👉 આપણું શરીર બધી રીતે પરફેક્ટ હોય, પરંતુ ચહેરા પર થયેલા ડાર્ક સર્કલ તમારી સુંદરતામાં કેટલીક વખત ઘટાડો કરતા હોય છે. તેના કારણે આપણો ચહેરો સુંદર લાગતો હોતો નથી. કોઈપણ ફંક્શનમાં જઈએ ત્યારે મેકઅપ કરીને છુપાવવાની કોશિશ કરીએ તેમ છતાં ડાર્ક સર્કલ દેખાય જ જતા હોય છે. અમુક સમયે મહિલાઓ ઘરેલુ ઉપચારથી દૂર કરવાનો પ્રયત્ન કરતી હોય છે.
👉 પરંતુ તેમાંથી છુટકારો મેળવી શકાતો નથી. ડાર્ક સર્કલ થવા પાછળના કારણો છે, રાત્રિના ઉજાગરાં, ક્રોધ, કોમ્પ્યુટર સામે સતત બેસી રહેલું, ચિંતા, અનિયમિત ખોરાક લેવો જેવી ઘણી વસ્તુના કારણે થતા હોય છે.
👉 કેટલીક મહિલાઓને હિગ્લોબિનની કમીના કારણે, કેલ્શિયમની ઉણપના કારણે પણ આ તકલીફ જોવા મળતી હોય છે. અમુક સમયે હોર્મોન્સમાં ફેરફાર થવાના કારણે પણ આ તકલીફ થતી હોય છે. એટલું જ નહીં સૂર્યમાંથી જે યુવી કિરણો નીકળે છે તે પણ તમારી સોફ્ટ સ્કીનને ડેમેજ કરતાં હોય છે. તે સિવાય પણ બીજા કેટલાક કારણોને લીધે ડાર્ક સર્કલ થાય છે. તેના પર નજર કરીએ….
👉 એનીમિયા- એનિમીયાની ઉણપના કારણે ડાર્ક સર્કલ થાય છે. ઘણી વખત આપણા શરીરમાં આયર્નની કમી થવા લાગે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનની ઉણપ થતી હોય છે. અંતે તમારી આંખની આજુબાજુ ડાર્ક સર્કલ જોવા મળે છે.
👉 વિટામિનની સાથે બીજા પોષક તત્વો- અમુક સમયે આપણને લાગતું હોય છે કે જે ભોજન ગ્રહણ કરીએ છીએ તે પરફેક્ટ છે. પરંતુ તેવું હોતું નથી જેમ કે શરીરમાં ન્યુટ્રીશનની ઉણપ, આયર્ન, વિટામિન-એ, સી, ઇ ઉપરાંત જોઈતા પોષક તત્વોની કમીના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે.
👉 યુવી કિરણો- વધારે પડતું તડકામાં રહેવામાં આવે તો પણ આ પરિસ્થિતિ સર્જાય છે. વધારે પડતા તાપના કારણે સ્કીન પર પિગ્મેન્ટેશન થવા લાગે છે. અંતે ડાર્ક સર્કલ થાય છે.
👉 એલર્જી- કેટલીક વખત બહાર વધારે ફરવાનું થાય જેના લીધે વધારે ધૂળ આંખમાં જતી હોવાના કારણે પણ એલર્જી થાય છે. એટલું જ નહીં આંખમાં વધારે ખંજવાળ આવવાના કારણે પણ ડાર્ક સર્કલ થાય છે. કારણ કે જો તમે વારંવાર આંખને ખંજવાળો છો તો તેનાથી સ્કીનને નુકસાન થાય છે. જેથી આંખની આજુબાજુ ડાર્ક સર્કલ થવા લાગતા હોય છે.
👉 હોર્મોન્સમાં ફેરફાર- કેટલીક વખત હોર્મોન્સમાં ફેરફાર થવાના કારણે પણ આંખની આજુબાજુ કાળા કુંડાળા થવા લાગે છે. હોર્મોનલ ફેરફારના કારણે ઘણી વખત આપણી સ્કીન અને શરીરમાં ફેરફાર જોવા મળતો હોય છે. તેમાંથી આ પહેલો બદલાવ છે ડાર્ક સર્કલ.
👉 કોઈ મહિલાઓને તો પ્રેગ્નેન્સી ટેસ્ટથી લઈને હોર્મોનલ ટેસ્ટ સુધી ઘણા બદલાવ આવે છે. જેમાં ડાર્ક બ્રાઉન કલરના પણ સર્કલ જોવા મળે છે.
👉 ધૂમ્રપાન અને આલ્કોહોલ- જો તમને સ્મોકિંગ અને ડ્રિંક કરવાની આદત છે તો આ તકલીફ થઈ શકે છે. કેમ કે આ ટેવના લીધે શરીરમાં પાણીની કમી ઉભી થાય છે. જેને આપણે ડિહાઇડ્રેશન થાય છે અને તેના લીધે ડાર્ક સર્કલ થાય છે.
👉 થાક કે ઉંઘ- શરીરમાં થાકના કારણે પણ ડાર્ક સર્કલ થવા લાગે છે. કેમ કે શરીરને જોઈએ તેટલો આરામ ન મળતા તેની સીધી અસર આંખ પર જોવા મળતી હોય છે. જો ઉંઘ પૂરી ન થાય તો પણ ડાર્ક સર્કલ થતાં હોય છે. કેટલીક વખત વધારે પડતો કામનો લોડ અથવા ઓફિસના કામમાં વધારો એવી ઘણી બાબતોના કારણે અપૂરતી ઉંઘ રહે છે અંતે તેની સીધી અસર આંખ પર જોવા મળે છે.
જો આ ડાર્ક સર્કલ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.