હોય તો તેને એવી જગ્યા પર રાખવો. જેથી તેને હવા ઉજાસ મળી રહે અને તે મૂરઝાય ન જાય. લીંબુનો છોડ એક સમય કરતાં વધારે મોટો થઈ ગયો હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી.
નીંદણ- વધારાનું નીંદણ સાફ કરવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક નીંદણ છોડને નષ્ટ કરે છે. તમે નિયમિત સમયે ઉગાડેલા લીંબુની સફાઈ કરતા રહો. છોડમાં લગભગ ચારથી પાંચ મહિના સુધી લીંબુ વધવા માંડશે, અને તેનો ઉપયોગ કરી શકશો.
કટિંગ- કોઈ પણ છોડ હોય તેની યોગ્ય સમયે કાપણી કરવામાં ન આવે તો તે ખરાબ થઈ શકે છે. કેમ કે થોડા સમયના અંતરે તેમાં જીવાત પડે જે પાનને પણ ખરાબ કરી નાખે છે. એટલા માટે જેવી ઋતુ ચેન્જ થાય કે તમારે છોડને કાપી નાખવો. જેથી તે ખરાબ થશે નહીં. જો તમે યોગ્ય સમયે છોડનું કટિંગ કરશો તો તેને નવું જીવન પ્રાપ્ત થયું હોય તેવું લાગશે અને ઝડપથી તેના પર લીંબુ આવવાના પણ શરૂ થઈ જશે.
આ વાતનું ખાસ ધ્યાન રાખવું- લીંબુના છોડને જરૂરી માત્રામાં ન્યુટ્રીશન નહીં મળે તો ફળ આપશે નહીં ખરાબ થઈ જશે. તેને વધારે ગરમી, ઠંડી કે વરસાદમાં બચાવીને રાખવો જોઇએ. વધારે પાણી પીવડાવવું પણ નુકશાનકારક સાબિત થાય છે. તેનાથી છોડ ખરાબ થઈ જશે. લીંબુના છોડને એક નાના બાળકની જેમ ઉછેરશો તો વર્ષે ઢગલા બંધ લીંબુ આરામથી વાપરશો.
તમને આ માહિતી કેવી લાગી, કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. તેમજ બીજા કયા ફૂલ છોડ વિષે માહિતી જોઈએ છે તે પણ કોમેન્ટ કરો. અમે જરૂર તેના પર આર્ટિક્લ આપ સમક્ષ રજૂ કરીશું. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.