તેવું જ એક ખાસ અંગ છે લીવર. તે આપણા શરીરનું મહત્ત્વનું અંગ માનવામાં આવે છે. લીવરને યકૃત પણ કહેવામાં આવે છે. કોઈ તેને માનવ શરીરનું એન્જિન કહે તો તેમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ અત્યારના સમયમાં મોટાભાગના લોકોને હૃદયને લગતી બીમારી, ડાયાબિટીસ, બીપી જેવી બીમારી થવા લાગી છે જેના કારણે લીવર પર કોઈ ધ્યાન આપતું હોતું નથી. તેને ભૂલી જ ગયા છે એમ કહીએ તો પણ ચાલે.
પરંતુ લિવર એ કંઈ ભૂલી જવા જેવી વસ્તુ નથી. આપણા શરીરનો સંપૂર્ણ આધાર તેના પર રહેલો છે. આપણે દિવસ દરમિયાન અનેક ઝેરિલા પદાર્થો શરીરમાં પધરાવતા હોઈએ છીએ. ઘણાં લોકો જાણતા હોય છે કે તે જે વસ્તુ ખાઈ રહ્યા છે. શરીર માટે નુકશાન કારક સાબિત થશે, તેમ છતાં તે આહારમાં લે છે. માટે આ ઝેરિલા પદાર્થોને દૂર કરીને લોહી સાફ કરવાનું કામ લિવર કરે છે. જો શરીરને સ્વસ્થ રાખવું હોય તો લિવરને સ્વસ્થ રાખવું જરૂરી છે.
આ ઉપરાંત લિવરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે અને કોલેસ્ટ્રોલનું ઉત્પાદન ઓછું કરવામાં મદદ કરે છે. તે સિવાય પણ તેમાં કેટલાક મિનરલ્સ, વિટામિન અને આયરનને તે શરીરમાં સ્ટોરેજ રાખે છે. લોહીમાં રહેલા આરબીસી જેવા ઝેરી પદાર્થોને બહાર કાઢી લોહીને શુદ્ધ કરવાનું કામ પણ લિવર કરે છે. હવે જાણો કે, શરીરની સફાઈ કેવી રીતે કરવી જોઈએ. તો જાણો લિવરની સફાઈના મુદ્દા નીચે મુજબ છે તેને અનુસરો.
ગ્રીન ટી- ગ્રીન ટી શરીર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જો તમને લિવર પર સોજો આવ્યો હોય તો પણ ગ્રીન ટીના સેવનથી ઓછો થશે. તમે રોજ સવારે દૂધ વાળી ચા પીવાની જગ્યાએ ગ્રીન ટી પીવાની આદત પાડવી જે તમારા શરીર અને લિવર બંને તંદુરસ્ત રાખશે.
ઘણાં ખોરાકથી આપણા લિવરમાં પેટમાં ફેટ જમા થવા લાગે છે. તેને ફેટી લિવર કહેવામાં આવે છે. ફેટી લિવર ધરાવતાં લોકોએ અઠવાડિયામાં 2 કે 3 વાર ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ, પરંતુ ધ્યાન રાખવું કે તેમાં ખાંડ નાખવી નહીં. ફેટી લિવરના કારણે લિવર ખરાબ થઈ જાય છે અને લાંબા ગાળે લિવરનું કેન્સર થવાની સંભાવના રહે છે. તેથી ફેટી લિવરથી તથા તેને લગતા અન્ય કોમ્પિલકેશન્સથી ગ્રીન ટી તમને બચાવશે.
કાળી દ્રાક્ષ- કાળી દ્રાક્ષ લિવર માટે બેસ્ટ ગણવામાં આવતી હોય છે. દ્રાક્ષ પણ અલગ-અલગ પ્રકારની આવતી હોય છે. ગ્રીન કલર, જાંબલી કલર, કાળો કલર. તેમાં કાળી દ્રાક્ષ લિવર માટે ગુણકારી છે. તેમાં સૌથી વધારે રેઝવેરાટ્રોલ હોય છે. જે એન્ટીઓક્સિડન્ટના સ્તરને વધારે છે. જેથી લિવર મજબૂત બને છે. દ્રાક્ષને લિવરની દોસ્ત માનવામાં આવે છે. તેથી સીઝનમાં દ્રાક્ષ અચૂક ખાવી જોઈએ.
હળદર- આયુર્વેદમાં હળદરને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. લિવર માટે હળદર એક ચમત્કારથી ઓછી ન ગણવી. હળદર લિવરમાં થતાં રેડિકલ ડેમેજને ઓછું કરે છે. જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તમે રોજ રાત્રે ઉંઘતા પહેલા એક ગ્લાસ પાણીમાં હળદર નાખીને પી જશો તો અચૂક ફાયદો થશે. આમ હળદર લિવરની ગંદકી સાફ કરીને શરીરમાં એન્જાઈમને વધારવાનું કામ કરે છે. શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થો દૂર કરે છે. માટે હળદર એક રસોઈનો રંગ બદલવા માટેનો મસાલો ન ગણશો. તેનું આયુર્વેદમાં ઘણું મહત્ત્વ છે.
લીલા શાકભાજી- લીલા પાંદડાવાળા શાકભાજી લોહીના વિષાક્ત પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થાય છે. તે શરીરમાં રહેલી ભારે ધાતુઓની અસર ઓછી કરે અને લિવરની રક્ષા કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજી સબ્જી રૂપે ભાવતા ન હોય તો તેનો જ્યૂસ બનાવીને પણ પી શકો છો. એ ઉપરાંત ખાટા ફળોનો જ્યૂસ નિયમિત સેવન કરશો તો લિવરમાં રહેલો કચરો સાફ થશે.
બીટ- બીટમાં વિટામિનનો સ્ત્રોત સારો રહેલો હોય છે. જે પિત્તને વધારે છે અને એન્ઝાઈમની પ્રવૃતિ વધારે છે. એ ઉપરાંત બીટમાં જે એન્ટિઓક્સિડન્ટ રહેલા છે તેને બિટાલેન્સ પણ કહેવામાં આવે છે. જે હૃદય અને લિવરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કોઈ વાર લિવર પર સોજો આવી જાય તો બીટના સેવનથી તમે ઓછો કરી શકો છો. બીટને સલાડ રૂપે ન ખાવું હોય તો તેનો જ્યૂસ બનાવીને પણ પીવો લાભદાયી નીવડે છે.
ઓલિવ ઓઈલ- ઓઈલ ખૂબ લાભદાયક હોય છે. સાથે તે લિવરને પણ ફાયદો પહોંચાડે છે. નોન આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યાથી જે લોકો પીડાતા હોય તેમણે રોજ એક ચમચી ઓલિવ ઓઈલ ખોરાકમાં લેવું જોઈએ. જેનાથી લિવરમાં ચરબીનો ભરાવો થવો કે લિવરને લગતી કોઈપણ બીમારીથી દૂર રહેશો. ઓલિવ ઓઇલ ચરબીને ઓછી કરવાનું કામ કરે છે. તે પ્રોટીનના સ્તરને વધારે છે. ઓલિવ ઓઈલના સેવનથી લિવરમાં રક્તપ્રવાહ સારો રહે છે.
ગરમ પાણી- સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને નિયમિત પીવું જોઈએ. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ જ લાભદાયી છે. મધને ગરમ પાણી સાથે લેવાથી લીવરની સફાઈ કરવામાં અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. એ ઉપરાંત શરીરમાં વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. તેમાં રહેલું એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ વાયરલ ગુણોના કારણે તમારું આખું શરીર અંદરથી સારી રાતે સાફ થઈ શકે છે.
આમળા- આયુર્વેદમાં આમળાને ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. અને લિવરમાં થતાં ફેટીથી પણ બચાવે છે. તમે દિવસમાં 4 ગ્રામ આમળા પાઉડર ખાઈ શકો છો. એ સિવાય પણ તમે રોજ 3-4 આમળા ખાશો તો અઢળક ફાયદા થશે.
કારણ કે આમળામાં વિટામિન-સી, એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. માટે ફેટી લિવરની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. આમળા પાઉડર તમે ગમે તે સમયે એક ગ્લાસ પાણીમાં એડ કરીને પી શકો છો.
લસણ- લસણ લિવરમાં રહેલા વિષાક્ત પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. લસણ શરીરના સ્ત્રાવોને સક્રિય કરે છે અને ઝેરિલા પદાર્થોને દૂર કરે છે. એ ઉપરાંત લસણમાં એલિસિન સારી માત્રામાં રહેલું હોવાથી લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એ સિવાય પણ લસણમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિબાયોટિક, અને એન્ટિફંગલ ગુણ રહેલા હોય છે.
કારેલા- ઉનાળામાં કારેલાની સીઝન આવતી હોય છે. મોટાભાગના લોકોને કારેલાનું શાક ભાવતું હોતું નથી. તો તેનો જ્યૂસ પીવાની તો વાત દૂર રહે છે. પરંતુ ઘણા લોકો જાણતા નથી કે કારેલા પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન્સ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે કારેલાનું નિયમિત સેવન કરશો તો લિવરની સફાઈ સારી રીતે થશે.
પપૈયું- પપૈયાને લિવરની બીમારી માટે સૌથી સુરક્ષિત કુદરતી ઉપચાર માનવામાં આવે છે. જો તમે દરરોજ પપૈયાના જ્યૂસમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પીશો તો લિવરની બીમારીથી દૂર રહી શકશો.
જો તમારા લિવરને સ્વસ્થ અને સાફ રાખવું હોય તો આટલી વસ્તુનું સેવન રોજ ન થઈ શકે તો અઠવાડિયામાં 3-4 વાર તો ખાસ કરવું જોઈએ. જેથી કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનનો શિકાર ન બનો અને તમારું શરીર તંદુરસ્ત રહે. બીજી વાત એ છે કે વધારે પડતી ખાંડ વાળી વસ્તુનું સેવન પણ ન કરવું. બને તો ગોળ વાળી ચા પીવી. જેથી સુગરનું શરીરમાં લેવલ જળવાય રહે. જેથી લિવરને હાનિ ન પહોંચે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.