🚗દોસ્તો, આજે અમે તમારા માટે ખૂબ જ સરસ એવા ટૉપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે ઇલેક્ટ્રિક EV કાર ખરીદવા ઇચ્છુક છો તો આ આર્ટીકલ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજ સુધી લોકોએ પેટ્રોલ અને ડીઝલ કાર તો ઘણી વાપરી છે પરંતુ હવે તે EV કારનો પણ યુનિક અનુભવ તેઓને મેળશે..તો તમે જુઓ કે તમારા માટે કઈ કાર બેસ્ટ છે.
આજે અમે તમને મહિન્દ્રા કંપનીની XUV 400 EV અને ટાટા કંપનીની NEXON EV મેક્સ આ બન્ને ગાડીઓની સરખામણી કરીને તમને તેની માહિતી પૂરી પાડવાના છીએ. તો આ આર્ટિકલને ખૂબ જ ધ્યાનથી અને પૂર્ણ વાંચો. કે જેથી તમને આ બન્ને ગાડીઓનો જે તફાવત છે તે પણ જાણવા મળી શકે.
🚗ગાડીની ડિઝાઇન :સૌથી પહેલા જોઈએ તો મહિન્દ્રા કંપનીની XUV 300 ની સેમ ટૂ સેમ ડિઝાઇન આ XUV 400 EV મા ફોરવર્ડ કરવામાં આવેલી છે. હા તેમાં થોડો કહી શકાય તેટલો તફાવત ચોક્કસ કરવામાં આવ્યો છે. જ્યારે આપણે વાત કરીએ ટાટા કંપનીની NEXON EV કારની તો આ કારની ડિઝાઇન પણ NEXON ની જે નોર્મલ વેરીયંટ કે જે માર્કેટમાં પહેલાથી જ અવેલેબલ છે તેના જેવી જ ડિઝાઇન આ ન્યુ NEXON EV કારની પણ જોવા મળે છે.તો આ બન્ને ગાડીઓ તેની કંપનીની આગળની ગાડીઓની કોપી જ કહી શકાય છે.
🚗ગાડીની લંબાઈ : આ બન્ને ગાડીઓની લંબાઇની વાત કરીએ તો મહિન્દ્રાની XUV 400 EV કારની લંબાઈ 4.2 મીટરની છે જ્યારે આપણે જોઈએ કે ટાટા કંપનીની NEXON EV કારની લંબાઈ 3.99 મીટરની છે. તો આમ જોઈએ તો xuv400 EV ગાડી થોડી લંબાઈમાં વધારે છે.
🚗બન્ને ગાડીઓમાં આવતા એર બેગ :જ્યારે આપણે બન્ને ગાડીઓની સરખામણી કરીએ જ છીએ તો કોઈ પણ ચીજ છૂટવી તો ના જ જોઈએ તો વાત કરીએ એર બેગની સૌથી પહેલા જોઈએ તો XUV 400 EV માં કુલ 6 એર બેગ આવે છે જ્યારે NEXON EV માં કુલ 2 જ એર બેગ આવે છે.
🚗બેટરીની કેપીસીટી :બન્ને ગાડીઓ અલગ-અલગ કંપનીની છે તો સ્વાભાવિક છે કે તે બંનેમાં બેટરીની કેપીસીટી પણ અલગ જ હોય તો જોઈએ કે મહિન્દ્રા કંપનીની XUV 400 EV કારમા 39.4 કિલો વોટ પાવર હોય છે. જ્યારે ટાટા કંપનીની NEXON EV ની બેટરી 40.5 કિલો વોટ પાવર ધરાવે છે.
🚗બન્ને ગાડીઓમાં રેન્જ ડિફરન્ટ : આ બંને ગાડીઓની રેન્જમાં પણ ખાસ્સો તફાવત જોવા મળે છે. મહિન્દ્રાની XUV 400 EV કારની રેન્જ 456 કિમી ની છે. જ્યારે ટાટાની NEXON EV કારની રેન્જ 437 કિમી ની રહે છે. બાકી આમ બન્ને ગાડીઓનું રિયલ માઇલેજ 300 કિમીની આસપાસ જ છે.
🚗ચાર્જિંગ ટાઈમ :આ પોઈન્ટ બન્ને કારમા સેમ ટૂ સેમ જ છે કેમ કે XUV 400 EV અને NEXON EV બન્નેને 1 કલાકમાં 80 % ચાર્જ કરી શકાય છે તે પણ કંપનીના ફાસ્ટ ચાર્જરની મદદથી તો આ બાબત સમાનતા ધરાવે છે.
🚗બન્ને ગાડીઓમાં પાવર : અહી વાત કરીએ આપણે XUV 400 EV કારની તો 150 હોર્સ પાવર મળે છે જ્યારે 310 કિમીનો સ્પીડ પાવર મળે છે. જ્યારે NEXON EV માં 143 હોર્સ પાવર મળે છે અને 250 કિમીનો સ્પીડ પાવર મળે છે.
🚗બૂટ સ્પેસ : આપણે જોયું કે બન્ને કારની લંબાઈમાં તફાવત છે તો સ્વાભાવિક છે કે તે તફાવત અહી જોવા મળે. હા દોસ્તો, આ ગાડીઓમા બૂટ સ્પેસમાં ઘણો જ તફાવત છે સૌથી પહેલા જોઈએ મહિન્દ્રાની XUV 400 EV કે જેમાં બૂટ સ્પેસ તમને 378 લિટરનો જોવા મળે છે. જ્યારે NEXON EV માં આ બૂટ સ્પેસ 350 લિટર જેટલો છે.
🚗સનરૂફ : અહી આ બન્ને ગાડીઓ આ સનરૂફની બાબતમાં પણ એક સમાન જ છે કેમ કે મહિન્દ્રાની XUV 400 EV અને ટાટાની NEXON EV ગાડીમાં પેનોરેમિક સનરૂફ આવેલા છે. જે એક જ સમાન છે.
🚗બન્ને ગાડીઓની કિંમતની સરખામણી : દોસ્તો, આ પોઈન્ટ સૌથી મહત્વનો છે કે કઈ ગાડી કેટલી સુવિધા આપે છે તેની સાથે સાથે તેની કિંમત પણ મહત્વની છે. તો જોઈએ કે XUV 400 EV કારની કિંમત કંપની જાન્યુઆરી મહિનામા જણાવશે. તેના માટે એક અંદાજ એવો છે કે આ ગાડીની અંદાજે કિંમત 18 થી 20 લાખની અંદર રહેવાની સંભાવના રહે છે. જયારે ટાટાની NEXON EV ની કિંમત 18.34 લાખથી શરૂવાત થાય છે અને મેકસીમમ 20 લાખના ટોપ વેરિયન્ટ સુધી તેની કિંમત પહોંચે છે.
ઇલેક્ટ્રિક ગાડીઓની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.