મિત્રો આ દુનિયાનું એક અટલ સત્ય છે મૃત્યુ. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. આથી જ આ ધરતી ને મૃત્યુલોક કહેવામાં આવે છે. જે માણસ જન્મે છે તેનો એક દિવસ મૃત્યુનો પણ હોય છે. કોઈ એક તિથી, કોઈ એક વાર, કોઈ એક મહિનો અને કોઈ એક સમય આપણા મૃત્યુનો સમય હોય છે. આથી જ ધરતી પરનું આ એક સત્ય કે જેનો સ્વીકાર કરવો દરેક મનુષ્ય માટે જરૂરી છે.
જન્મથી મૃત્યુ વચ્ચે ના ગાળામાં મનુષ્ય અનેક સંબંધોમાં, કામોમાં તેમજ દુનિયાની રીતિરિવાજ નિભાવવામાં સમય વ્યતીત કરી નાખે છે. પણ જયારે તેની સામે મૃત્યુની વાત આવે છે ત્યારે તે એક પ્રકારનો ડર અનુભવે છે. આ ડર એટલા માટે કોઈપણ મનુષ્ય મૃત્યુને સહજ સ્વીકારતું નથી. આથી જયારે કોઈના મોઢે મૃત્યુની વાત આવે તોપણ તે એક અજ્ઞાત ડર થી ધુજે છે.
પણ મૃત્યુના સત્યને જેટલી સહજતાથી સ્વીકારી લેવામાં આવે તેટલું જ મનુષ્ય માટે સારું છે. મૃત્યુનો ડર માણસના મનને વ્યાકુળ કરી દે છે. પણ આ ડરને સહજ સ્વીકારી લો. તમને વિશેષમાં જણાવીએ તો ભગવાન શિવે મૃત્યુ અંગે ઘણા સંકેતોની વાત કરી છે. આથી આ સંકેતો અંગે તમે પણ જાણી લો.
એક સમયની વાત છે જયારે શિવપુરાણ માં માતા પાર્વતી અને શિવજી મૃત્યુ અંગે વાર્તાલાપ કરતા હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને મૃત્યુ અંગે એક સવાલ કર્યો, ‘ભગવાન મૃત્યુ અંગે એવા કોઈ સંકેતો છે જેના દ્રારા મનુષ્ય મૃત્યુ પહેલા આ સંકેતોને સમજી કે જાણી શકે.’ માતા પાર્વતીના આ સવાલનો જવાબ ભગવાન શિવે ખુબ જ ગહનતાથી આપ્યો છે ચાલો તો આ સવાલનો જવાબ વિશે વધુ જાણી લઈએ.
ભગવાન શિવના કહ્યા અનુસાર જયારે માણસને પોતાનો પડછાયો પાણી, તેલ અથવા તો કાચમાં જોવામાં તકલીફ પડે ત્યારે તે વ્યક્તિનું મૃત્યુ થોડા મહિનાની અંદર થઇ શકે છે. જયારે માણસના જમણી બાજુના અંગમાં કોઈ અલગ ફેરફાર થવા લાગે એટલેકે, જમણી બાજુના હાથમાં વળાંક આવવા લાગે કે પગમાં વળાંક આવવા લાગે ત્યારે સમજવું કે, તે વ્યક્તિ થોડા દીવાસમાં મૃત્યુ તરફ જતો રહેશે.
જે વ્યક્તિના દાંતની સમસ્યા વધારે થવા લાગે એટલે કે, દાંતમાંથી રસી નીકળવા લાગે અને જીભ પર સોજો આવી જાય તેમને પણ માની લેવું કે તેનું મૃત્યુ થોડા મહિનાની અંદર થઇ શકે છે. જયારે વ્યક્તિને ચંદ્ર, સુર્ય અને અગ્નિ જોવાની ક્ષમતા ન હોય ત્યારે પણ તે વ્યક્તિનું મોત થઇ શકે છે.
જે વ્યક્તિને સૂર્ય, ચંદ્ર અને આકાશ લાલ દેખાવા લાગે તેને પણ મોતનો સમય નજીક આવવા લાગે છે. (2) જયારે જે માણસનું મોઢું, જીભ, આંખ અને કાન પથ્થર જેવા થઇ ગયા હોય તેવું લાગવા લાગે તેમનું મૃત્યુ પણ થોડા મહિનાની અંદર થઇ શકે છે. જયારે કોઈ વ્યક્તિનો શરીરનો રંગ પીળો પડવા લાગે, અથવા સફેદ થવા લાગે અથવા લાલ થવા લાગે તો સમજી લેવું કે તેનું મૃત્યુ છ મહિનાની અંદર થઇ શકે છે.
આ સિવાય તમે હાથની રેખાઓ વિશે પણ જાણતા હશો. આ હસ્તરેખાઓ પણ મૃત્યુના સંકેત આપતી હોય છે. કહેવાય છે કે હાથમાં હથેળીમાં મનુષ્યના આયુષ રેખા દોરેલી હોય છે. આથી જે વ્યક્તિના હથેળીની આયુષ રેખા નાની દેખાતી હોય તેમનું આયુષ લાંબુ નથી હોતું. તે અલ્પજીવી હોય છે.
આ ઉપરાંત જયારે કોઈ વ્યક્તિ પોતાના આયુષ કરતા વધુ જીવન જીવે છે ત્યારે તેને પોતાનો પડછાયો દેખાતો નથી, અને જેને પોતાનો પડછાયો ધડ સહીત દેખાય તો તે પણ મૃત્યુ નો જ સંકેત આપે છે. જો એક વાત સત્ય છે કે માનવીનું મોત નિશ્ચિત છે. પણ જયારે મનુષ્ય મરે છે પણ તેની આત્મા કયારેય નથી મરતી. આ સત્ય પણ સ્વીકારી લેવું જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.