💁♀️ આજના સમયમાં બધી જગ્યાએ દેશ-વિદેશની કોઈ પણ ડિશનું તમે સેવન કરી શકો છો. એવામાં બધા લોકોની પસંદ અલગ-અલગ હોય છે. જેમાં ભારત દેશની કેટલીક ફૂડ ડિશો સ્વાદમાં ખૂબ ટેસ્ટી હોય છે. ગુજરાતી,પંજાબી કે સાઉથ ઇંડિયનની અલગ-અલગ ફૂડ ડિશો ખૂબ જ ટેસ્ટી હોય છે.લોકોને સાઉથ ઇંડિયન ડિશ વધારે ભાવે છે. તેમાં પણ ઢોંસા લોકોને વધારે પસંદ આવે છે.
💁♀️ ઢોંસા લોકોને વધારે ભાવતા હોવાથી લોકો તેને ઘરે બનાવવાની ટ્રાઇ કરતાં હૉય છે. પરંતુ સાચી રીતની જાણ ન હોવાથી ઢોંસા પેન પર ચોંટી જતાં હોય છે અને ખરાબ થઈ જાય છે. પરંતુ આજે અમે તમને ઢોંસા બનાવવા માટેની એવી ટિપ્સ જણાવીશું કે, જેનાથી તમે લોખંડની લોઢીમાં પણ ઢોંસાને સારી રીતે ઉઠલાવી અને બનાવી શકશો. જેનાથી તમે બજારમાં મળતા નોન-સ્ટિક વાસણને ખરીદવા પાછળ થતો ખર્ચ અટકાવી શકશો. હવે આપણે આ ટિપ્સને વિગત વાર જાણીશું.
👉 સૌપ્રથમ ગેસને પર ફૂલ આંચે રાખી અને લોઢીને તેના પર મૂકો અને તેને ગરમ કરવી. ગરમ થયા બાદ તેના પર એક ચમચી તેલ ઉમેરી અને આખી લોઢીમાં તેલ લાગી જાય એવી રીતે લગાવવું. ત્યાર બાદ ગેસ બંધ કરીને લોઢીને 10 મિનિટ સુધી ઠંડી થવા દેવી.
👉 લોખંડની લોઢી પર ઢોંસા બનાવવાની સરળ ટેકનિક :- સૌપ્રથમ લોઢીને 10 મિનિટ બાદ ફરી ગરમ કરવી અને તેમાં તેલ અને પાણીનો છટકાવ કરવો ત્યાર બાદ લોઢીને કપડાથી સાફ કરી લેવી. આવું કરવાથી લોઢીમાં રહેલ તેલ ગરમ થઈ અને બાષ્પીભવન થઈ જશે.
👉 હવે લોઢીને નોન સ્ટિક કરવા માટે તેમાં સૌપ્રથમ તેલ નાખી અને તેના પર તેલની લેયર બનાવી નાખો. ત્યાર બાદ તેના પર ઢોંસા બનાવવા માંટેનું ખીરું આખી લોઢીમાં ફેલાવી દેવું. તેના પર તેલનો છંટકાવ કરવો અને આખા ઢોંસાની કોર પર તેલ લગાવવું. થોડી વાર બાદ ઢોંસાનું પેપર તૈયાર થઈ જશે એટલે તેને લોઢી પરથી ઉતારી દેવું. જેમાં તમે બટેટાનો મસાલો પણ એડ કરી શકો છો.
👉 લોખંડની લોઢીને નોન-સ્ટિક જેવુ કાર્ય કરાવવા માટેની અન્ય ટિપ્સ :- ઘણી વાર લોખંડની લોઢી પર આપણે ઢોંસા બનાવતા હોય ત્યારે તે ચોંટી જાય છે અને ઉઠલતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સૌપ્રથમ એક ડુંગળી લેવી અને તેની ઉપરની છાલ કાઢી અને તેને વચ્ચેથી કાપી લેવી અને તેને તેલમાં ડૂબાડી દેવી. ત્યાર બાદ આ ડુંગળીના કાપેલા ભાગને લોઢી પર થોડી વાર ઘસવું. આ પ્રયોગ કરવાથી લોખંડની લોઢી પણ નોન-સ્ટિક જેવુ કામ આપવા લાગશે અને ઢોંસા એકદમ સરળતાથી ઉઠલવા લાગશે.
👉 લોખંડની લોઢી પર ઘઉના લોટને આખી લોઢીમાં ફેલાવી દો અને ત્યાર બાદ તેને એક કપડાં વડે સાફ કરી લેવી જેનાથી પણ લોઢી પર ઢોંસા ચોટશે નહીં. આ બધી ટિપ્સનો ઉપયોગ કરીને તમે પણ ઘરે હોટેલ જેવા ઢોંસા બનાવી શકશો. ઉપર જણાવેલી બધી ટિપ્સ એકદમ ઉપયોગી છે. જેનાથી તમને જરૂર રિઝલ્ટ મળશે.
👉 લોખંડની લોઢીથી જોડાયેલી અમુક જાણકારી :- જો તમારે લોખંડની લોઢી પર ઢોંસા બનાવવા છે તો તેના માટે તમારે લોઢી થોડી મોટી અને જાડી લેવી જોશે. ઉપરાંત લોઢી હેન્ડલવાળી હોય એવી જ ખરીદવી જોઈએ જેથી તેને પકડવામાં સહેલાઈ રહે. ઉપરાંત ઘણા લોકો લોઢીને સાફ કરવા માટે વધારે સાબુનો પ્રયોગ કરતાં હોય છે. પરંતુ આવું કરવાથી લોઢીની ઉપરની પરત ઊખડી જાય છે. જેથી ઢોંસા ઉઠલાવવામાં સમસ્યા થાય છે. લોઢીને તમે ગરમ પાણીથી સાફ કરો તો આ સમસ્યા થતી નથી.
જો આ લોખંડની લોઢી પર ઢોંસા બનાવવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.