👨💻 મિત્રો, આજે અમે તમને તમારું મનોબળ કઈ રીતે વધારવું અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો તેના માટે 6 અનમોલ ટિપ્સ આપશું જેને રોજિંદા જીવનમાં અપનાવવાથી તમારું જીવન એકદમ ચેન્જ થઈ જશે. અમે જે વસ્તુની વાત કરી રહ્યા છીએ તેનો સોર્સ મૉર્નિંગ મિરેકલ નામની ફેમસ બૂક છે. તો આવો જાણીએ કઈ 6 આદતને અપનાવવાથી બદલી શકાય છે જીવન.
👨💻 ટિપ્સ આપ્યા પહેલા એક વ્યક્તિની વાત કરશું. જેનું ગંભીર અકસ્માત થયું હતું અને તેમાં શરીરના મોટા ભાગના હાડકા ભાંગી ગયા હતા. આ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તેનો જીવ ચાલ્યો ગયો અને ચોંકાવનારી વાત એ છે કે, 5 મિનિટમાં શરીરમાં પાછો જીવ આવી જાય છે અને તે વ્યક્તિ કોમામાં જતો રહે છે. અમુક દિવસો બાદ તેને હોશ આવે છે ત્યારે ડૉક્ટર દ્વારા જણાવવામાં આવે છે કે, તે ક્યારેય ચાલી નહીં શકે.
👨💻 અમે વાત કરી રહ્યા છીએ હેલ એલર્ટની તેની સાથે 1999 માં ગંભીર અકસ્માત થયું હતું. પરંતુ આજે આ વ્યક્તિ પોતાના મનોબળથી એક સફળ વ્યક્તિ બની ગયું છે. આ વ્યક્તિ આજે ફેમસ સ્પીકર છે અને એક મેરેથોન રનર પણ છે, ઉપરાંત આ વ્યક્તિ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલિંગ ઓથર પણ છે. આ બધુ ત્યારે જ શક્ય બન્યું કે જ્યારે હેલ એલર્ટ પોતાનું મનોબળ મજબૂત રાખ્યું અને જીવનની ગંભીર પરિસ્થિતિથી હાર ન માનીને જીવનમાં આગળ વધતાં ગયા. આજે અમે આ 6 આદત જણાવશું જે તેમણે પણ અપનાવી હતી.
👉 કાલ્પનિક શક્તિ :-બધા લોકો પોતાના લક્ષ્યને હાસિલ કરવા માટે તન-તોડ મહેનત કરતાં હોય છે અને બધાને અલગ-અલગ સપના હોય છે. કોઈ વ્યક્તિને મોટું બિઝનેસમેન બનવું છે તો કોઈને ઓફિસર, તો કોઈને પેઈન્ટર વગેરે અને તેઓને મોટાં-મોટાં કાલ્પનિક સપના હોય છે.
👉 આ ટેવ સારી છે જે વ્યક્તિને જીવનમાં સફળ થવાના સપના જ ન હોય તે ક્યારેય સફળ ન બની શકે, તેથી આ આદતમાં તમારે પણ એવું કલ્પના ચિત્ર પોતાના મનમાં બનાવવું કે તમને મળવા કોઈ મહાન વ્યક્તિ આવે છે. તમારો ઓટોગ્રાફ લેવા બધા આતુર છે અને તમારો અવાજ સાંભળવા બધા બેકરાર છે. આ બધુ કલ્પના કરવાથી તમને એક અંદરથી જોશ ઉત્સર્જિત થશે અને તમે સફળતા તરફ જવા માટે કોઈ નહીં રોકી શકે.
👉 લેખન :- લેખન એક એવી ટેવ છે જેમાં વ્યક્તિ કોઈપણ પરિસ્થિતીને રજૂ કરી શકે જેમાં પોતાની કલ્પના શક્તિથી આખું અલગ વિશ્વ રજુ કરી શકે છે. જેમાં પોતાનું જીવન ચરિત્ર પણ લખી શકે છે. તેથી રોજ તમારે એક બૂકમાં તમારા જીવનનો લક્ષ્ય તેમાં લખવો અને ભવિષ્યમાં જે તમારે સપના હોય તે બધા લખવા, આ વસ્તુ કરવાથી તમને એક મોટીવેશન મળશે અને આગળ વધતા આવતી કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો છો.
👉 યોગા / કસરત :- આપણા સ્વાસ્થ્યને સારું રાખવા અને શરીરને ફિટ રાખવા આપણે યોગા અથવા કસરત જરૂર કરવી જોઈએ. જેથી ક્યારેય તમારા શરીરમાં રોગ આવી ન શકે અને કોઈપણ મુશ્કેલીમાં તમે તેનો સામનો કરી શકો છો અને યોગા અથવા કસરત કરવા માટે કોઈપણ જિમ જવાની જરૂર નથી તમે તમારા ઘરે પણ કસરત કરી શકો છો. જેને રોજ કરવાથી તમારાં મનમાં એકાગ્રતા આવશે.
👉 પ્રોત્સાહન / સમર્થન :- આ વાતમાં પ્રોત્સાહન અથવા સમર્થનનો એવો અર્થ થાય છે કે આપણે હંમેશા આપણી જાતને પ્રોત્સાહન આપવાનું તેમાં આપણે એવું જ વિચારવાનું કે આપણે જે કાર્યમાં આગળ વધીએ છીએ તેમાં ભલે એક વાર હારનો સામનો કરવો પડે પરંતુ આપણે આપણા લક્ષ્યને છોડવાનું નહીં આજ નહિતો કાલ આપણે જરૂર સફળ થશુ જ, ક્યારેય હાર માનીને લક્ષ્ય પાછ્ળ કરેલી મહેનત છોડી ન દેવી જોઈએ. કારણ કે, મહાન વ્યક્તિઓ કહે છે. કે, લક્ષ્યને પામવા કરેલી તન-તોડ મહેનત ક્યારેય ફોકટ જાતિ નથી. તે જરૂર કામ આવે છે.
👉 મૌન :- કોઈ પણ વ્યક્તિએ દિવસમાં થોડી વાર તો મૌન ધારણ કરવું જોઈએ. કારણ કે, મૌનમાં એવી એક્ટિવિટી છે. કે, વ્યક્તિને જીવનમાં આગળ વધવા જે શક્તિની જરૂર હોય તે મૌન કરવાથી મળે છે. આપણા ઋષિમુનિઓ પણ મૌન ધારણ કરતાં અને કલાકો સુધી મેડિટેશન કરતાં હતા. જેથી એકાગ્રતા વધે છે. આપણે પણ સવારમાં 20-25 મિનિટ મેડિટેશન કરવું જોઈએ.
👉 વાંચન :- વાંચન જીવનમાં જરૂરી છે. વાંચન કરવાથી તમને પ્રેરણા મળે છે. રોજ થોડો સમય એવા પુસ્તકો વાંચવા જોઈએ કે જેનાથી તમારું મોટીવેશન થાય અને તમને આગળ વધવાની પ્રેરણા મળે છે. તેના માટે તમારે માત્ર 1 કલાકનો સમય વાંચનમાં આપવો જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. દેશ અને દુનિયાની જાણકારી મળે છે.
👉 આ 6 આદતો તમારા જીવનમાં અપનાવવાથી તમારા જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો તમે સામનો કરી શકો છો અને તમારા લક્ષ્યને પામવા માટે તમે પૂરી માનસિક શક્તિથી મહેનત કરી શકસો અને રોજનું એક સમય પત્રક બનાવવું જોઈએ અને તેમાં તમારે બીજી કોઈપણ એક્ટીવીટી કર્યા વગર માત્ર તમારા લક્ષ્યને પામવા માટેની તૈયારી જ કરવી જોઈએ.