🍋 અત્યારની ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો હેલ્થ માટે જાગૃત થઇ ગયા છે. થોડુ પણ શરીર વધે તો યોગા, જીમ કે વોક કરવા લાગે છે. પરંતુ મહિલાઓ માટે આ શક્ય બનતુ નથી, ખાસ કરીને ગૃહિણીઓ જે પરિવારના તમામ સભ્યોના સમય સાચવે છે. તે પોતાના જ માટે સફળ કાઢી શકતી નથી. તેમના માટે આ ઉપાય બેસ્ટ છે.
🍋 સવારે માત્ર એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નાખીને પીવાથી વજનમાં ચોક્કસ ઘટાડો થશે. ઠંડીની સિઝનમાં મોટાભાગના લોકો સવારમાં ગરમ પાણી પીતા હોય છે અને તેમાં તે લીંબુનો રસ મિક્સ કરીને પીવે છે. ઘણા લોકોની ફરીયાદ પણ હોય છે કે સવારે વહેલા ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરવાથી પણ વજન ઘટતુ નથી. પરંતુ પેટની ચરબી અને શરીરનું વજન ઓછું કરવા માટે લીંબુ પાણી ત્યાં સુધી અસર નહીં કરે.
🍋 જ્યાં સુધી તમે સાચી રીતે સેવન કરવાનું શરુ નહીં કરો. અમુક લોકો લીંબુ પાણીમાં મધ નાખીને પીતા હોય છે. તેમ છતા જોઈતું પરિણામ મળતુ નથી. તો આવો જાણીએ લીંબુ પાણી કેવી રીતે પીવું અને કઇ ભૂલો ન કરવી તેના વિશે….
🍋 આ રીતે પીઓ લીંબુ પાણી:
🍋 મોટાભાગના લોકો લીંબુની છાલને લીંબુનો ઉપયોગ કરી ફેંકી દેતા હોય છે. પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે લીંબુના રસ કરતા લીંબુની છાલમાં પોષક તત્વો વધારે હોય છે. દરેક મહિલા લીંબુનો ઉપયોગ કરી તેની છાલને ફેંકી દેતી હોય છે. પરંતુ વજન ઉતારવા માટે તો લીંબુની છાલ ખૂબ જ અસરકારક છે.
🍋 જી, હાં 1 લીંબુની છાલમાં 10 લીંબુના રસ કરતા પણ વધારે પોષક તત્વો રહેલા છે. લીંબુની છાલ વજન ઘટાડવાથી લઇને કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. લીંબુની છાલ ઉપરના ભાગમાં જે તેલ હોય છે તે વજન ઘટાડવા માટે લાભદાયી નીવડે છે.
🍋 જો તમે લીંબુની છાલનો ઉપયોગ કરવા માગતા હોય તો થોડી જાડી છાલના લીંબુ પસંદ કરો. આ લીંબુની છાલના પીળા ભાગને છીણી લો. ત્યાર બાદ 1 ગ્લાસ પાણીમાં આ છીણ નાખીને ગરમ કરો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરો. નવશેકા આ રસમાં અડધુ લીંબુનો રસ મિક્સ કરી પીઓ. આ વેઇટ લોસ ડ્રિન્કમાં તમે મધ નાખીને પણ પી શકો છો.
🍋 સામાન્ય રીતે જો તમે વજન ઘટાડવા માગતા હોય તો રોજ સવારે ઉપરોક્ત જણાવેલી રીતે લીંબુનો રસ ખાલી પેટે પીઓ, અઠવાડિયામાં જ તમને ફરક જણાવશે.
🍋 નોંધનીય છે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલુ છે જે માત્ર શરીર જ નહીં પણ ચહેરા પરના દાગ-ધબ્બા અને કરચલીઓ પણ દૂર કરે છે. ચહેરા પર નિખાર લાવશે. આ ઉપરાંત લિવર જામેલો બગાડ દૂર કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.
🍋 લીંબુપાણી પીતી વખતે ના કરશો આ ભૂલો:
🍋 લીંબુમાં સાઇટ્રિક એસિડની માત્રા રહેલી હોય છે જે શરીર પર જામેલી ચરબી દૂર કરે છે. લીંબુ આપણા શરીરમાં મેટાબોલિઝનને મજબૂત બનાવે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે લીંબુ પાણી પીતા હોય છે પરંતુ તેમાં એવી મોટી ભૂલો કરી બેસે છે જેના કારણે વજન ઘટવાના બદલે વધવા લાગે છે.
🍋 જ્યારે ગરમીની સિઝનમાં બહારથી ઘરે આવે ત્યારે લીંબુ પાણી પીવાનું પસંદ કરતા હોય છે. તે સારી બાબત છે પરંતુ તે લીંબુના શરબતમાં આપણે ખાંડ ઉમેરતા હોઇએ છીએ. ખાંડ ઉમેરવાથી લીંબુ પાણી પીવાનું તમને ભાવશે પરંતુ તેનાથી વજન ઉતારવાને બદલે વધારો થશે. આ લીંબુ પાણીમાં ખાંડ ક્યારેય ન નાખવી. ખાંડ લીંબુની અસરને ઓછી કરે છે અને સાથે સાથે વજનમાં પણ વધારો કરે છે.
🍋 જો તમે ગળપણ જોઇતુ હોય તો ખાંડના બદલે તમે મધ નાખી શકો છો. પરંતુ મધ હંમેશા ગરમ પાણીમાં નાખીને જ પીવું જોઇએ. પાણી થોડું હુંફાળુ હોય ત્યારે જ પીઓ. જો મધ નાંખેલુ ગરમ પાણી ઠંડુ થઇ જાય તો ફરીથી ગરમ ન કરો. કારણ કે આમ કરવાથી મધમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે અને તેના ગુણ શરીરને મળતા નથી.
જો આ વજન ઉતારવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.