લગ્નની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દરેક મહિલા સુંદર દેખાવા માટે પાર્લરમાં જઈ ફેસિયલ, બ્લીચિંગ, ક્લીનઝિંગ કે ફેસ પેક કરાવતી હોય છે. પરંતુ કેટલીક મહિલાને બહારની વધારે પડતી કેમિકલવાળી વસ્તુ માફક આવતી હોતી નથી અને તેના કારણે આડઅસર થતી હોય છે.
તો તમે જાતે જ ઘરે અલગ-અલગ પ્રકારના ફેસ પેક બનાવીને ચહેરા પર નિખાર લાવી શકો છો. તો ચાલો ફેસ પેક બનાવવાની રીત જાણીએ..જે ઓછી મહેનતે અને ઝડપથી ફેસ પર નિખાર લાવશે.
કોકોનેટ દૂધ અને હળદર- હળદર કોઈપણ કોસ્મેટિક વસ્તુમાં એડ કરશો તો નિખાર જરૂર આપશે. તમારે 1 ચમચી નાળિયેરના દૂધમાં 4 ભાગની હળદર મિક્સ કરવી. આ મિશ્રણની પેસ્ટ તૈયાર થાય એટલે ચહેરા પર ધીમેધીમે માલિશ કરતાં હોય તે રીતે લગાવવી. 15 મિનિટ સુધી તેને સુકાવા દેવી. એક વખત જોવું કે બરાબર સુકાય ગયું છે તો તેને થોડું ગરમ પાણી કરી હળવા હાથે ફેસવોશ કરી લેવું.
બદામ- બદામનું તેલ જેમ વાળને પોષણ આપવાનું કામ કરે છે, તે રીતે બદામમાંથી ફેસપેક બનાવીને કુદરતી રીતે નિખાર લાવી શકો છો. તેના માટે થોડી બદામને દૂધ કે પાણીમાં આખી રાત પલાળી રાખવી. પછી સવારે તેને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવી. ધ્યાન રહે પેસ્ટ થોડી ચીકાશ પડતી રાખવી. જેથી ચહેરા પર સરળતાથી લગાવી શકાય. આ પેસ્ટને 15-20 મિનિટ ચહેરા પર લગાવી રાખવી, પછી સાદા પાણીથી મોં સાફ કરી નાખવું.
-તે સિવાય બદામને તમે વિટામિન-ઇની ટેબ્લેટ આવે છે તેમાં અથવા લેક્ટિક એસિડમાં પણ પલાળી શકો છો. તેનાથી તમારી સ્કીન સોફ્ટ અને ચમકીલી બની જશે.
અડદની દાળ- તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અડદની દાળ પણ ચહેરો ચમકાવવાનું કામ કરે છે. સૌ પ્રથમ અડદની દાળને ક્રશ કરી પાઉડર તૈયાર કરવો. તેમાં થોડી હળદર મિક્સ કરવી, જરૂર મુજબ પાણી રેડવું. થોડું જાડું રહે તે રીતે પેસ્ટ તૈયાર કરવી. તેને ફેસ પર લગાવી દેવું. હવે તેને સુકાય ગયા બાદ પાણી વડે સાફ કરો, તે પહેલા થોડા પાણીવાળા હાથ કરી ફેસ પર સ્ક્રબની જેમ ઘસવું. જેથી ચહેરા પરનો મેલ દૂર થઈ જશે. થોડી વાર પછી ફેસ વોશ કરી નાખવું.
-ત્વચાને લગતો કોઈ પ્રોબ્લેમ હોય તો હળદર તેના માટે બેસ્ટ ઓપ્શન છે. કારણ કે હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ રહેલા છે. જે સ્કીનમાં રહેલા છીદ્રોને કુદરતી રીતે સફાઈ કરી ચમક લાવવાનું કામ કરે છે. હળદરની પેસ્ટ તમે વીકમાં એક વખત લગાવશો તો ચહેરા પર ખીલ કે ફોલ્લીની સમસ્યા નહીં રહે.
જો આ ફેસપેક વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.