🚗દોસ્તો, આજના સમયમાં લોકોને પોતાની મુસાફરીને સરળ બનાવવા માટે એક પ્રાઇવેટ ગાડી તો જોઈએ જ છે. પરંતુ આજના આ સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. એવામાં જો ઇલેક્ટ્રિક કાર મળી જાય તો લોકોના આનંદનો કોઈ પર રહેતો નથી, કેમકે લોકોને ફરવું તો છે જ પણ થોડા ઓછા ખર્ચમાં જો તે થાય તો તેને બીજું શું જોઈએ. તો આજના સમયની માંગને ધ્યાનમાં રાખીને કંપનીઓ હવે EV કાર બનાવી રહી છે. તો આપણી જાણીતી કંપની મહિન્દ્રાએ પોતાની સૌથી પહેલી EV SUV કારને લોન્ચ કરી દીધી છે.
🚗દોસ્તો, મહિન્દ્રા દ્વારા અનેક ગાડીઓ લોકોને મળી છે. એ કંપની દ્વારા પેટ્રોલ, ડીઝલ કે સીએનજી જેવી અલગ-અલગ ઘણી ગાડીઓ આવી ચૂકી છે. પરંતુ હવે મહિન્દ્રાની EV કાર આવી ચૂકી છે. હા દોસ્તો, તમારી આતુરતનો અંત આવી ગયો છે. કેમ કે બજારમાં પહોંચી ચૂકી છે. Mahindra xuv 400 EV કાર. તો આ ગાડીની રેન્જ, પાવર અને શું ખાસ છે આ ન્યુ EV કારમાં તો ચાલો જોઈએ મહિન્દ્રા xuv400 ની બેસ્ટ અને બેડ બાબતો.
🚗કારની લંબાઈમાં વધારો કરાયો છે : મહિન્દ્રાની અન્ય ગાડીની કંપેરિઝનમાં XUV 400 EV કારની લંબાઈ થોડી વધારવામાં આવી છે, xuv 300 ની જો આપણે વાત કરીએ તો તે ગાડીની લંબાઈ 4 મીટર જેવી હતી જ્યારે આ ગાડી xuv 400 ઇવી કારની લંબાઈ વધારીને 4.2 મીટર જેટલી કરી આપવામાં આવી છે.
ગાડીની સ્પીડ કેપેસિટી – મહિન્દ્રાના કહેવા મુજબ આ ગાડીનો ટોર્ક પાવર 310 nm નો છે, જે 0-100 ની સ્પીડ 8.3 સેકન્ડમઆ પકડી લેશે, જે ખૂબ સારી વાત છે. જ્યારે ટાટાની નેકસોન ev માં પણ આ સમય 9 સેકન્ડનો લાગે છે.
ડ્રાઈવ મોડ – આ ગાડીમાં 3 ડ્રાઈવ મોડ આપવામાં આવ્યા છે. (1) ફન મોડ- જેમાં ગાડી સામાન્ય રીતે સિમ્પલ સ્પીડથી ચાલે છે, આ મોડની ટોપ સ્પીડ 90 kmpl છે. ત્યાર બાદ (2) ફાસ્ટ મોડ – જેમાં ફન મોડ કરતાં ગાડી થોડી વધુ ફાસ્ટ ચાલશે અને આ મોડની ટોપ સ્પીડ 130 kmpl છે. (3) ફીયરલેસ મોડ – આ મોડમાં ગાડી બંને મોડ કરતાં ખૂબ વધુ ફાસ્ટ ચાલશે એટલે કે આ મોડની ટોપ સ્પીડ 160 kmpl છે. એટલે સમજો કે, ગાડી હવા સાથે વાતો કરશે..
🚗ગાડીના બુટ સ્પેસમાં વધારો કરાયો છે : xuv 400 EV કારની લંબાઈ વધવાના કારણે ગાડીમાં બુટ સ્પેસની જગ્યા પણ ઘણી વધી છે. આ કારમા અંદાજે 378 લિટરની આસપાસ તેનું બુટ સ્પેસ કરી આપવામાં આવ્યું છે.આ ગાડીના બુટ સ્પેસમાં વધારો થવાથી ગાડીના ટ્રકચરમાં કોઈ ફેરફાર જાણતો નથી. તેમ છતાં પાછળની સાઈડ આ ગાડી વધુ આકર્ષક લાગી રહી છે.
🚗પાવરફૂલ બેટરી : આ ગાડીમાં 39.4 કિમી પ્રતિ કલાકની બેટરી છે, જે ટેસ્ટ મુજબ 456 કિમી ની રેન્જ આપે છે. xuv400 ઇવી કારમાં જે મોટર વાપરવામાં આવેલી છે તે 150 hpનો પાવર પ્રોડ્યુસ કરે છે. આ બેટરીમાં 310 એનેમેકટનું સ્ટોરેજ છે. આ કારને 0 થી 100 ની સ્પીડ એચિવ કરવામાં માત્ર 8.3 સેકેન્ડ જેટલો જ સમય લાગે છે. Xuv400 ઇવી કારની 150 કિમી પ્રતિ કલાકની ઝડપ છે.
🚗બેટરી ચાર્જ કરવામાં લાગતો સમય : Xuv400 ઇવી કારને 50 કિલો વોટ કે ડીસીકે ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરતાં માત્ર 50 મિનિટમાં 80%બેટરી ચાર્જ થાય છે, જ્યારે ઘરનું ચાર્જર હોય તો તે ચાર્જર 3.3 કિલો વોટ પ્રતિ કલાક વાળું હોય છે જે 16 એમ. પી વાળું આવે છે અને તેનાથી ચાર્જ કરતાં 13 કલાક જેટલો સમય લાગે છે.
🚗 દેશબોર્ડમાં અપાયા છે આટલા ફીચર – જેમાં તમને 7 ડિસ્પ્લે મળે છે, 4 સ્પીકર ગાડીમાં અપાયા છે, તેમજ એન્ડ્રોઇડ ઑટો પ્લે અને એપલ કાર પ્લે સાથે કનેક્ટ થઈ શકશે. તેમજ બીજી સિસ્ટમ પર નજર નાખીએ તો તમને ઑટો હેડલેમ્પસ મળી આવે છે, તેમજ રેન સેન્સર વાઈપર મળે છે, જે વરસાદમાં આપો આપ ચાલુ થઈ જશે.
🚗દેખાવમાં કરવામાં આવેલો બદલાવ : XUV 400 EV કારના લૂકમાં હલકું એવું કોપરનું મિશ્રણ કરવામાં આવેલું છે. અને આના કારણે જ XUV 400 EV કાર એ મહિન્દ્રાની XUV 300થી થોડી અલગ પડે છે. હવે આપણે જોઈએ આ કારના ઇન્ટિરિયરની તો તે XUV 300 ના જેવી જ છે. ફર્ક માત્ર તેમા થોડો સિલ્વર વધારે છે જ્યારે આ ગાડીમાં પિયાનો બ્લેકનું કોટિંગ આપવામાં આવેલું છે.
🚗 સનરૂફ – ઉપરની સાઈડ તમને આ ગાડીમાં એક સનરૂફ મળી રહ્યું છે, જે મીડિયમ સાઈજનું છે, પણ આ સનરૂફ ગાડીના લૂકમાં એક બેસ્ટ વેલ્યૂ આપે છે, અને આજના જમાના પ્રમાણે લોકો ને પણ સનરૂફ પસંદ આવી રહ્યા છે.
🚗 સેફટી – આ ગાડી સેફટીના મામલે ખૂબ આગળ છે, સેફટીના મામલે આ ગાડીને 5 સ્ટાર રેટિંગ મળી છે, તેમજ આ ગાડીમાં 2 એરબેગના બદલે 6 એર બેગ્સ મળશે, જે ખૂબ સરિબાબત છે.અને ટ્રેક્શન કંટ્રોલ તેમજ તમામ વ્હીલમાં ડિસ્ક બ્રેક જોવા મળશે, જે ગાડીની સેફ્ટીમાં વધારો કરે છે.
ગાડીની પ્રાઈજ અને ક્યારે લોન્ચ થશે – ગાડીની પ્રાઈજ (કિંમત) અંદાજિત 17 થી લઈને 20 લાખ સુધી રહી શકે છે તેમજ આ ગાડી સૂત્રો અનુસાર લગભગ જાન્યુઆરી 2023 માં લોન્ચ થઈ શકે છે. તો આ ગાડી ના આવા જોરદાર ફીચર જોતાં જ એમ લાગે છે કે, આ ગાડી આવતા ev ગાડીઓમાં આ ગાડીની ખૂબ ડિમાન્ડ ટોચ પર રહેશે.
આ ગાડીમાંથી કઈ વસ્તુ મિસિંગ લાગી રહી છે – ઇમફોર્મેશન સાઉન્ડ સિસ્ટમ થોડી વધુ બેસ્ટ થઈ શકતી હતી, તેમજ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ નથી મળી રહી પણ એકંદરે સારી મ્યુજીક સિસ્ટમ મળી રહી છે. તેમજ ડ્રાઈવરની સામે રહેલી સ્પીડ ડિસ્પ્લે વધુ ડિજિટલ નથી આપી પણ સિમ્પલ એવી ડિજિટલ લાગી રહી છે. તેમજ ટાઈપ c ચાર્જિંગ ઓપ્શન નથી, તેમજ ઓટોમેટિક ક્લાઇમેટ ચેન્જનો ઓપ્શન પણ આપેલો નથી લાગતો.
હવે તમે જણાવો કે XUV 400 (EV) ને વધુ પસંદ કરશો કે, TATA NEXON (EV) ને, કોમેન્ટ કરો નીચે.. તેમજ આ બંને ગાડીને કંપેર કરતો લેખ જોઈએ તો “PART-2” લખો, જેથી અમે બંને ગાડીની કંપેરિજન કરતો લેખ જલ્દી થી લાવીશું જેનાથી તમને માહિતી જોવામાં આસાની રહે.
EV ગાડીઓ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.