ગરોળી, આમ તો આ એવું નામ છે જેનાથી મોટાભાગની સ્ત્રીઓની ચીસ નીકળી જતી હોય છે. પણ આજે આ ઘરમાં જોવા મળતી ગરોળીની એક જબરજસ્ત માહિતી તમને આપીશું કે, જે તમે આજ સુધી જાણી નહીં હોય. ગરોળી આમ તો જેરી જીવજંતુમાં આવે છે. ઘણી વખત તમે જોયું હશે કે, ગરોળીની પૂછ જો તેના શરીરથી અલગ થાય એટલે તે થોડી વાર હલ્યા કરે છે. શું ગરોળી પોતે જ પૂછ ને પોતાનાથી અલગ કરી દે છે? આવો જાણીએ આ વાત વિસ્તારથી..
તમને ઘણી વાર એમ પણ થતું હશે કે, શરીરના તમામ ભાગોને મગજ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. અને જો ગરોળીની પૂંછ કપાઈ જાય તો પછી તે મગજના કંટ્રોલમાંથી તો અલગ થઈ ગઈ કહેવાય તો પછી કેમ હલતી રહે છે. આની માટે ગરોળીના શરીરની જબરજસ્ત બનાવટનો મોટો ભાગ છે. કારણ કે,
ગરોળી પોતે પૂંછને અલગ કરે છે? – આ વાત મોટા ભાગના લોકોને ખબર નહીં હોય કે, ગરોળી પોતે જ પોતાની પૂંછને શરીરથી અલગ કરી છે. કેમ કે, ઘણી વાર ગરોળી શિકારીથી બચવા માટે અને શિકારીને ગુમરાહ કરવા માટે પોતાની પૂંછ શરીરથી અલગ કરીને ભાગી જાય છે. તેનું એક જોરદાર દાખલો જોઈ લો. – ઘણી વાર સ્ત્રીઓ ગરોળીને જોવે એટલે હાથમાં રહેલી સાવરણી ગરોળી પર મારે છે. અને અમુક કેસમાં ગરોળીની પૂંછડી તૂટી જાય છે. અને સ્ત્રીઓને એમ લાગી આવે કે, સાવરણી મારવાથી પૂંછ કપાઈ ગઈ. પણ,
હકીકતમાં જ્યારે સાવરણીનો માર ગરોળી પર પડે છે ત્યારે ગરોળી ડરી જાય છે અને તેને ખતરો મહેસુસ થાય છે. તેથી તે પોતાની પૂંછ શરીરથી અલગ કરીને ભાગવાની કોશિશ કરે છે. અને સ્ત્રીઓને એમ લાગે કે તેના મારથી પૂંછ કપાઈ ગઈ. ઘણી વખત અકસ્માતે પણ ગરોળીની પૂંછ કપાઈ જાય છે. પણ તેવું ક્યારેક જ બને છે.
ગરોળીની પૂંછ કપાયા પછી પણ હલવા પાછળનું કારણ – આ પૂંછ હળવા પાછળ તેનું શરીર જવાબદાર છે, ગરોળીના શરીરમાં રહેલી એક ગ્રંથિ જેને “ક્રેનિયલ નર્વ” કહેવાય છે, તે ગ્રંથિ ગરોળીના પૂરા શરીરમાં સિગ્નલ સતત ટ્રાન્સમિટ(આપ-લે) કરતી રહેતી હોય છે. જ્યારે ગરોળીની પૂંછ કપાય છે ત્યારે,
ગરોળીના શરીરના અને પૂંછના મસલ્સ તૂટી જાય છે, અને તેનાથી પૂંછ માં રહેલા સિગ્નલનુ કનેક્શન ગરોળીના શરીર અને મગજમાં આવેલી “ક્રેનિયલ નર્વ” થી તૂટી જાય છે. હવે આ કનેક્શન તૂટયા પછી પણ ગરોળીની પૂંછમાં રહેલા સિગ્નલ થોડો સમય માટે આમ-તેમ ઘૂમતા રહે છે. અને આ સિગ્નલની ગતિના કારણે પૂંછ આમ-તેમ થોડી વાર માટે હળતી રહે છે.
આવો કેસ તમે ઘણી વાર માણસોમાં પણ જોવા મળે છે. ઘણીવાર માણસોમાં પણ આંગળી કપાય ત્યારે અમુક કિસ્સામાં આંગળીઓ પણ અમુક સેકન્ડ સુધી હળતી જોવા મળે છે. પણ ગરોળીની પૂંછ ની જેમ વધુ હળતી જોવા નથી મળતી.
શું ગરોળીની પૂંછ બીજી વાર ઊગે છે.? – ઘણી વાર અમુક કિસ્સાઓના એમ પણ જાણવા મળે છે કે, ગરોળીની આ પૂંછ કપાયા બાદ નવી પણ આવી જાય છે, પણ પહેલા જેવી મોટી પૂંછ નથી આવતી. અને ઘણા લોકો એમ માને છે કે, પૂંછ કપાયા પછી ત્યાં બીજી પૂંછ નથી ઊગતી પણ ત્યાં ચામડીની એક એવી જાડુ પડ બની જાય છે, જે તમને પૂંછ જેવુ દેખાય છે. આ મુદ્દા વિષે અમે રિસર્ચ કરીને સત્ય આપની સામે લાવીશું.
એક બીજા રિસર્ચ અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે, ગરોળીઓની ફક્ત શિકારીથી બચવા પૂંછ શરીરથી અલગ કરીને ભાગી નથી જતી, પણ ગરોળીની અમુક પ્રજાતિઓ પોતાના શિકારને પૂંછ વડે મારી પણ નાખે છે, અને અમુક ગરોળીની પ્રજાતિઓ પાણી પર જ્યારે ચાલે છે અથવા પાણીમાં તરે ત્યારે પૂછ વડે પોતાનું સંતુલન બનાવે છે અને આ ગરોળીઓ પોતાની પૂંછ શરીરથી અલગ નથી કરતી..
આપને આ લેખ કેવો લાગ્યો? શું કોઈ નવી માહિતી જાણવા મળી તો કોમેન્ટમાં “More” જરૂર લખજો જેથી આવી બીજી માહિતી આપ માટે લાવીશું જે એકદમ સામાન્ય હશે પણ તેની પાછળ રહેલું વિજ્ઞાન ખરેખર જાણવા જેવુ હશે. અને તે માહિતી આસનીથી સમજાય તેવી ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ રજુ કારીશું. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.