👉 દુનિયામાં જે રીતે હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેવી રીતે કેન્સરનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ઘણા લોકો આજના સમયમાં કેન્સરની બીમારીથી મૃત્યુ પામી રહ્યા છે. તેમાં ખાસ કરીને મહિલાઓને કેન્સરની બીમારી જોવા મળે છે. તેમાં ગર્ભાશયનું, બ્રેસ્ટ કેન્સર અથવા ગર્ભાશયના મુખનું કેન્સર મોટાભાગની સ્ત્રીઓને વધારે જોવા મળી રહ્યું છે. તેમાં કેટલાક હાર્મોન્સ અને વસ્તુના સેવનના કારણે પણ આ પ્રકારની તકલીફ થતી હોય છે.
👉 કેટલાક લોકો સવારના નાસ્તામાં ઇંડા અને કોફી લેવાનું પસંદ હોય છે. તેનાથી સ્વાસ્થ્ય સારું રહેતું નથી. ઉપરથી શરીર માટે જોખમી સાબિત થાય છે. તે એક ઇરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સીસ, ઇંપિરિયલ કોલેજ લંડન અને કેનેડાના નિપિસિંગ યુનિવર્સિટીની શોધમાં જાણવા મળ્યું છે. આ બંને વસ્તુનું સેવન તમને કેન્સરની બીમારી તરફ દોરી જાય છે.
👉 સ્ટડી દરમિયાન જાણવા મળ્યું- આ સ્ટડી કેન્સર જેવી બીમારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સ્ટડીમાં જણાવે છે કે સર્વાઈકલ અને યુટેરાઈન પછી મહિલાઓને ઓવેરિયન કેન્સરનું જોખમ વધી જાય છે. કોઈપણ મહિલા હોય તેને આ વાતની જાણ હોતી નથી. પરંતુ તે પેટમાં ફેલાય ત્યારે ખબર પડી જાય છે. તો આ કેન્સરની ઓળખ કરીને રોકવા માટે સારવાર જરૂરી છે. જો સમયસર આ કેન્સરની સારવાર કરવામાં આવે તો બચી શકાય છે.
👉 તે ઉપરાંત આ કેન્સર થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે તે એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે. કેટલીક મહિલામાં આનુવંશિક હોય છે. અમુક શોધ કર્તા એવું પણ કહે છે કે કેટલાક પ્રકારની ટ્રિટમેન્ટના કારણે પણ ઓવેરિયન કેન્સર થતું હોય છે. જેમ કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હાર્મોન થેરપીના લીધે વધારે ઓવેરિયન કેન્સર થવાનું જોખમ રહે છે. તે ઉપરાંત ડાયાબિટીસ, એન્ડોમેટ્રિયોસિસ અને પોલિસીસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ ખાસ કરીને કેન્સરને આમંત્રણ આપે છે.
👉 કેટલીક મહિલાઓની લાઇફ સ્ટાઈલના કારણે પણ આ જોખમ વધતું હોય છે. તેવું શોધમાં જાણવા મળ્યું છે. કેટલીક સ્ત્રીઓ ધૂમ્રપાન આલ્કોહોલનું સેવન, અનિયમિત સૂવાની ટેવ, બહારનું વધારે જમવાને લીધે ઓવેરિયન કેન્સર થવાનો ભય રહે છે. શોધ કર્તા તે પણ જણાવે છે કે ઇંડા, કોફી, આલ્કોહોલ અને ચરબીવાળી વસ્તુ વધારે ખાવાથી પણ ઓવેરિયન કેન્સર થાય છે.
👉 એક સ્ટડી મુજબ જાણવા મળ્યું છે કે એક દિવસમાં 5 કપ કે તેનાથી વધારે કોફીનું સેવન કરતી મહિલાઓને ઓવેરિયન કેન્સર થવાનું જોખમ વધારે છે. કેમ કે કોફીમાં કેફિન ડીએનએ મ્યુટેશનનો વધારો કરે અને ટ્યૂમર સપ્રેસર વિક્ષેપિત કરે, તેના કારણે કેન્સરની કોશિકાઓનો વધારો થાય છે. તેમાં જે મહિલાઓને મોનોપોઝ આવે તે પછી જોખમ વધી જતું હોય છે.
👉 બીજું કે ઇંડા ખાનારી મહિલાઓને ઓવેરિયન કેન્સર થવાનું જોખમ છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઇંડા ન ખાનારી મહિલા અને ઇંડા ખાનારી મહિલાઓને વધુ કેન્સર થાય છે. કેમ કે ઇંડામાં વધુ માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે. જે ગંભીર રીતે કેન્સરને આમંત્રણ આપે છે. તેમાં સેચૂરેડેટ ચરબી ઓછી હોવાના કારણે તેનું સેવન તમે સપ્રમાણમાં કરી શકો છો.
👉 નિયમિત ઇંડા ખાવ, પરંતુ તેનું એક માપ રાખશો, સાથે દરેક મહિલા પ્રોપર ડાયેટ ફોલો કરશે તો કેન્સર જેવી બીમારીથી બચી શકશે. જો તમે પણ ખાણી-પીણીની આદતો બદલશો તો જરૂર કેન્સર જેવી બીમારીથી બચી શકશો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.